સેન્સેક્સ ૫૫૪ પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી ૧૮,૧૨૦ની નીચે સરક્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: યુએસ બોન્ડ યિલ્ડમાં વધારા અને યુરોપના બજારોના નરમાઇના સંકેત સાથે ફોરેક્સ માર્કેટમાં રૂપિયાની નબળાઇ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળા અને સ્થાનિક બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ફરી શરૂ વેચવાલી જેવા કારણોસર કોન્સોલિડેશનનો તબક્કો આગળ વધ્યો હતો અને રોકાણકારોના પ્રોફિટ બુકિંગ વચ્ચે સેન્સેક્સ ૫૫૪ પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૮,૧૨૦ની નીચે ધસી ગયો હતો. બીએસઇની માર્કેટ કેપમાં ૩.૭૮ લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.
વૈશ્ર્વિક બજારોમાં વ્યાપક વેચવાલીના વાવદ વચ્ચે સ્થાનિક બજારનું સેન્ટિમેન્ટ ઘવાયું હતું ખાસ કરીને રિઅલ્ટી, ઓટો અને મેટલ શેરોમાં મોટું ધોવાણ નોંધાયું હતું. જોકે, સ્મલો કેપ અને મિટકેપ શેરોમાં ચમકારો જોવા મળ્યો હતો. દરમિયાન, નિફ્ટીએ બેરીશ ચિત્ર રજૂ કર્યું હોવાથી ટેક્નિકલ એનાલિસ્ટ્સ એવી આગાહી કરી રહ્યાં છે કે આગામી દિવસોમાં પણ બેન્માચર્ક વધુ નીચી સપાટીએ સરકી શકે છે.
સેન્સેક્સના શેરોમાં ચાર ટકાના કડાકા સાથે મારુતિ સુધીકી ટોપ લૂઝર બન્યો હતો અન્ય ગબડનારા શેરોમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ટાટા સ્ટીલ, ઇન્ડસિઇન્ડ બેન્ક અને એલએન્ડટીનો સમાવેશ હતો. એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, કોટક બેન્ક, ડો. રેડીઝ લેબ અને ટાઇટમ તથા નેસ્લે ઇન્ડિયા ટોપ ગેઇનર રહ્યાં હતાં.
મંગળવારના સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને બંધ થયા છે. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં લેવાલીનો સળવળાટ જળવાઇ રહેતા તેમાં સુધારો જોવા મળ્યો હતો. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૨.૨૦ ટકા ઘટીને બંધ થયો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૨.૦૬ ટકાનો ઘટાડો નોંધાયોે છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૯૨ ટકા નબળાઈની સાથે બંધ થયો છે. સત્રના અંતમાં સેન્સેક્સ ૫૫૪.૦૫ પોઇન્ટ એટલે કે ૦.૯૦ ટકાના ઘટાડાની સાથે ૬૦૭૫૪.૮૬ પોઇન્ટના સ્તર પર, જ્યારે નિફ્ટી ૧૯૫.૭૦ પોઇન્ટ એટલે કે ૧.૦૭ ટકા તૂટીને ૧૮,૧૧૩.૦૫ પોઇન્ટના સ્તરે પહોંચ્યો છે. ઑટો, ફાર્મા, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ ૦.૧૦-૨.૬૧ ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી ૦.૦૨ ટકાની ઘટાડાની સાથે ૩૮,૨૧૦.૩૦ ના સ્તર પર બંધ થયા છે. મિડકેપ શેરોમાં અપોલો હોસ્પિટલ, અદાણી પાવર, એસીસી, રેમ્કો સિમેન્ટ્સ અને બીએચઈએલ ૫.૦૧-૫.૯૬ સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં એબીબી ઈન્ડિયા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, પીએન્ડજી, ૩એમ ઈન્ડિયા અને કોલગેટ ૦.૧૫-૨.૨૬ ટકા સુધી ઉછળો છે. સ્મોલોકપ શેરોમાં ટીએઈએલ, દિલિપ બિલ્ડકોન, શક્તિ પંપ્સ, એચએફસીએલ અને ગુજ મિનરલ ૭.૦૯-૧૬.૪૩ ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં હેમિસફેર, પીટીસી ઈન્ડિયા, કેલ્ટોન ટેક, ટિનપ્લેટ અને ખેતાન કેમિકલ્સ ૮.૭૦-૧૨.૨૮ ટકા સુધી ઉછળ્યા છે.