વિન્ટર જેકેટ્સ: સ્ટાઈલ મેં રહેને કા...

ફેશન-મૌસમી પટેલ
ફૂલગુલાબી ઠંડીએ મુંબઈ અને મુંબઈગરાના તનમનમાં પગપેસારો કરી દીધો છે અને તેની સાથે સાથે જ કબાટમાં ક્યાંય ખૂણામાં પડી રહેલાં જેકેટ્સ અને સ્વેટર, મફલર, કૅપ્સ બહાર આવી ગયાં. પણ આ શિયાળામાં તમારે તમારી જાતને ઠંડીથી બચાવવાની સાથે સાથે જ ફેશનેબલ દેખાડવાનું પણ એટલું જ મહત્ત્વનું છે. તેમ છતાં ક્યારેક આપણે ઘણાં એવાં કેટલાંક ફેશન બ્લન્ડર મારી બેસીએ છીએ કે ફેશનેબલ દેખાવાને બદલે સાવ હાસ્યાસ્પદ દેખાઈએ છીએ. બટ ડોન્ટ વરી, આજે આપણે અહીં વાત કરીશું કેટલીક એવી વિન્ટર સ્ટાઈલ વિશે કે જે તમને ઠંડીથી બચાવવાની સાથે સાથે ફેશનેબલ લુક પણ આપવામાં મદદરૂપ સાબિત થશે. શિયાળામાં જેકેટ જ એક એવી વસ્તુ છે કે જે તમને સ્ટાઈલિશ દેખાડવાની સાથે સાથે ઠંડીથી પણ બચાવશે. જેકેટ્સમાં આજકાલ અનેક વરાઈટીઝ ઉપલબ્ધ છે, પરંતુ આજે આપણે અહીં વાત કરીશું કેટલાક એવા એવરગ્રીન ટી-શર્ટના પ્રકાર વિશે કે જે તમને આ વિન્ટર સીઝનમાં બધાથી અલગ લુક અપાવશે...
------------------
લેધર જેકેટ
જો તમને બોમ્બર અને ડેનિમ જેકેટ બંનેમાંથી કોઈ પણ ઓપ્શન પસંદ ન આવે તો લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, લેધર જેકેટને તમારા વૉર્ડરોબમાં જગ્યા આપીને તમે આ વિન્ટરને સ્પેશિયલ અને સ્ટાઈલિશ બનાવી શકો છો. જો અત્યાર સુધી તમારા કલેક્શનમાં કોઈ લેધર જેકેટ ન હોય તો બ્રાઉન કે પછી બ્લેક લેધર જેકેટ તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. રફ એન્ડ ટફ લુક મેળવવાની ઇચ્છા હોય તો પણ આ ઓપ્શન એક બેસ્ટ ચોઈસ સાબિત થઈ શકે છે.
----------------
બોમ્બર જેકેટ
સૌથી પહેલાં વાત કરીએ બોમ્બર જેકેટ વિશે. બોમ્બર જેકેટનું નામ યુરોપિયન દેશના એર ફોર્સના જવાનોના નામ પરથી પડ્યું છે. એ જવાનોને બોમ્બર્સના નામે ઓળખવામાં આવતા હતા અને તેમના યુનિફોર્મ પર જે જેકેટ પહેરવામાં આવતું હતું તે પછીથી સામાન્ય લોકોએ પણ પહેરવાનું શરૂ કરી દીધું. સામાન્ય જેકેટની સરખામણીએ આ બોમ્બર જેકેટની હાઈટ ઓછી હોય છે તેમ જ તેના ગળા, કમર અને કાંડાવાળા ભાગમાં ઈલાસ્ટિક હોય છે. બોમ્બર જેકેટ સિન્થેટિક, ડેનિમ અને લેધર મટીરિયલ્સમાં ઉપલબ્ધ છે, એટલે આ વિન્ટર બોમ્બર જેકેટને તમારા વૉર્ડરોબમાં સામેલ કરીને બની જાઓ સ્ટાઈલિશ...
-----------------
ડેનિમ જેકેટ
બોમ્બર જેકેટ પછી ડેનિમ જેકેટ ઓલ ટાઈમ ઈન રહેતો ટ્રેન્ડ છે. ડેનિમ જેકેટ તમને વર્સેટાઈલ લુક આપવામાં મદદરૂપ સાબિત થશે. આ જેકેટ ડેનિમ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને તે વ્હાઈટ, ગ્રે, બ્લુ, ડાર્ક બ્લુ રંગમાં ઉપલબ્ધ છે. એટલે જો તમે બીજો કોઈ એક્સપરિમેન્ટ ન કરવા માગતા હો તો ડેનિમ જેકેટ તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.