Fri Apr 17 2026

Logo

સાવધાન! બિલાડીનું કરડવું કે નખ મારવું પડશે ભારે, દક્ષિણ અમેરિકામાં ફેલાઈ રહેલા ફંગલ ઈન્ફેક્શને વધાર્યું ટેન્શન...

2026-03-26 15:44:00
Author: Darshana Visaria
Article Image

દક્ષિણ અમેરિકાના ઉરુગ્વેમાં સામે આવેલા એક નવા કેસને કારણે દુનિયાભરના હેલ્થ એક્સપર્ટ્સની ચિંતામાં વૃદ્ધિ કરી દીધી છે.ય 'સ્પોરોથ્રિક્સ બ્રાસિલિએન્સિસ' નામનું ખતરનાક ફંગલ ઈન્ફેક્શન એ હવે માત્ર બ્રાઝિલ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ ઈન્ફેક્શન સિરીયસ ડિસિઝનું કારણ બને છે અને તેને નિયંત્રિત કરવો પડકારજનક સાબિત થઈ રહ્યો છે.

કેવી રીતે ફેલાય છે આ બીમારી? 
નિષ્ણાતોના મતે, આ ઈન્ફેક્શન ફેલાવવાનું મુખ્ય કારણ બિલાડીઓ છે. લેટેસ્ટ રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે સંક્રમિત બિલાડીઓ જ્યારે માણસને કરડે અથવા પંજો મારે છે ત્યારે આ ફંગસ સીધી હ્યુમન સ્કીનમાં એન્ટર થાય છે. 

ઉરુગ્વેમાં એવા કેસ જોવા મળ્યા છે જ્યાં ઈન્ફેક્ટેડ કેટનો એકબીજા સાથે કોઈ સંપર્ક નહોતો, જેનો અર્થ એવો થાય છે કે આ ફંગસ હવે લોકલ એનવાયરમેન્ટમાં પણ ફેલાઈ ગઈ છે. વાત કરીએ ફંગસ કેવી દેખાય છે એની તો આ ફંગલ ઈન્ફેક્શન શરીરની બહાર દોરા જેવી દેખાય છે, પરંતુ શરીરની અંદર પ્રવેશતા જ તે 'યીસ્ટ' જેવું સ્વરૂપ ધારણ કરી લે છે, જેના કારણે તે ત્વચાની અંદર ઝડપથી વધવા લાગે છે.

ઈન્ફેક્ટેડ બિલાડીના ચહેરા, નાક અને પંજા પરના ઘા આ ઈન્ફેક્શનનું સૌથી મુખ્ય કારણ હોય છે. રસ્તા પર રખડતી બિલાડીઓ અંદરોઅંદર લડતી હોવાથી આ સંક્રમણ એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં અને ત્યારબાદ માણસોમાં ઝડપથી ફેલાય છે. 

વાત કરીએ આ ગંભીર ઈન્ફેક્શનના લક્ષણોને કેવી રીતે ઓળખવા એની તો આના લક્ષણો કંઈક આ પ્રમાણે છે. આ ઈન્ફેક્શનની શરૂઆત ત્વચા પર નાના લાલ દાણાથી થાય છે. ત્યાર બાદ ધીરે ધીરે આ દાણા ઊંડા ઘા બની જાય છે. બિલાડીઓના શરીર પરના ઘા જલ્દી રુઝાતા નથી અને તેમના વાળ ખરવા લાગે છે.
 
ઘણી વખત આપણે તેને સામાન્ય બેક્ટેરિયલ ઈન્ફેક્શન સમજી લેવામાં આવે છે, જેના કારણે સારવારમાં વિલંબ થાય છે. બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ ઘાતક સાબિત થઈ શકે છે.