મુંબઈ: આજે ગુરુવારે પણ શેરબજારમાં તેજી સાથે કારોબાર શરુ થયો. બોમ્બે સ્ટોક્સ એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 566 પોઈન્ટના વધારા સાથે 78,677 પર ખુલ્યો. નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 153 પોઈન્ટના વધારા સાથે 24,385 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ પર એટરનલના શેરમાં 2.09 ટકાનો વધરો નોંધાયો. ઇન્ફોસિસના શેરમાં 1.42%, L&Tના શેરમાં 1.22%, ICICI બેંકના શેરમાં 1.36, બજાજ ફાઇનાન્સના શેરમાં 1.35 ટકાનો વધારો નોંધાયો. હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ, ભારતી એરટેલ, ટાઇટન અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ઘટાડો નોંધાયો.
બેંક નિફ્ટી 0.80 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 0.84 ટકા નો વધારો નોંધાયો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1 ટકાનો વધારો નોંધાયો વધ્યા છે. શરૂઆતના કારોબારમાં ફાર્મા અને હેલ્થકેર ઇન્ડેક્સ સિવાય તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં વધારો નોંધાયો.
એશિયન બજારોમાં તેજી:
એશિયન બજારોમાં શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી હતી. જાપાનના ઇન્ડેક્સ નિક્કી-225માં 0.81 ટકાનો વધારો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં 0.70 ટકાનો વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.03 ટકાનો વધારો નોંધાયો, જ્યારે કોસ્ડેકમાં 0.77 ટકાનો વધારો નોંધાયો.
એશિયન બજારોમાં મિશ્ર વલણ:
બુધવારે યુએસ શેરબજારો મિશ્ર વલણ સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 72.27 પોઇન્ટ (0.15 ટકા)ના ઘટાડા સાથે 48,463.72 પર બંધ થયો. S&P-500 55.57 પોઇન્ટ(0.80 ટકા)ના વધારા સાથે 7,022.95 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 376.93 પોઇન્ટ(1.60 ટકા)ના વધારા સાથે 24,016.02 પર બંધ થયો.