આગામી પાંચ દિવસ નાગરિકોને પાણી ઉકાળીને પીવાની સલાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર (પશ્ર્ચિમ)માં આવેલા લોવર-લેવલ ઘાટકોપર જળાશયમાં બે કમ્પાર્ટમેન્ટનું સમારકામ પાણીપુરવઠા વિભાગ મારફત પૂર્ણ કરવામાં આવ્યું છે. તેથી ૧૦ એપ્રિલ, ૨૦૨૬થી બંને કમ્પાર્ટમેન્ટમાંથી પાણી પુરવઠો કરવામાં આવવાનો છે. સમારકામ દરમ્યાન પાણીપુરવઠાના સમયમાં તત્પૂરતો ફેરફાર કરવામાં આવ્યો હતો પણ હવે સમારકામ બાદ દરેક વિસ્તારમાં કરવામાં આવતો પાણીપુરવઠાનો સમય ૧૦ એપ્રિલથી પૂર્વવત્ કરવામાં આવ્યો છે. તકેદારીના પગલારૂપે નાગરિકોને આગામી પાંચ દિવસ સુધી પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે. તેમ જ પાણી સંભાળીને વાપરવાની સલાહ પણ આપવામાં આવી છે.
પાણીપુરવઠા વિસ્તારમાં નારાયણ નગર અને ઝોન નંબર એએનએક્સ -૦૩થી સંબંધિત ચિરાગનગર, આઝાદ નગર, ગણેશ મેદાન, પારસીવાડી, ન્યૂ માણિકલાલ ઈસ્ટેટ રોડ, એનએમએસ રોડ, મહિન્દ્રા પાર્ક, ડી.એસ. રોડ, ખાલાઈ વિલેજ, કિરોલ વિલેજ, વિદ્યાવિહાર પશ્ર્ચિમ, હંસોટી લેન, ખોત ગલી, મહાત્માગાંધી રોડ, નવરોજી ગલી, એચ.આર.દેસાઈ રોડ, કામાગલી, શ્રધ્ધાનંદ રોડ, જે.વી. રોડ, ધ્રુવરાજસિંહ ગલી, ગોપાલ ગલી, જીવદયા ગલી, ગીગાવાડી પરિસરમાં સમારકામ દરમ્યાન પાણીપુરવઠાનો સમય બપોરના ૨.૩૦ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા અને રાતના ૧૦.૪૫ વાગ્યાથી ૧૧.૩૦ વાગ્યા સુધીનો હતો. સમારકામ બાદ આ પરિસરમાં સુધારિત પાણી પુરવઠાનો સમય હવે બપોરના ૩.૧૫ વાગ્યાથી સાંજના ૭.૧૫ વાગ્યા સુધીનો રહેશે.
પાણીપુરવઠા વિસ્તાર પંતનગર આઉટલેટ અને ઝોન નંબર કેએનએક્સ-૦૬થી સંબંધિત ભીમનગર, પવાર ચાલ, લોઅર ભીમનગર, ક્રાઈમ બ્રાન્ચ પરિસર, વૈતાગવાડી, નિત્યાનંદ નગર, સી.જી.એસ. કોલોની, ધ્રુવરાજસિંહ ગલી, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ ગલી પરિસર જેવા વિસ્તારમાં સમારકામ દરમ્યાન પાણીપુરવઠાનો સમય સાંજના ૬.૧૫ વાગ્યાથી રાતના ૧૦.૩૦ વાગ્યા સુધીનો હતો. સમારકામ બાદ આ પરિસરમાં સુધારિત પાણીપુરવઠાનો સમય સાંજના ૬.૪૫ વાગ્યાથી રાતના ૧૧.૦૦ વાગ્યા સુધીનો રહેશે.
પાણીપુરવઠા વિસ્તાર સર્વોદય બુસ્ટીંગ અને ઝોન નંબર એનએક્સ-૦૬ સંબંધિત સૅનિટોરિયમ ગલી, એચ.આર. દેસાઈ રોડ, કામાગલી, શ્રધ્ધાનંદ રોડ, જે.વી. રોડ, ગોપાલ ગલી, એલ.બી.એસ રોડ,ને લાગીને ઘાટકોપર પશ્ર્ચિમ, ગાંધી નગર પરિસરમાં સમારકામ દરમ્યાન પાણીપુરવઠાનો સમય સાંજના ૭.૧૫ વાગ્યાથી રાતના ૯.૧૫ વાગ્યા સુધીનો હતો. સમારકામ બાદ આ પરિસરમાં સુધારિત પાણીપુરવઠાનો સમય સાંજના ૭.૧૫ વાગ્યાથી રાતના ૯.૧૫ વાગ્યા સુધીનો રહેશે.
File