નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઔપચારિક રૂપે નવ જજની એક બેંચ તૈયાર કરવાની જાહેરાત કર્યા બાદ સબરીમાલા કેસનો નીવેડો આવે એવા અણસાર છે. આ ટીમ સબરીમાલા મંદિર સાથે જોડાયેલા મોટા કેસનો રીવ્યૂ કરશે અને એક રિપોર્ટ તૈયાર કરશે. આ કેસ ફરી શરૂ થતા સબરીમાલા મંદિર ફરી ચર્ચામાં આવ્યું છે. જ્યાં મહિલાઓને દર્શન કરવાના મુદ્દે વિવાદ થયો હતો. છેલ્લા છ વર્ષથી આ કેસને લઈને કોઈ અપડેટ ન હતી. હવે સુપ્રીમ કોર્ટે આ એલાન કરતા ફરી સબરીમાલા મંદિર ચર્ચામાં છે. આ કેસમાં ધર્મ અને અધિકારો વચ્ચે ટક્કરને લઈને વિવાદ થયો હતો. કેસનો અભ્યાસ થતા હવે કોઈ મોટો ફેરફાર આવે એવી પૂરી શક્યતાઓ છે.
ફેબ્રુઆરીથી આદેશ હતા
આ બેચમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંત, બી. વી. નાગરરત્ના, એમ. એમ. સુંદરેશ. અહસાનુદ્દિન અમનુલ્લાહ, અરવિંદ કુમાર, એલ. જી. મસીહ, આર. મહાદેવાાન, પ્રસન્ના બી. વરાલે અને જોયમાલ્યા બાગચીનો સમાવેશ થાય છે. વર્ષ 2018માં આવેલા એ ચૂકાદાનો પણ રિવ્યૂ કરવામાં આવશે જેમાં સબરીમાલા મંદિરમાં તમામ ઉમરની મહિલાઓના પ્રવેશ માટે અનુમતી આપી દેવામાં આવી હતી. 2019ના સમીક્ષા આદેશ અને 2020ના મોટી બેન્ચને સંદર્ભને સમર્થન આપતા ચુકાદા પછી વર્ષોની અનિશ્ચિતતા પછી સબરીમાલા સંદર્ભનું પુનર્જીવન એક નિર્ણાયક સંસ્થાકીય પગલું છે. આ ચુકાદાથી અદાલતો આવશ્યક ધાર્મિક પ્રથાઓ, સાંપ્રદાયિક સ્વાયત્તતા અને વ્યક્તિગત અધિકારોને કેવી રીતે સંતુલિત કરે છે. તેના પર દૂરગામી અસરો થવાની અપેક્ષા છે.
મામલાને સંતુલિત કરવાનો પ્રયાસ કરાશે
સાત મુદ્દાઓ સબરીમાલા સમીક્ષાને મંદિર-પ્રવેશ વિવાદથી બંધારણ ધાર્મિક સ્વતંત્રતા, સમાનતા, સુધારા અને ન્યાયિક શક્તિને કેવી રીતે સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે તેના પાયાના પુનર્વિચારમાં પરિવર્તિત કરે છે. આ વિગતને લઈ અંતે 2020ના વર્ષમાં વિસ્તારથી સુનાવણી કરવામાં આવી હતી. આ કેસની આગામી સુનાવણી 7 એપ્રિલના રોજ થશે. 22 એપ્રિલ સુધીમાં સમગ્ર કેસ અંગે દલીલ સામે આવી જશે. ફેબ્રુઆરીમાં આ કેસ સંબંધી પ્રક્રિયા શરૂ કરવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા.