(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), રવિવાર, તા. ૨૯-૫-૨૦૨૨
વટસાવિત્રી વ્રત (અમાવસ્યા પક્ષ)
ભારતીય દિનાંક ૮, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, વૈશાખ વદ-૧૪
જૈન વીર સંવત ૨૫૪૮, માહે વૈશાખ, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી ૧૭મો સરોશ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
પારસી ફસલી રોજ ૧૦મો આવાં, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૩
મીસરી રોજ ૨૮મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૩
નક્ષત્ર કૃત્તિકા.
ચંદ્ર મેષમાં સવારે ક. ૧૧-૧૫ સુધી, પછી વૃષભમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨ અમદાવાદ ક. ૦૫ મિ. ૫૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૯, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૮ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૧-૪૩, રાત્રે ક. ૨૩-૨૫
ઓટ: સાંજે ક. ૧૭-૩૪, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૯ (તા. ૩૦)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, વૈશાખ કૃષ્ણ - ચતુર્દશી. ફલહારિણી કલિકા પૂજા, વટસાવિત્રી વ્રત (અમાવસ્યા પક્ષ).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: સૂર્યદેવતાનું પૂજન શ્રેષ્ઠ, અગ્નિદેવતાનું પૂજન, ગાયત્રી માતાનું પૂજન, ગાયત્રી જાપ, ઉંબરના વૃક્ષનું પૂજન, ઘરના દ્વારનું પૂજન, સવારથી મધ્યાહનનો પ્રવાસ દહીં, ગોળ ખાઈ પ્રારંભવો, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ પૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, તીર્થમાં સ્નાન શ્રાદ્ધ તર્પણ.
આચમન: ચંદ્ર-રાહુ યુતિ વિચલિતપણું, ચંદ્ર-શનિ ચતુષ્કોણ મોટી મોટી આશાઓ રાખનાર, મંગળ-ગુરુ યુતિ વધારે પડતા ઉત્સાહી, ચંદ્ર-બુધ યુતિ ઉગ્ર પ્રકૃત્તિ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ યુતિ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ, મંગળ-ગુરુ યુતિ, ચંદ્ર-બુધ યુતિ. ચંદ્ર ક્રાંતિવૃત્તથી મહત્તમ ઉત્તરે રહે છે.
ગ્રહ ગોચર: સૂર્ય-વૃષભ, મંગળ-મીન વક્રી, બુધ-વૃષભ, ગુરુ-મીન, શુક્ર-મેષ શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.