વિરાટ કોહલી ક્યારેય પણ રોલ મોડેલ ના બની શકેઃ ગૌતમ ગંભીર

કેપટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન, મેચના ત્રીજા દિવસે ચાહકોને બંને ટીમો વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ જોવા મળ્યું હતું.
મેચના ત્રીજા દિવસે ડીઆરએસ વિવાદને કારણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને તે દ. આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર અને અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે કોહલીના વલણ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
વાસ્તવમાં એવું બન્યું કે અમ્પાયરે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરને એલબીડબ્લ્યુ આઉટ જાહેર કર્યો, પરંતુ તેણે ડીઆરએસનો ઉપયોગ કર્યો જેના પછી તે બોલ ટ્રેકરની મદદથી બચી ગયો. નવાઈની વાત એ હતી કે રિપ્લે પહેલા એ માનવું મુશ્કેલ હતું કે બોલ સ્ટમ્પની ઉપર જશે. વિરાટ કોહલીને આ વાત બિલકુલ પસંદ ન આવી અને તેણે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન અને અમ્પાયર સાથે દલીલ કરવાનું શરૂ કરી દીધું હતું.
ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા તેને 'અપરિપક્વ' વ્યક્તિ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે કોહલી ક્યારેય યુવાનો માટે રોલ મોડલ બની શકશે નહીં. જ્યારે અમ્પાયરે તેની તરફેણમાં ચુકાદો આપ્યો અને મયંક અગ્રવાલને પણ આવી જ રાહત આપવામાં આવી ત્યારે કોહલીને પ્રથમ દાવમાં કોઈ સમસ્યા ન હતી, એમ ગંભીરે જણાવ્યું હતું.
ગંભીરે કહ્યું, 'કોહલી ખૂબ જ અપરિપક્વ છે. ભારતીય કેપ્ટન માટે સ્ટમ્પ પર બોલવું એ સૌથી ખરાબ બાબત છે. આમ કરવાથી તમે ક્યારેય યુવાનો માટે રોલ મોડલ નહીં બની શકો. જ્યારે અમ્પાયર તેની તરફેણમાં નિર્ણય આપે છે, ત્યારે તેને કોઈ સમસ્યા થતી નથી. મને લાગે છે કે દ્રવિડ તેની સાથે આ વિષય પર વાત કરશે.
જણાવી દઈએ કે ઓફ સ્પિનર આર અશ્વિન અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ પણ કેપટાઉન મેચમાં ડીઆરએસ વિવાદને લઈને ગુસ્સે થયા હતા અને તેઓ સ્ટમ્પ માઈક દ્વારા દક્ષિણ આફ્રિકાના કેપ્ટનને કંઈક કહેતા સાંભળવામાં આવ્યા હતા.
Comments

Yashpal Shah
January 14, 2022
આ ખેલાડી ફક્ત પોતાના જ સ્વાર્થ માટે રમે છે. ટીમ માંથી પણ કડવો જોઆયે