જૈન     મરણ 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ હાલ મલાડ સ્વ. ધનવંતરાય મોહનલાલ શેઠના ધર્મપત્ની મંજુલાબેન  (ઉં. વ. ૮૭) તે રાજકોટ નિવાસી સ્વ.ન્યાલચંદ ખીમજી વોરાની સુપુત્રી તા. ૨૭-૫-૨૨ શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે શૈલેષભાઇ, પૂર્વીબેન, સ્વાતીબેન તથા મનીષભાઇના માતુશ્રી. તે નીતાબેન, મયુરીબેન, જયદીપભાઇ, કિશોરભાઇના  સાસુજી. તે જેનીલ-બિજલ, ફોરમ-પ્રિયેશ, ધ્વનીના દાદી. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી શ્ર્વે. મુ. પૂ. જૈન
બગડ હાલ કાંદિવલી સ્વ. તારાબેન ચંદુલાલ શીવલાલ કુવાડીયાના સુપુત્ર દિલીપભાઇ (ઉં. વ. ૬૮) તા. ૨૭-૫-૨૨ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે અમિતાબેનના પતિ. ભાવેશ-હાર્દિના પિતા. અ. સૌ. શિબાની-હર્ષીલના સસરા. સ્વ. રસિકલાલ શામળદાસ શાહના જમાઇ. સ્વ. રાજેન્દ્રભાઇ, સ્વ. બિપીનભાઇ, કોકીલાબેન બિપીનકુમાર, દક્ષાબેન ભરતકુમાર, સુરેખાબેન અજયકુમારના ભાઇ. તા. ૩૦-૫-૨૨ સોમવારે સવારે ૯.૩૦, ભાવયાત્રા તથા પિતૃવંદન રાખેલ છે. ઠે. દામોદર વાડી, અશોક ચક્રવર્તી રોડ, કાંદિવલી (ઇસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા આસંબીયાના મહેન્દ્ર લાલજી ગોગરી (ઉં.વ. ૬૫), તા. ૨૬-૫-૨૨ના અવસાન પામેલ છે. તેજબાઇ લાલજીના પુત્ર. દમયંતીના પતિ. દર્શન બીનલના પિતા. મોરારજી, તુંબડીના કંકુબેન દામજી કોડાયના લક્ષ્મીબેન દામજી, બિદડાના લીલાવંતીબેન ગાંગજી, વાંઢના વેજબાઇ મણીલાલના ભાઇ. ચંચળબાઇ વશનજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.  ૭ બારગોડે ચાલ, પારસીવાડી, ઘાટકોપર-વેસ્ટ.
તુંબડીના ધનવંતી સાવલા (ઉં.વ. ૭૧), તા. ૨૨-૫-૨૨ના દેશમાં અવસાન પામેલ છે.  કસ્તુરબેન કુંવરજી (જખુભાઇ)ના પુત્રવધૂ. લક્ષ્મીચંદના પત્ની. જીજ્ઞા, નેમીસ, ટેકીનના માતાજી. વેલબાઇ શીવજીના પુત્રી. કોડાય ભાણબાઇ પોપટ, મો. ખાખર દમયંતી લક્ષ્મીચંદ, ફરાદી મધુરી હરખચંદ નાગજી મુલચંદ, નિર્મળાના બેન. પ્રાર્થના: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, કરસન લધુભાઇ નિસર હોલ, દાદર (વે.), ટાઇમ: ૪ થી ૫.૩૦ કલાકે.
તુંબડીના ઝવેરબેન દામજી સાવલા (ઉં.વ. ૯૧) તા. ૨૭-૫-૨૨ના અવસાન પામેલ છે. પાનબાઈ ધરમશી હધુના પુત્રવધૂ. સ્વ. દામજીના પત્ની. મંજુલા, પ્રભા, ઈન્દીરા, મીના, જયંત, યોગીની/ઉષા, હંસીકાના માતુશ્રી. ફરાદી લધીબાઈ શામજી નેણશી મોતાના પુત્રી. કલ્યાણજી, નાનજી, સુંદરજી, મુરજી, હરશી, તુંબડી ગંગાબાઈ દેવજી, ફરાદી હીરબાઈ શાંતિલાલ, ત્રગડી ચંચળબેન લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. સાઠે રેસીડન્સી, પ્લોટ નં. ૨૨૩, સર ભાલચંદ્ર રોડ, માટુંગા (સે.રે.), મું-૧૯.
  વિશા શ્રીમાળી દેરાવાસી જૈન 
ડભોઇ હાલ મુંબઈ પુષ્પાબેન શાહ (ઉં. વ. ૮૪) તે ડો. નવીનચંદ્ર ગીરધરલાલ શાહના ધર્મપત્ની. ૨૮/૫/૨૨ના  અવસાન પામેલ છે. તે પરિમલ તથા સ્વાતિના માતુશ્રી. રશેષ તથા પિંકલના સાસુ. પરાલી તથા ધ્રુવના નાની. પ્રાર્થનાસભા ૨૯/૫/૨૨ ના સવારે ૧૦ થી ૧૨ કલાકે વિલેપાર્લે મેડિકલ ક્લબ, ચંદન સિનેમા પાસે, જુહુ.