વાત કરીએ ફિટનેસની તો વર્તમાન સમયમાં ફિટનેસ ફ્રીક લોકોમાં પ્રોટીન શેક અને સપ્લીમેન્ટ્સનું સેવન કરવું ખૂબ જ સામાન્ય છે, પરંતુ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર 'પ્રોટીન કોન્ડોમ'ના સમાચારે ભારે ચર્ચા જગાવી છે. જાણીતા ફિટનેસ ઈન્ફ્લુએન્સર ગૌરવ તનેજાએ એક જાણીતી બ્રાન્ડ દ્વારા બનાવવામાં આવેલા દ્વારા આ અનોખા પ્રોડક્ટનો ટીઝર વીડિયો શેર કરવામાં આવ્યો છે. ચાલો તમને આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ...
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દુનિયાનો પ્રથમ પ્રોટીન કોન્ડોમ હશે, જે સુરક્ષાની સાથે પરફોર્મન્સ વધારવામાં પણ મદદ કરશે. ઇન્સ્ટાગ્રામ પર પ્રોટીન ગૂડનેસ કમિંગ સૂન અને વર્લ્ડ્સ ફર્સ્ટ પ્રોટીન કોન્ડોમ જેવી વિવિધ ટેગલાઈન સાથે આ પ્રોડક્ટની ઝલક બતાવવામાં આવી છે.
વાત કરીએ આ પ્રોટીન કોન્ડોમ પાછળના વિજ્ઞાનની તો રિપોર્ટ્સમાં આપવામાં આવેલી માહિતી મુજબ, આ કોન્ડોમમાં એલ-અર્જિંનાઈન નામનું એમિનો એસિડ વાપરવામાં આવ્યું છે. આ એમિનો એસિડ શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડ બનાવે છે, જે નસોને પહોળી કરીને બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદ કરે છે.
આ ઉપરાંત આ પ્રોડક્ટને લઈને એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે બેસ્ટ બ્લડ ફ્લોને કારણે પરફોર્મન્સમાં સુધારો થઈ શકે છે. જોકે આ બાબતે હજુ સુધી કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવા સામે આવ્યા નથી. આ પ્રોડક્ટ ભવિષ્યમાં ચોકલેટ, સ્ટ્રોબેરી અને વેનીલા જેવા ફ્લેવર્સમાં લોન્ચ થઈ શકે તેવી શક્યતા છે.
ઈન્ટરનેટ પર આ સમાચાર વાઈરલ થતાં જ યુઝર્સ આ વીડિયો પર અને પોસ્ટ પર ફની ફની કમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ એવો સવાલ કરી રહ્યા છે કે આ પ્રી-વર્કઆઉટ છે કે પોસ્ટ-વર્કઆઉટ? તો વળી કેટલાક બીજા યુઝર્સ આ જાહેરાતને પહેલી એપ્રિલ નિમિત્તે કરવામાં આવેલો 'એપ્રિલ ફૂલ' (April Fool) પ્રૅન્ક અથવા માત્ર એક માર્કેટિંગ સ્ટ્રેટેજી માની રહ્યા છે.
છે ને એકદમ અનોખી પણ વિચિત્ર માહિતી? આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરીને તેમનું પણ મનોરંજન ચોક્કસ કરજો હં ને? આવી જ બીજી માહિતી અને જાત જાતના અનોખા સમાચાર વાંચવા અને જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.