Fri Apr 17 2026

Logo

‘યુદ્ધ તમે શરૂ કર્યું, પૂરું અમે કરીશું’, ઇરાનની ઇઝરાયલ-અમેરિકાને ચેતવણી

2026-02-28 15:07:19
Author: Vimal Prajapati
Article Image

તેહરાન: ઇઝરાયલ અને અમેરિકાએ કરેલા હુમલા પછી ઇરાને કડક જવાબ આપ્યો છે. ઇરાનની સંસદની નેશનલ સિક્યુરિટી કમિટીના પ્રમુખ એબ્રાહિમ આઝીઝીએ ઇઝરાયલ અને અમેરિકાને ધમકી આપતા કહ્યું કે, યુદ્ધ તમે શરૂ કર્યું છે, પરંતુ તેને અંત તો અમે કરીશું. અમે હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છીએ, અને બંને તરફથી ટૂંક સમયમાં જ યોગ્ય જવાબ આપવામાં આવશે. એટલી બધી મિસાઇલો છોડવામાં આવશે કે અમેરિકા અને ઇઝરાયલ વિચારી પડશે કે કોઈ પણ મિસાઇલ ક્યાં રોકવી? 

ઇઝરાયલે ઈરાનના તેહરાનમાં 7 મિસાઇલો છોડી

સ્વાભાવિક છે કે, ઇઝરાયલ અને અમેરિકાને કરેલા હુમલાના કારણે ઈરાન ભડક્યું છે. આજે સવારે ઇઝરાયલે 'પ્રિ-એમ્પ્ટિવ સ્ટ્રાઇક' કહીને ઇરાન પર હુમલો કર્યો, જેમાં તેહરાનમાં રાષ્ટ્રપતિ મહેલ અને સુપ્રીમ લીડર આયતોલ્લા અલી ખામેનેઈના કમ્પાઉન્ડ પાસે 7 મિસાઇલો ફોડવામાં આવી હતી. જે બાદ ઈરાન ભડક્યું અને ખુલ્લી ચેતવણી પણ આપી દીધી છે. 

આ હુમલા અંગે અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકા આડકતરી રીતે ઈરાનને પરાસ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ પહેલા પણ અમેરિકા અનેક વખત ઈરાનને યુદ્ધની ધમકીઓ આપી ચૂક્યું છે. જ્યારે આજે તો ઈરાન પર હુમલો જ કરી નાખ્યો છે. અમેરિકા સાથે તકનો લાભ લઈને ઇઝરાયલે પણ ઈરાન પર હુમલો કર્યો છે. આ સ્થિતિ મામલે અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "આ હુમલા ઇરાની શાસનના તાત્કાલિક જોખમોને નાબૂદ કરવા માટે છે. 

ઇઝરાયલે અલી ખામેનીના નિવાસસ્થાન પર હુમલો કર્યો

ઇઝરાયલે ઇરાનના સર્વોચ્ચ નેતા અને રાષ્ટ્રપતિ અલી ખામેનીના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કર્યો. ઇઝરાયલે ત્યાં લગભગ સાત મિસાઇલો છોડી, પરંતુ ઇઝરાયલીઓએ જાણવું જોઈએ કે તેમના રાષ્ટ્રપતિ સંપૂર્ણપણે સુરક્ષિત છે તેવું એબ્રાહિમ આઝીઝીએ જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે, અમે તમને ચેતવણી આપી હતી. હવે તમારા હાથમાં અંત નથી. અમે અત્યંત શક્તિશાળી મિસાઇલો ફોડીશું. ઇઝરાયલનો અંત અમે કરીશું અને અમેરિકા પણ તેની કિંમત ભોગવશે.