નિયોકોવ વાઇરસ ભવિષ્યમાં માનવજાત માટે જોખમ ઊભું કરી શકે: વૈજ્ઞાનિકોની ચેતવણી
બીજિંગ: નિયોકોવ નામના કોરોના વાઇરસનો એક પ્રકાર ભવિષ્યમાં વધુ મ્યુટેટ (પરિવર્તન) થશે તો માનવજાત સામે જોખમ ઊભું થઇ શકે છે તેવી ચેતવણી ચીનના સંશોધનકારોએ આપી છે. દક્ષિણ આફ્રિકાના ચામાચીડિયાઓમાં નિયોકોવ વાઇરસ મળી આવ્યો છે. ચીનના સંશોધનકારો તેમના અભ્યાસપત્રમાં કહે છે કે નિયોકોવ મિડલ ઇસ્ટ રેસ્પીરેટી સિન્ડ્રોમ (એમઇઆરએસ) સાથે સંકળાયેલો છે. આ રોગની સૌપ્રથમ ૨૦૧૨માં સાઉદી અરેબિયામાં ઓળખ થઇ હતી. ચાઇનીઝ અકાડેમી ઑફ સાયકિસસ અને વુહાન યુનિવર્સિટીના સંશોધનકારોએ કહ્યું છે કે દક્ષિણ આફ્રિકાના ચામાચીડિયાઓના નિયોકોવ વાઇરસ ઝડપભેર ફેલાઇ રહ્યા છે. નિયોકોવ હાલના સ્વરૂપમાં માનવજાતને સંક્રમિત કરતો નથી, પણ ભવિષ્યમાં ‘મ્યુટેટ’ થશે તો માનવજાત સામે જોખમ ઊભું થઇ શકે છે.