Fri Apr 17 2026

Logo

પંજાબમાંથી મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ, ગ્રેનેડ સાથે 2 આરોપીઓની ધરપકડ

2026-04-09 18:08:09
Author: Mumbai Samachar Team
Article Image

અમૃતસરઃ પંજાબ પોલીસે પંજાબમાં બ્લાસ્ટ કરવાના એક કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પંજાબ પોલીસે BKIના આતંકવાદી ગ્રૂપના કેટલાક શખ્સોને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, પોલીસે આ કેસમાં 5 ગ્રેનેડ અને અન્ય કેટલાક ઘાતક હથિયાર જપ્ત કરી લીધા છે. 

આતંકી પ્રવૃતિ થાય એ પહેલા પર્દાફાશ
પંજાબ રાજ્યમાં કોઈ આતંકી પ્રવૃતિને અંજામ આપવાની ફીરાકમાં આવેલા શખ્સોને પંજાબ પોલીસે પકડી પાડ્યા છે. અમૃતસર ગ્રામ્ય તથા ગુરૂદાસપુર, SSOC અમૃતસર તથા સેન્ટ્રલ એજન્સીએ મળીને એક જોઈન્ટ ઑપરેશન કર્યું હતું. ઈન્ટેલિજન્સ વિભાગને મળેલા એક ચોક્કસ ઈનપુટના આધારે આ કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર નેટવર્ક વિદેશી હેન્ડલર દ્વારા ચલાવવામાં આવતું હતું. ISI સ્પોન્સર્ડ bki મોડ્યુલો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસે બે આરોપીને પણ પકડી પાડ્યા છે. 

લોકલ સપોર્ટની આશંકા
પંજાબ પોલીસ આ કેસમાં ઝીણવટભરી તપાસ કરી રહી છે.  સમગ્ર કેસની તપાસ દરમિયાન 5 ગ્રેનેડ, 2 સ્પેશ્યલ ડેટોનેટર, કોડર, ડિકોડર, ટાઈમર, બેટરી, વિસ્ફોટક સામગ્રી, કેબલ અને વૉકીટોકી જેવી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ તમામ સામગ્રી કોઈ મોટા વિસ્ફોટની તૈયારીઓ તરફ ઈશારો કરે છે. સમગ્ર કેસને લઈને ગુરૂદાસ પુરના કલાનૌર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસને આશંકા છે કે, આ કેસમાં કોઈ લોકલ સપોર્ટ પણ હોઈ શકે છે. સમગ્ર નેટવર્કનું સંચાલન કોઈ વિદેશી હેન્ડલર દ્વારા ઑપરેટ થતું. ફોરવર્ડ અને બેકવર્ડ લિંકની તપાસ કરવા માટે તપાસ ચાલું છે.  પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે આ અંગે કહ્યું હતું કે, સમગ્ર ઑપરેશન સફળ રહ્યું છે. આ કેસમાં આગળની તપાસ ચાલું છે.