અમદાવાદ/ નવી દિલ્હી: દેશમાં માર્ચ મહિનામાં જ વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે હવામાન વિભાગે 22 રાજ્યોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. 24 થી 48 કલાકમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ, ગાજવીજ સાથે ભારે વાવાઝોડું અને 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આઈએમડીએ કુલ 22 રાજ્યો માટે આ ચેતવણી આપી છે. ગુજરામાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતમાં કેવું રહેશ હવામાન
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન તાપમાનનો પારો 3 ડિગ્રી વધવાની આગાહી કરવામાં આવી છે. તાપમાનનો પારો ઉંચકાતા આજે અને આવતીકાલે ગરમીનો પ્રકોપ વધી શકે છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થતાં ઉકળાટથી રાહત મળી છે. આગામી છ થી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.
અમદાવાદમાં 36.9 ડિગ્રી, ડીસામાં 36.8 ડિગ્રી, ગાંધીનગરમાં 36.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 36.7 ડિગ્રી, વડોદરામાં 37 ડિગ્રી, સુરતમાં 36.4 ડિગ્રી, ભુજમાં 34.6 ડિગ્રી, નલિયામાં 33 ડિગ્રી, કંડલા પોર્ટમાં 35.4 ડિગ્રી,અમરેલીમાં 37.2 ડિગ્રી, ભાવનગરમાં 34.2 ડિગ્રી, દ્વારકામાં 29 ડિગ્રી, ઓખામાં 31.2 ડિગ્રી, પોરબંદરમાં 33 ડિગ્રી, રાજકોટમાં 36.3 ડિગ્રી, વેરાવળમાં 31.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 36.3 ડિગ્રી, મહુવામાં 35.4 ડિગ્રી, કેશોદમાં 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
IMD Weather Alert ⚠️
— India Meteorological Department (@Indiametdept) March 24, 2026
Back-to-back Western Disturbances to bring rain 🌧️, thunderstorms 🌩️ & gusty winds 💨 across Northwest India this week.
Avoid unnecessary travel, stay indoors during storms & keep emergency essentials ready. Stay safe!#IMDWeatherAlert #WesternDisturbance… pic.twitter.com/nH1ovzK1zU
દેશના અન્ય રાજ્યોમાં કેવો રહેશે મોસમનો મિજાજ
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેષ અને ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 26 થી 30 માર્ચ સુધી ગાજવીજ સાથે હળવો વરસાદ અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજસ્થાનમાં 28-30 માર્ચે છૂટાછવાયા વરસાદનું એલર્ટ છે. 27 અને 28 માર્ચે અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. નાગાલેન્ડમાં 28 માર્ચે ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. આ ઉપરાંત પૂર્વ અને મધ્ય ભારતમાં આવું જ વાતાવરણ રહેશે.
25 થી 29 માર્ચ સુધી પશ્ચિમ બંગાળ અને સિક્કિકમાં વરસાદની શક્યતા છે. બિહાર, ઓડિશા અને ઝાખંડમાં 26 થી 29 માર્ચ ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ અને 30-50 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે. છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ અને મરાઠાવાડામાં આગામી 24 કલાકમાં હળવા વરસાદ અને ગાજવીની શક્યતા છે.