Fri Apr 17 2026

Logo

ચેન્નઈ સુપરકિંગ્સે રૈના અને હેડનને આપ્યું સન્માનઃ પ્રથમ ‘હોલ ઓફ ફ્રેમ’માં કર્યા સામેલ

2026-03-23 19:43:08
Author: Mumbai Samachar Team
Article Image

ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સુરેશ રૈના અને ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન મેથ્યૂ હેડનને ટીમના પ્રથમ 'હોલ ઓફ ફેમ'માં સામેલ કર્યા હતા. આ જાહેરાત એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટીમના ચાહકો માટે ખાસ કાર્યક્રમ 'રોર 26' દરમિયાન કરવામાં આવી હતી.

રૈના 2008થી 2021 સુધી ચેન્નઈ ટીમનો ભાગ હતો. તે ચેન્નઈની ચાર વખતની આઈપીએલ વિજેતા ટીમ (2010, 2011, 2018 અને 2021)નો સભ્ય હતો. ચાહકોમાં 'ચિન્ના થાલા' તરીકે જાણીતા રૈના 2010 અને 2014માં ચેમ્પિયન્સ લીગ જીતનાર ચેન્નઈ ટીમનો પણ ભાગ હતો અને 2014માં 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' રહ્યો હતો. 

તેણે ચેન્નઈ માટે સૌથી વધુ 5529 રન કર્યા છે. હેડન 2008થી 2010 સુધી ચેન્નઈ ટીમ સાથે હતો. તેણે 2009માં 572 રન કરીને ઓરેન્જ કેપ જીતી હતી. આ પ્રસંગે ચેન્નઈ સુપર કિંગ્સના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ હાજર હતા.

ચેન્નઈ સુપર કિંગ્સે તેના સીએસકે હોલ ઓફ ફેમને લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જ્યાં ફ્રેન્ચાઇઝ ટીમના ગૌરવશાળી ઇતિહાસમાં મુખ્ય ભૂમિકા ભજવનારા તમામ ખેલાડીઓનું સન્માન કરશે.