Fri Apr 17 2026

Logo

અભિષેક-ઐશ્વર્યાએ અંબાણી પરિવાર સાથે લગ્નમાં કર્યો જોરદાર ડાન્સ, જુઓ વાયરલ વીડિયો...

2026-03-08 21:03:31
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલીવુડના પાવર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ગઈકાલે મુંબઈમાં મુદિત દાણી અને અનન્યા દાણીના લગ્નમાં હાજરી આપી હતી. આ કપલના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં પ્રખ્યાત બોલિવૂડ કપલ ભરપૂર આનંદ માણતા દેખાય છે. 

સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્ઝર ઓરીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ઉજવણીના ઘણા ફોટા શેર કર્યા છે. તેમાંના કેટલાકમાં અભિનેતા અભિષેક તેની પુત્રી આરાધ્યા સાથે છે. અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચનનો એક ડાન્સ વીડિયો પણ જોવા મળ્યો છે, જેમાં તેઓ અંબાણી પરિવાર સાથે ડાન્સ કરતા જોવા મળે છે.

એક ફોટામાં ઐશ્વર્યા અને અભિષેક ઓરી સાથે સેલ્ફી લેતા જોઈ શકાય છે. આ ઇવેન્ટ માટે આ કપલ ચમકતા નેવી બ્લુ પોશાકમાં ખૂબ જ સુંદર દેખાતું હતું. બીજો ફોટો ઓરી અને અભિષેકનો સેલ્ફી છે. એક વીડિયોએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં કપલ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળ્યા. તેમની સાથે અંબાણી પરિવારના સભ્યો પણ જોવા મળ્યા.

વાયરલ વીડિયોમાં અભિષેક અને ઐશ્વર્યા અંબાણી પરિવાર સાથે સલમાન ખાનના ગીત "સલામ-એ-ઇશ્ક" પર ડાન્સ કરતા જોવા મળે છે. મુદિત અને અનન્યાના સંબંધી નીતા અંબાણી પણ તેમની સાથે ડાન્સ કરતા જોવા મળે છે. 

આ કાર્યક્રમમાં અનન્યા પાંડે અને મનીષ મલ્હોત્રા જેવી બોલીવુડની અન્ય હસ્તીઓ પણ હાજર રહી હતી. બોક્સર વિજેન્દર સિંહ પણ આ ઉજવણીમાં જોડાયા હતા અને મુદિત અને અનન્યા માટે સુંદર મેસેજ લખ્યો હતો. તેમણે X પર લખ્યું, "મુદિત અને અનન્યા દાની, ખૂબ ખૂબ અભિનંદન. તમારી આગળની સફર અદ્ભુત રહે."

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિષેક પાસે હાલમાં બે ફિલ્મો છે. તે શાહરૂખ ખાન, સુહાના ખાન, દીપિકા પાદુકોણ અને રાની મુખર્જી સાથે કિંગમાં જોવા મળશે. તે રાજા શિવાજીમાં પણ જોવા મળશે, જેમાં રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે. દરમિયાન, ઐશ્વર્યાએ હજુ સુધી કોઈ ફિલ્મની જાહેરાત કરી નથી.