Fri Apr 17 2026

Logo

આજનું રાશિફળ (21-02-26): આજે શનિવારે શનિદેવ કઈ રાશિના જાતકોને કરાવશે લાભ અને કોને પહોંચાડશે હાનિ? જાણી લો એક ક્લિક પર...

2026-02-21 00:20:00
Author: Darshna Visaria
Article Image

મેષ:

મેષ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ આજે શનિદેવની વિશેષ કૃપા લઈને આવી રહ્યો છે.  આજનો દિવસ તમારા માટે પ્રગતિકારક રહેશે. નોકરીમાં સહકર્મીઓના સહયોગથી જૂના અટકેલા પ્રોજેક્ટ્સ પૂરા કરી શકશો, જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આર્થિક રીતે રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ છે, પરંતુ કોઈપણ સોદો કરતા પહેલા વડીલોની સલાહ ચોક્કસ લેવી. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને જીવનસાથી સાથે મધુર સમય વિતશે. સ્વાસ્થ્યમાં સુધારો જણાશે, છતાં વધુ પડતો કાર્યભાર લેવો નહીં. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે નવા નવા લાભની તક લઈને આવી રહ્યો છે.

વૃષભ:

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાનીપૂર્વર આગળ વધવાનો રહેશે. આજે તમારે તમારા વ્યવહારમાં નમ્રતા રાખવી પડશે, નહીંતર સામાજિક પ્રતિષ્ઠાને અસર થઈ શકે છે. વેપારમાં નવી તકો મળવાના યોગ છે, પરંતુ લેવડ-દેવડની બાબતમાં પારદર્શિતા રાખવી હિતાવહ છે. કૌટુંબિક મામલે મન થોડું અશાંત રહી શકે છે, તેથી ધૈર્યથી કામ લેવું. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. અણધાર્યા ખર્ચથી બચવા માટે બજેટનું પાલન કરવું જરૂરી છે. જીવનસાથી સાથે જો કોઈ સમસ્યા ચાલી રહી હશે તો તમારે વાતચીતના માધ્યમથી તેનો ઉકેલ લાવવો પડશે. 

મિથુન:

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યના દ્વાર ખોલનારો રહેશે. ઘર-પરિવારમાં જો કોઈ સમસ્યા ચાલી રહી હશે તો આજે તમે પરિવારના સભ્યો સાથે બેસીને એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો. ભાગ્યનો સાથ મળતા આજે તમે દરેક કાર્યમાં ઉત્સાહ અનુભવશો. નવા લોકો સાથેની મુલાકાત ભવિષ્યમાં વેપાર કે કરિયર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી રાહત મળશે. પ્રેમ જીવનમાં ઉત્સાહ રહેશે અને તમે મિત્રો સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો. સંતાનોની પ્રગતિ જોઈને મન હર્ષિત થશે અને ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે.

કર્ક:

આજનો દિવસ કર્ક રાશિના પરિણીત જાતકોના જીવનમાં આજે ખુશહાલી આવશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિનું એન્ટ્રી થઈ શકે છે. આજે તમારે શારીરિક અને માનસિક થાકનો સામનો કરવો પડી શકે છે, તેથી પૂરતો આરામ લેવો. કાર્યસ્થળ પર કોઈના પ્રત્યે પૂર્વગ્રહ રાખવો નહીં, નહીંતર વિવાદ થઈ શકે છે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને ઉધાર આપવાનું ટાળવું. પરિવારના સભ્યો તમારી જરૂરિયાતોને સમજશે અને સહકાર આપશે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે, જે લાંબા સમયથી અપેક્ષિત હતા.

સિંહ:

સિંહ રાશિના નોકરી કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ કોઈ પણ વાદ-વિવાદમાં પડવાથી બચવાનો રહેશે, નહીં તો પરિસ્થિતિ વણસી શકે છે. આજે તમારી નેતૃત્વ ક્ષમતા ખીલી ઉઠશે અને સામાજિક કાર્યોમાં તમારું વર્ચસ્વ વધશે. સરકારી કામોમાં સફળતા મળશે અને અટકેલા નાણાં પરત મળવાની પ્રબળ શક્યતા છે. વિવાહિત જીવનમાં પરસ્પર સમજદારી વધશે અને તમે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. નવી મિલકત કે વાહન ખરીદવાની યોજના સફળ થશે. તમારી વાણીના પ્રભાવથી તમે દુશ્મનોને પણ મિત્ર બનાવી શકશો. વિદ્યાર્થીઓને આજે માનસિક બોજમાંથી મુક્તિ મળશે. 

કન્યા:

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યો કરીને નામ કમાવવાનો રહેશે. આજનો દિવસ તમારા માટે વ્યસ્તતાભર્યો રહેશે, છતાં તમે દરેક કાર્યને કુશળતાથી પૂર્ણ કરશો. નોકરીમાં તમારી મહેનતનું યોગ્ય વળતર મળી શકે છે, જેનાથી પ્રમોશનના યોગ પણ બનશે. અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે, જે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી, ખાસ કરીને સ્નાયુઓના દુખાવા જેવી નાની તકલીફો પર ધ્યાન આપવું. સાંજે આધ્યાત્મિકતામાં મન પરોવાશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી વગેરે પ્લાન કરી શકે છે. 

તુલા:

આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે મધ્યમ ફળદાયી રહેવાનો છે. તમારી અંદરની રચનાત્મકતા બહાર આવશે અને કલાના ક્ષેત્રમાં જોડાયેલા લોકોને માન-સન્માન મળશે. આજે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો, જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. સંતાનોના શિક્ષણ બાબતે ચાલી રહેલી ચિંતા દૂર થશે. રોકાણ માટે દિવસ ઉત્તમ છે, પરંતુ જોખમી સોદાથી બચવું. મિત્રો સાથે મનપસંદ પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે, જેનાથી મન પ્રફુલ્લિત રહેશે. રાજકારણમાં આગળ વધી રહેલાં જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. 

વૃશ્ચિક:

આજનો દિવસ આ રાશિના જાતકો માટે નવા નવા પ્રયોગો કરવાનો રહેશો. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આજે તમારે તમારી જીદ છોડીને અનુકૂળ થવાની જરૂર છે, અન્યથા પારિવારિક વિવાદ થઈ શકે છે. જમીન-મકાનને લગતા મામલામાં સાવધાની રાખવી અને કાગળો બરાબર તપાસી લેવા. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે, તેથી તેમની ખાસ સંભાળ લેવી. ઓફિસમાં કામનું ભારણ વધુ રહેશે, પરંતુ તમારી એકાગ્રતા તમને વિજય અપાવશે. ધાર્મિક સ્થાનોની મુલાકાત લેવાથી માનસિક શાંતિનો અનુભવ થશે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે કોઈ ખોટી સંગતમાં ફસાઈ શકે છે. 

ધન: 

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના દ્વાર ખોલનારો રહેશે. આજે સાહસિક વૃત્તિ ધરાવતા લોકો માટે આજનો દિવસ અનેક તકો લઈને આવશે. તમારી હિંમત અને કાર્યક્ષમતાના લોકો વખાણ કરશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં વધુ મધુરતા આવશે અને તેમની મદદથી કોઈ મોટું કામ પાર પડશે. પ્રવાસની શક્યતાઓ છે, જે મનોરંજક અને લાભદાયી બંને રહેશે. નવી વસ્તુઓની ખરીદી થઈ શકે છે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સક્રિય રહેવાથી મન આનંદિત રહેશે. બિઝનેસ કરી રહેલાં જાતકો માટે આજે બિઝનેસ માટે કોઈ જગ્યાએ બહાર જવું પડી શકશે. 

મકર: 

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સમજી વિચારીને આગળ વધવાનો અને નિર્ણય લેવાનો રહેશે. આજે ધન સંચય કરવામાં તમે સફળ થશો અને તમારી આર્થિક યોજનાઓ ફળીભૂત થશે. પરિવારના સભ્યો સાથે બોલચાલમાં સૌમ્યતા રાખવી, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. નોકરીમાં પ્રગતિના માર્ગો ખુલશે અને વેપારમાં વૃદ્ધિ થશે. તમારી બુદ્ધિ અને તર્ક ક્ષમતાથી તમે વિરોધીઓને પરાસ્ત કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ આંખો અને દાંતની સંભાળ રાખવી જરૂરી છે. સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. 

કુંભ:

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવશે. આજે તમારું વ્યક્તિત્વ આકર્ષક રહેશે અને લોકો તમારા વિચારોથી પ્રભાવિત થશે. મનમાં નવો ઉત્સાહ જળવાઈ રહેશે, જેના કારણે તમે અધૂરા કાર્યો ઝડપથી પૂરા કરી શકશો. લગ્નજીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન થશે. કરિયરમાં કોઈ મોટો ફેરફાર લાવવા માંગતા હોવ તો આ યોગ્ય સમય છે. ખાવા-પીવાની બાબતમાં શિસ્ત જાળવવી હિતાવહ છે. જીવનસાથી સાથે આજે તમે કોઈ જગ્યાએ ફરવા માટે પ્લાનિંગ કરશો. 

મીન:

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભની તક લઈને આવશે. પરંતુ એની સાથે સાથે તમારે આજે કેટલાક બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો પડશે, નહીંતર આર્થિક તણાવ વધી શકે છે. કામકાજમાં વધુ દોડધામ રહેશે, જેના કારણે શારીરિક થાક અનુભવાશે. વિદેશી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. આજે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધુ પડતો ભરોસો ન કરવો, છેતરાવાની શક્યતા છે. રાત્રે ઈશ્વર ભક્તિ અને ધ્યાન કરવાથી માનસિક શાંતિ મળશે. સંતાનોના વ્યવહારથી થોડી પરેશાની થઈ શકે છે, ધીરજ રાખવી. ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.

વધુ જુઓ...