સેવાનિવૃત્ત થયેલું જહાજ આઈએનએસ ‘ખૂકરી’ને મ્યુઝિયમમાં તબદિલ કરાશે
નવી દિલ્હી: સેવાનિવૃત્ત થયેલું જહાજ આઈએનએસ ‘ખૂકરી’ દીવ વહીવટીતંત્રને સોંપી દેવામાં આવ્યું છે, જેથી કરીને તેને પૂર્ણકક્ષાના મ્યુઝિયમમાં તબદીલ કરી શકાય, એમ ભારતીય નૌકાદળે શુક્રવારે કહ્યું હતું.
૩૨ વર્ષની સેવા બાદ ગયા વર્ષની ૨૩ ડિસેમ્બરે આઈએનએસ ‘ખૂકરી’ સેવાનિવૃત્ત કરવામાં આવ્યું હતું.
સેવા દરમિયાન આઈએનએસ ‘ખૂકરી’ વેસ્ટર્ન અને ઈસ્ટર્ન કાફલા એમ બંને કાફલાનો હિસ્સો રહ્યું હતું.
આઈએનએસ ‘ખૂકરી’ દીવ વહીવટીતંત્રને સોંપવા માટે બુધવારે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળનાં જહાજો દ્વારા ટૉ કરીને આઈએનએસ ખૂકરીને વિશાખપટ્ટનમથી દીવ લાવવામાં આવ્યું હતું. ૧૪મી જાન્યુઆરીએ જહાજ દીવમાં લાવવામાં આવ્યું હતું. (એજન્સી) ઉ