Fri Apr 17 2026

Logo

ડ્રેગન ફિલ્મ માટે જુનિયર NTR એ કર્યું જોરદાર ટ્રાંસફોર્મેશ, ફર્સ્ટલૂક જોઈને ફેન્સ પણ ચોંક્યા

2026-04-15 11:16:00
Author: Mumbai Samachar Team
Article Image

હૈદરાબાદઃ સાઉથ સુપરસ્ટાર જુનિયર NTRએ પોતાની નવી ફિલ્મ ડ્રેગન માટે પોતાનો એક અલગ અવતાર બનાવ્યો છે. આ માટે તેમણે વેઈટલોસ કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. નવો લૂક જોઈને જુનિયર NTRને ઓળખવા મુશ્કેલ બની ગયા હતા. સોશિયલ મીડિયા પર એમનો નવો લૂક વાયરલ થઈ રહ્યો છે. ડ્રેગન ફિલ્મને લઈને જોરશોરથી ચર્ચા થઈ રહી છે.

 

ચોંકી ગયા ફેન્સ
જબરદસ્ત ફીટનેસ અને ટ્રાંસફોર્મેશનથી ફેન્સ એનો નવો અવતાર જોઈને ચોંકી ગયા છે.સોશિયલ મીડિયા પર તેમણે પોતાની એક તસવીર શેર કરી હતી.ફેન્સ એમના જોરશોરથી વખાણ કરી રહ્યા છે. સામે આવેલી તસવીરમાં તે જીમમાં છે અને બોડી પરના ક્ટ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. બોડી જોઈને એવો અંદાજો લગાવી શકાય છે કે, ફિલ્મ માટે જુનિયર NTRએ જબરદસ્ત વેઈટલોસ કર્યું છે. આ ફોટો પર તેમણે કેપ્શન પણ એટલું જ મસ્ત પોસ્ટ કર્યું છે. એમના આ ફોટો પર ફેન્સ દિલ ખોલીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

 

એક્શન-ઈમોશનલ ફિલ્મ હશે
પ્રશાંત નીલ ડ્રેગન નામની ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં જુનિયર NTR લીડ એક્ટર તરીકે છે. પ્રશાંતની મોટાભાગની ફિલ્મ ઈમોનશ-એક્શન ફિલ્મ હોય છે. ડ્રેગન પણ એક્શન ફિલ્મ જ હશે એવું માનવામાં આવે છે. હાલ ફિલ્મના શુટિંગ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને બીજુ મેનન જેવા સિનિયલ કલાકારો પણ જોવા મળશે.ફિલ્મની સ્ટોરીમાં જુદા-જુદા ટાઈમઝોન જોવા મળશે. જે રીતે સમય આગળ વધશે એમ સ્ટોરીમાં અનેક પ્રકારના ટ્વિસ્ટ આવશે. વૉર-2 હિન્દી ફિલ્મ કર્યા બાદ આ એમની અલગ ઝોનર ધરાવતી ફિલ્મ છે. 

આલિયા બની શકે ફિલ્મનો ભાગ
ડ્રેગન ફિલ્મમાં એમને એક નવો અવતાર જોવા મળશે. ખાસ કરીને લૂક અને એક્શન સિકવન્સ માટે જરૂરી એવા ફેરફાર કરવામાં આવ્યા છે. હાલ તો કલાકાર પોતાના શુટિંગ શેડ્યુલમાં છે. સૂત્રો પાસેથી જાણકારી એ પણ મળી છે કે, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પર પસંદગી ઊતારવામાં આવી છે, જોકે હજુ એ વાત ફિક્સ નથી કે આલિયા આ ફિલ્મનો ભાગ બનશે કે કોઈ સાઉથની એક્ટ્રેસને લેવામાં આવશે. હકીકત એ પણ છે કે, આલિયા પાસે એક પ્રોજેક્ટની ઓફર છે પણ હજુ સુધી એ ફાયનલ નથી કે આ ફિલ્મ છે કે વેબસીરિઝ?