હિન્દુ      મરણ 

ધરણગામ ભાટીયા
ગં. સ્વ. સરસ્વતી અર્જુનદાસ ઉદેશીના પુત્ર ભાનુદાસ (ઉં. વ. ૬૬) તે સ્વ. દેવીદાસ, સ્વ. ધનેશ, સ્વ. પ્રેમીલા, સ્વ. રામદાસ, સ્વ. સુશીલા, સુરેશ, રોહીદાસ, તારાબેન તથા રમેશના ભાઇ. તે રાજશ્રી, જયશ્રી, રાજેશના પિતા. તા. ૨૫-૫-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૯-૫-૨૨ રવિવારે સાંજે ૪.૩૦થી ૬, નિવાસસ્થાને  રૂમ. નં. ૨, તારા ચાલ, ગીતા કોલોની, વી.ટી.સી. ગ્રાઉન્ડની પાછળ, ઉલ્લાસનગર-૪.
કંડોળિયા બ્રાહ્મણ
કોડીનારવાળા હાલ મુંબઇ સ્વ. હરિલાલ હરગોવિંદ જોશીના ધર્મપત્ની ગં. સ્વ. ભદ્રાબેન હરિલાલ જોશી (ઉં. વ. ૭૭) તા. ૨૫-૫-૨૨ બુધવારે કૈલાસવાસી થયેલ છે. તે તુષાર, સુનિલ, નિખિલ તથા અ. સૌ. મંદાકિની મનીષકુમાર ભટ્ટના માતુશ્રી. નીતા, દર્શના, મનીષાના સાસુ. તે કાર્તિક, વત્સલ, જીત તથા નેત્રાના દાદી. પિયર પક્ષે મહુવાવાળા સ્વ. હીરાલાલ રણછોડ પંડયાના દીકરી. પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૯-૫-૨૨ના લાડની વાડી, ૧લે માળે, વી. પી. રોડ, સી. પી. ટેન્ક, મુંબઇ-૪૦૦૦૦૪. સાંજે ૪થી ૬.
કચ્છી રાજગોર
મહેન્દ્રભાઇ ગોવિંદજી ધનજી પેથાણીના ધર્મપત્ની સુનીતા (ઉં. વ. ૫૬) તા. ૨૬-૫-૨૨ના મુંબઇ મધે રામશરણ પામેલ છે. તે શીતલ, સુશાંતના માતુશ્રી. ગં. સ્વ. પ્રભાબેન, સ્વ. પ્રભુલાલ, ગં. સ્વ. લીલાવતીબેન, સ્વ. જયંતીલાલ, સ્વ. રવિલાલ, વિજયાબેન, ગં. સ્વ.નર્મદા બેનના નાના ભાઇના ધર્મપત્ની. તે સ્વ. પ્રભાબેન, સ્વ. કુસુમબેન, ગં. સ્વ. ભારતીબેનના દેરાણી. તે લલિતા ભોજા શેટ્ટીના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે, સાદડી રાખેલ નથી.
નવગામ ભાટીયા
જોડીયા હાલ મીરારોડ સ્વ. આશિષભાઇ (ઉં. વ. ૫૭) તે સ્વ. રતનબેન તથા સ્વ. પ્રેમજીભાઇ પરસોતમદાસ આશરના સુપુત્ર. પૂજાબેનના  પતિ. ચિ. કરન, ચિ. સિમરનના પિતા. વિજયભાઇ, વિમળાબેન, ઉષાબેન, બંસરીબેન તથા સ્વ. પન્નાબેનના ભાઇ. સ્વ. દામોદર લાલજી પીઠડીયાના જમાઇ. ગુરુવાર તા. ૨૬-૫-૨૨ના શ્રીજીના ચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. 
બાલાસિનોર દશાનીમા વણિક
ગં. સ્વ. ઇલાબેન (ઉં. વ. ૮૦) તે સ્વ. પ્રમોદચંદ્ર ધારીઆના પત્ની સ્વ. કમળાબેન મોહનલાલ મોદીના સુપુત્રી. જીજ્ઞેશ તથા નિલીમાના માતુશ્રી. અમી, પિયુષકુમારના સાસુ. નિહારના દાદી. ટવીશા, કશીશના નાની. શુક્રવાર તા. ૨૭-૫-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. 
હાલાઇ લોહાણા 
મૂળગામ તાલાલા હાલ કાંદિવલીના રસિકલાલ ટપુભાઈ રણછોડભાઈ વિઠલાણી (ઉં. વ. ૭૪) તે ૨૭/૫/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ગીતાબેનના પતિ. કાર્તિક-બીના તથા નિધિના પિતાશ્રી. સ્વ. વજીબેન, સ્વ. લાભુબેન, સ્વ. અમૃતલાલ, સ્વ. ધીરજલાલ, સ્વ. મંગળજીભાઈ હિમ્મતભાઈ, ગં.સ્વ.  જયાબેન પોપટ તથા ગં. સ્વ. શાંતિબેન હરીયાણીના નાનાભાઈ. સ્વ. શારદાબેન, સ્વ. હીરાબેન, સ્વ. મધુબેન, સ્વ. સુશીલાબેનના દિયર. ખીરસરાવાળા સ્વ. કામળાબેન મોહનલાલ કારિયાના જમાઈ. પ્રાર્થનાસભા ૩૦/૫/૨૨ના   ૪. ૩૦ થી ૬ કલાકે હાલાઇ લોહાણા મહાજનવાડી, બીજો માળ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
 ગુર્જર સુતાર
ગામ સાતુંદડ હાલ મલાડ વિનોદભાઈ મનજીભાઇ સોનીગરા (ઉં. વ. ૭૭) તે ૨૬/૫/૨૨ ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કંચનબેન (નર્મદાબેન)ના પતિ. ભરત-અ.સૌ. ઇન્દુબેન, હરકિસન-અ.સૌ. કિરણબેન તથા હર્ષાબેન હસમુખલાલ સોંડાગરના પિતાશ્રી. ભાણજીભાઇ, સ્વ. ધનજીભાઈ, નરોત્તમભાઇ, મનસુખભાઇ, વજુભાઇ, કંચનબેન, ભાનુબેન, હંસાબેન તથા નિમુબેનના મોટાભાઈ. વિશાલ, રાહુલ, પ્રફુલ, રવિ, સોનલ, જતીન, હરીશ, હિરલના દાદા. સાસરાપક્ષે બાલોજ કોટડા નિવાસી સ્વ. રમણીકભાઇ, સ્વ. લાલજીભાઈ, વલ્લભભાઈ ગોકળભાઇ , શારદાબેન રસિકભાઈ, રંજનબેન અમરશીભાઇ, પુષ્પાબેન હસમુખભાઈના બનેવી. પ્રાર્થનાસભા ૩૦/૫/૨૨ના ૫ થી ૭ કલાકે નિવાસસ્થાન: હરકિશનભાઇ સોનીગરા ફલેટ નં ૪,  પહેલે માળે, જુડ઼સ સી.એચ.એસ બોર્ડી લેન નં ૨, માર્વે રોડ ઓરલમ મલાડ વેસ્ટ.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ
ગામ શિહોર હાલ મલાડ  અનીલાબેન અશોકકુમાર ભટ્ટ (ઉં. વ. ૬૩) તે બુધવાર તા. ૨૫.૫.૨૨ રોજ કૈલાસધામ થયા છે તે મેઘના, જલ્પા, વિધિ અને ઋષિનના માતા. સુરેશ, કશ્યપ, વિનીત, અને આયેશાના સાસુ. મહેશભાઈ, કિશોરભાઈ, મનોજભાઈ અને સાધનાબેનના ભાભી. તે મંજુલાબેન હર્ષદભાઈ બધેકાના દીકરી અને હંસાબેન, મીનાબેન, સૈલેશભાઈ, કેતનભાઈના બેન. બધા પક્ષની સાદડી તા. ૩૦.૫.૨૦૨૨ સમય સાંજે ૪ થી ૬ હાલાઈ લુહાણા મહાજનવાડી હોલ, પહેલે માળે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે