Fri Apr 17 2026

Logo

જયા કિશોરી અને અમૃતા ફડણવીસની મુલાકાતની સોશિયલ મીડિયા પર ચર્ચા, જાણો કારણ શું છે

2026-02-19 20:24:06
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ જાણીતા આધ્યાત્મિક વક્તા જયા કિશોરી વારંવાર ઇન્ટરવ્યુ, પરિષદો અને પોડકાસ્ટમાં જોવા મળે છે. તાજેતરમાં જ તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને મળ્યા હતા. તેમની મુલાકાત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. આ મુલાકાતનું એક ખાસ પાસું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું તે હતું જયા કિશોરીનો પોશાક.

જ્યારે જયા કિશોરી અમૃતા ફડણવીસને મળી ત્યારે તેમણે એ જ મરૂન અનારકલી સૂટ પહેર્યો હતો જે તેમણે 'સનાતન ધર્મ યાત્રા' દરમિયાન પહેર્યો હતો. ફરી તે જ કપડાં પહેરીને તેમણે  'સાદા  જીવન'નો મોટો સંદેશ આપ્યો છે. 

જયા કિશોરીના ડીપ મરૂન સૂટમાં સિલ્વર કલરનું બારીક બુટી વર્ક હતું અને તેને મેચિંગ દુપટ્ટા સાથે પહેર્યો હતો. ભારે ઘરેણાંને બદલે, તેણે ફક્ત નાના ટોપ્સ અને એક સાદી પોનીટેલથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.

અમૃતા ફડણવીસ તેમની સ્પષ્ટવક્તા શૈલી અને ફેશન સેન્સ માટે જાણીતા છે. આ ખાસ મુલાકાત માટે, તેમણે ઇન્ડો-વેસ્ટર્ન ફોર્મલ લુક પસંદ કર્યો જે ખૂબ જ આત્મવિશ્વાસપૂર્ણ અને ભવ્ય લાગતો હતો. 

અમૃતા ફડણવીસે સફેદ ડિઝાઇનર જેકેટ પહેર્યું હતું જેની બાંય પર અને સાઈડમાં લેસ અને ફ્લોરલ એમ્બ્રોઇડરી છે. તેને કાળા બોટમ્સ સાથે પહેર્યું હતું જે એક પરફેક્ટ કોન્ટ્રાસ્ટ લુક આપતું હતું.

જયા કિશોરીએ પોતાનો લુક સિમ્પલ રાખ્યો હતો, જ્યારે અમૃતા ફડણવીસે ખુલ્લા વાળ અને ડાર્ક લાલ લિપસ્ટિકથી પોતાનો લુક હાઇલાઇટ કર્યો હતો. તેના હાથમાં મોટી વીંટીઓ તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટને વધુ નિખારી રહી હતી.

એક તરફ, જયા કિશોરીની પરંપરાગત અને આધ્યાત્મિક આભા છે, તો બીજી તરફ, અમૃતા ફડણવીસની આધુનિક અને વ્યાવસાયિક શૈલીમાં જોવા મળ્યા હતા. સાદગી અને આધુનિકતાનું આ મિશ્રણ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.