એર ઈન્ડિયાના ‘મહારાજા’ની તાવદાર મૂછનું છે પાકિસ્તાની કનેક્શન, જાણો શું છે કહાની

લગભગ છ દાયકા પછી એર ઈન્ડિયા ફરી ટાટા ગ્રૂપ પાસે પહોંચી ને ઘરવાપસી કરી છે, પરંતુ શું તમે જાણો છો કે એર ઈન્ડિયાના મહારાજાને અને ખાસ કરીને તેની મૂછ બનાવવા પાછળની કહાની તમે જાણો છો? વાત જાણે એમ છે કે જ્યારે આ મહારાજાને બનાવવામાં આવી રહ્યા હતાં ત્યારે તેમની મૂછની પ્રેરણા એક પ્રખ્યાત પાકિસ્તાની ઉદ્યોગપતિથી લેવામાં આવી હતી, જે જેઆરડી ટાટા અને તેમના કોમર્શિયલ ડિરેક્ટર બોબી કૂકાના પણ સારા મિત્ર હતા.
એર ઈન્ડિયાના મસ્કટ મહારાજા બનવાની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે અને આ પાકિસ્તાની વ્યક્તિની મૂછોની જેમ મહારાજાની પણ ઝીણી, લાંબી અને રુઆબદાર છે. જેઆરડી ટાટાએ 1932માં ટાટા એર સર્વિસ શરૂ કરી હતી. શરૂઆતમાં તે ટપાલ લાવવાનું કામ કરતી હતી, પછી મુસાફરો પણ બેસાડવા લાગ્યા. પછી સંપૂર્ણપણે ટાટા એર લાઇન્સમાં પરિવર્તિત થઈ હતી.
હકીકતમાં, બીજા વિશ્વ યુદ્ધ પછી, જ્યારે ટાટા એર લાઇન્સ ફરી શરૂ થઈ, ત્યારે ટાટાએ નક્કી કર્યું કે તે તેને મૂડી બજારમાં લાવશે. પછી તેણે તેનું નામ બદલીને એર ઈન્ડિયા કરી દીધું હતું. દરમિયાન જ તેમને ખ્યાલ આવ્યો કે એરલાઈન્સમાં માસ્કોટ હોવો જોઈએ, જેના માધ્યમથી એરલાઈન્સની અનોખી ઓળખ બને. તેમણે એર ઈન્ડિયાના કોમર્શિયલ ડાયરેક્ટર એસકે કુકા ઉર્ફે બોબી કુકાને આ જવાબદારી સોંપી હતી.
બોબી કૂકાએ એક મોટી એડ એજન્સીના કલાકાર ઉમેશ રાવ સાથે મળીને આની કલ્પના કરવાનું શરૂ કર્યું. તેના મનમાં આવ્યું કે એવું હોવું જોઈએ કે તે રાજવી, મૈત્રીપૂર્ણ, મુસાફરોને અનુકૂળ અને ધ્યાન આકર્ષે એવું હોવું જોઈએ. તેમને લાગ્યું કે માસ્કોટ ભારતીય મહારાજા જેવું હોવું જોઈએ. કુકા અને ટાટાનો એક મિત્ર લાહોરમાં રહેતો હતો. તેઓ મોટા ઉદ્યોગપતિ હતા. યોગાનુયોગ તે જ સમયે તે તેની પાસે મુંબઈ આવ્યા હતા અને તેમની મૂછોને આધારે મહારાજાની મૂછ બનાવવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. તેમનું નામ સૈયદ વાજિદ અલી સાહેબ હતું. બાદમાં પાકિસ્તાનની રચના પછી તેઓ પાકિસ્તાનના સૌથી મોટા ઉદ્યોગપતિ બન્યા હતાં. અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિની મૂછો ખૂબ જ પ્રભાવશાળી હતી, જેને કારણે તેમનો ચહેરો ચમકતો હતો અને મૈત્રીપૂર્ણ પણ હતો. તેઓ ખાસ શૈલીમાં બાંધેલી પાઘડી પહેરતા હતા. બાદમાં તેઓ લાંબા સમય સુધી પાકિસ્તાન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પણ રહ્યા. પાકિસ્તાનમાં તેમની ઘણી ફેક્ટરીઓ હતી.
જ્યારે તે મુંબઈમાં કુકા પાસે આવ્યા, ત્યારે કુકાના મનમાં મહારાજાને માસ્કોટ તરીકે લેવાની કલ્પના ચાલી રહી હતી, તેણે નક્કર સ્વરૂપ ધારણ કર્યું. તે સમજી ગયો કે તેના માસ્કોટ મહારાજા કેવા હશે. તરત જ તેની આખી ઇમેજ આવી બની ગઈ, તેણે કલગીદાર પાઘડી પહેરેલી હશે લાંબી અને રુઆબદાર મૂછો સાથે હસતો રાજવી માણસ હશે. તેણે રાજાની જેમ કોટ અને પાટલુન પહેર્યા હશે. ભારે ઉત્સાહ સાથે મુસાફરોનું સ્વાગત કરી રહ્યો હશે.
જ્યારે કુકાએ તેમની કલ્પના સૈયદ વાજિદ અલી સાહેબના ફોટા સાથે કલાકાર ઉમેશ રાવને શેર કરી, ત્યારે થોડા પ્રયત્નો પછી, માસ્કોટ મહારાજા બનાવવામાં આવ્યા હતાં, જે વિદેશમાં પણ ભારતની સૌથી જાણીતી અને લોકપ્રિય બ્રાન્ડ બની હતી. એવું પણ કહેવાય છે કે કદાચ તે ભારતની પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ. 1946માં, આ માસ્કોટ એર ઈન્ડિયાની મુંબઈ ઓફિસમાં કટઆઉટ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું હતું. બાદમાં તેનો ઉપયોગ એરલાઇન્સ અને ફ્લાઇટમાં કરવામાં આવ્યો હતો. . એર ઈન્ડિયાએ 80થી 90ના દાયકા સુધી મહારાજાના અલગ-અલગ પોસ્ટર બનાવ્યા હતા. આ હજારોની સંખ્યામા છે. એર ઈન્ડિયાના મહારાજાનું આ પોસ્ટર કલેક્શન હવે ઘણું મોંઘું કલેક્શન માનવામાં આવે છે.
Comments

Laherchand Gala
January 29, 2022
Nice n informative article