મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા દિવસે કારોબાર શરુ થતા જ ભારતીય શેર બજારઅમ ભૂકંપ આવ્યો છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 1,862 પોઈન્ટના ઘટાડા સાથે 77,056 પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 582 પોઈન્ટના ઘટાડા સાથે 23,868 પર ખુલ્યો.
ઘટાડા સાથે શરૂઆત બાદ બજાર વધુ પડ્યું, સેન્સેક્સ 2,170 પોઈન્ટનાં ઘટાડા સાથે 76,948 પર પહોંચી ગયો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 672ના ઘટાડા સાથે 23,772 પર પહોંચી ગયો હતો.
શરુઆતના કારોબારમાં NSE પર માત્ર 249 શેર જ વધારા સાથે ગ્રિન સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં, જ્યારે 2,190 શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં, જ્યારે 403 શેર તેના 52 વિક લો સ્તરે પહોંચ્યા હતાં.
શેરોમાં સૌથી વધુ વધારો-ઘટાડો:
નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ટરગ્લોબ એવિએશન, એશિયન પેઇન્ટ્સ, એલ એન્ડ ટી અને અદાણી પોર્ટ્સના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો, જયારે ઓએનજીસી અને કોલ ઇન્ડિયાના શેરના ભાવમાં વધારો નોંધાયો.
શરૂઆતના કારોબારમાં તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ રેડ સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં, PSU બેંક ઇન્ડેક્સમાં લગભગ 4 ટકાનો ઘટાડો નોંધાયો. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્માં લગભગ 3 ટકાનો ઘટાડો નોંધાયો.
આંતરરાષ્ટ્રીય બજારો ધોવાયા:
આજે એશીયન બજારોઓમાં પણ 6% જેટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો ઇન્ડેક્સ નિક્કી-225 6.22%ના ઘટાડા સાથે 53,000નાં સ્તરથી નીચે પહોંચી ગયો, , જ્યારે ટોપિક્સ 5.27%નો ઘટાડો નોંધાયો. ગયા અઠવાડિયે 11%ના ઘટાડા બાદ દક્ષિણ કોરિયાના ઇન્ડેક્સ કોસ્પીમાં 8% થી વધુનો તોતિંગ ઘટાડો નોંધાયો. કોસ્પી ઇન્ડેક્સમાં મોટા ઘટાડાને કારણે સર્કિટ બ્રેક થઇ હતી, ટ્રેડિંગ 20 મિનિટ માટે રોકવામાં આવ્યું હતું. આ મહિનામાં કોસ્પી આ બીજી વખત સર્કિટ બ્રેક કરી છે.
યુએસ શેર બજારમાં ખળભળાટ મચેલો છે. ડાઉ જોન્સ ફ્યુચર્સમાં 950 પોઈન્ટનો ઘટાડો નોંધાયો, જ્યારે S&P-500 ફ્યુચર્સમાં 100 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો. નાસ્ડેક ફ્યુચર્સમાં પણ 400 પોઈન્ટનો ઘટાડો નોંધાયો.