પ્રજાસત્તાક દિન પરેડની તૈયારી

નવી દિલ્હીમાં કડકડતી ઠંડીમાં જાંબાઝ સ્પેશિયલ ફોર્સિસ કમાન્ડોએ રિપબ્લિક ડેની પૂર્વ તૈયારીરૂપે સોમવારે રિહર્સલ કર્યું હતું. ભારતને આઝાદી ૧૯૪૭માં મળી હતી, પરંતુ દેશનું બંધારણ ૨૬મી જાન્યુઆરી,૧૯૫૦ના દિવસે અમલમાં આવ્યું હતું. ત્યારથી દેશ ખરા અર્થમાં પ્રજાસત્તાક બન્યો હતો. આ વર્ષે પ્રજાસત્તાક દિવસને આઝાદીના અમૃત મહોત્સવના એક ભાગરૂપે પણ ઉજવવામાં આવશે. (એજન્સી)