આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ આ સોશિયલ મીડિયા પર કંઈ કેટલાય વીડિયો વાઈરલ થતાં હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયો છે મુંબઈના જુહુ બીચનો. આ જુહુ બીચ પરનો વીડિયો એકદમ હૃદયસ્પર્શી છે. આ વીડિયોમાં એક યુવકે જુહુ બીચ પર એવો 'બિઝનેસ' શરૂ કર્યો છે જેની ચર્ચા અત્યારે દરેક જગ્યાએ થઈ રહી છે. આ યુવક લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે નહીં, પરંતુ માત્ર તેમને 'સાંભળવા' માટે પૈસા લઈ રહ્યો છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી...
આજની ભાગદોડભરી જિંદગીમાં જ્યાં દરેક વ્યક્તિ પોતાની વાત કહેવા માંગે છે, ત્યાં સાંભળનારાઓની ભારે અછત છે. આ અછતને આ યુવકે એક તક તરીકે જોઈને એક નવો બિઝનેસ શરૂ કર્યો છે. વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં દેખાતો આ યુવક જુહુ બીચ પર એક બોર્ડ લઈને બેઠો છે જેના પર લખ્યું છે કે તમારી સમસ્યાઓ જણાવો, હું તમને સાંભળીશ. આ યુવક કોઈને કોઈ સલાહ આપતો નથી, પરંતુ માત્ર એક ધીરજવાન શ્રોતા તરીકેની ભૂમિકા ભજવે છે અને તેના બદલામાં નાની ફી લે છે.
આ વીડિયોમાં યુવક નાનકડું દુઃખ સાંભળવા 250 રૂપિયા, મોટું દુઃખ સાંભળવા 500 રૂપિયા અને સાથે રડવા માટે 1000 રૂપિયાની ફી લે છે. ચોંકાવનારી વાત તો એવી પણ છે કે લોકો આ યુવક પાસે આવીને પોતાના મનની વાત કહી પણ રહ્યા છે. માનસિક તણાવ અને એકલતાના આ સમયમાં ઘણા લોકો એવા હોય છે જેઓ પોતાની વાત કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરવા માંગે છે જેથી તેમનું મન હળવું થઈ શકે.
मुंबई के जुहू बीच पर बैठा ये व्यक्ति लोगों के
— ANIL (@AnilYadavmedia1) March 20, 2026
दुःख बांटने का धंधा करता है,
अगर आपको अपना दुःख बाँटना है,
अपना दुखड़ा सुनाने के लिए कोई नहीं है,
तो ये भाई आपकी मदद करेगा,
मामूली दुःख के लिए 250 रूपये
बड़े दुःख के लिए 500 रूपये
साथ में रोने के लिए 1 हज़ार रूपये का चार्ज लगता… pic.twitter.com/HglbEIZxi9
જુહુ બીચ પર આવતા લોકો આ યુવક પાસે બેસીને પોતાની અંગત વાતો, ઓફિસનો તણાવ અને જીવનની મુશ્કેલીઓ શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો પર નેટિઝન્સ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયો પર સેંકડો લાઈક્સ અને કમેન્ટ આવી ચૂક્યા છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયો પર કેટલાક યુઝર્સ કમેન્ટ કરતાં એવું પણ લખી રહ્યા છે કે આ એકલતાનો એક શ્રેષ્ઠ ઈલાજ છે. વળી કેટલાક લોકો કેટલાક લોકોએ લખ્યું કે આજના સમયમાં બોલનારા ઘણા છે, પણ સાંભળનારાઓની સૌથી વધુ જરૂર છે.
કેટલાક સ્માર્ટ નેટિઝન્સ આને મુંબઈનું સૌથી ક્રિએટિવ અને ઈમોશનલ સ્ટાર્ટઅપ ગણાવી રહ્યા છે. તમે પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો, તમારું દિલ પણ બાગ બાગ ના થઈ જાય તો કહેજો...