અમૃતસરઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પંજાબના હરમંદિર સાહેબ ગુરુદ્વારાની મુલાકાત લઈને ગુરૂગ્રંથ સાહેબને શિશ નમાવ્યું હતું. ગુરૂદ્વારા પરિસરમાં ચાલતા લંગરમાં પણ વાસણ સાફ કરીને સેવા આપી હતી. એમના સાદગીભર્યા અંદાજે ફેન્સનું દિલ જીતી લીધું છે. અમૃતસરમાં તે કોઈ પ્રોજેક્ટ કે ફિલ્મના શુટિંગ માટે આવી ન હતી. આ વિડિયોથી તે પોતાની સાદગીને લઈને ચર્ચામાં છે. ટ્રેડિશનલ પંજાબી ડ્રેસ અને માથે ઓઢણી ઓઢીને તે દર્શન કરવા જઈ રહી છે. એવું વીડિયોમાં જોઈ શકાય છે.
સાદગીભર્યો લૂક ચર્ચામાં
સામાન્ય રીતે પ્રિયંકાનો ગ્લેમર લૂક જ ચર્ચામાં હોય છે. અમૃતસર પહોંચતા જ તે ગુરૂદ્વારામાં દર્શન કરવા માટે ગઈ હતી. એમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યો છે. વર્ષ 2026માં યોજાયેલા ઓસ્કાર સમારોહમાં તે જોવા મળી હતી. આ કાર્યક્રમ બાદ તે હવે ભારત આવી છે. આ વિડિયોમાં તે એકદમ સિમ્પલ દેખાઈ રહી છે. એમના સાદગીભર્યા અંદાજના લોકો વખાણ કરી રહ્યા છે. ગ્લેમરસ લૂકમાંથી એકદમ સરળ લૂકમાં દેખાતા થોડીવાર માટે તેને ઓળખી શકાય ન હતી. એના આ લૂકને પણ ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એક યુઝર્સે તો કોમેન્ટ કરી હતી કે, પીસી આ લૂકમાં પણ મસ્ત લાગી રહી છે.
#WATCH | Punjab: Actress Priyanka Chopra offered prayers and performed sewa at Sri Darbar Sahib, the Golden Temple in Amritsar. pic.twitter.com/rPaORCa3Ry
— ANI (@ANI) March 31, 2026
સોશિયલ મીડિયા પર જોરશોરથી વખાણ
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા એમના જોરશોરથી વખાણ થઈ રહ્યા છે. ફેન્સ એની સાદગીને પસંદ કરી રહ્યા છે. એક યુઝર્સે તો એવી કોમેન્ટ કરી હતી કે, પ્રિયંકા આટલી મોટી સ્ટાર હોવા છતાં તે પોતાના રૂટ-ધર્મ સાથે જોડાયેલી છે. પ્રિયંકા એક લાંબા બ્રેક બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવા જઈ રહી છે. રાજામૌલીની ફિલ્મ વારાણસીમાં જોવા મળશે, જેમાં તે મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે સ્ક્રિન શેર કરશે. આ ફિલ્મ તા.7 એપ્રિલના રોજ થિએટર્સમાં રીલિઝ થશે. આ ફિલ્મની પણ ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી.
કમબેક ફિલ્મ ખાસ બની રહેશે
સાઉથના સિનેમાથી કમબેક કરીને પ્રિયંકાએ ફરી એક્ટિંગની દુનિયામાં શરૂઆત કરી છે. આ ફિલ્મ એમના કરિયર માટે મહત્ત્વની બની રહેશે. એવામાં અચાનક એમનું અમૃતસર આવવું ચર્ચાનો વિષય બની રહ્યો છે. ગ્લોબલ સ્ટાર બન્યા પછી સાઉથની ફિલ્મમાંથી કમબેક કરી રહી છે. બોલિવૂડના રિપોર્ટનું માનીએ તો આગામી દિવસોમાં તે મુંબઈના કોઈ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે છે. આ કોઈ એડફિલ્મ છે કે બિગબજેટ ફિલ્મ એ અંગે હજું સુધી કોઈ વિગત સામે આવી નથી.