ઓમાઈક્રોનના દર્દીમાં રોગપ્રતિકારક અસરનો અભાવ
ફક્ત ડેલ્ટા વેરિયેન્ટમાં જોવા મળે છે સાયટોકાઈન સ્ટોર્મ
મુંબઈ: સાયટોકાઈન સ્ટોર્મ એક ગંભીર રોગપ્રતિકારક પ્રતિક્રિયા જે સાતથી આઠ દિવસ પછી ઘણા ડેલ્ટા દર્દીઓમાં જોવા મળે છે, અંધેરીની એક હોસ્પિટલમાં સારવાર કરાયેલ ઓમાઈક્રોનના એક પણ કેસમાં નોંધવામાં આવ્યો નથી. નાગરિક સંચાલિત હોસ્પિટલે નવા પ્રકારના ૧૨૫થી વધુ પુષ્ટિ થયેલા કેસોની સારવાર કરી છે, જે શહેરમાં સૌથી વધુ છે.
હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું કે એક પણ દર્દીને ઓક્સિજન અથવા કોઈપણ બિન-આક્રમક વેન્ટિલેટરની જરૂર પડી નથી. એક પણ કેસમાં સીઆરપી જેવા બળતરા માર્કર્સમાં તબીબી રીતે નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. અમે સાયટોકાઇન સ્ટોર્મનો એક પણ કેસ જોયો નથી. આવા દર્દીઓ ગંભીર બની જાય છે અને તેમને ઓક્સિજન અને અન્ય સઘન સારવારની જરૂર પડે છે. જેમ કે આ વસ્તુ અમે ડેલ્ટા લહેર દરમિયાન અનુભવી હતી.
વૈશ્વિક સ્તરે એવા પુરાવા મળ્યા છે કે ઓમાઈક્રોન મોટા ભાગે ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે અને ફેંફસાં પર સીધો હુમલો કરતું નથી. દર્દીઓએ ઓમાઈક્રોન દર્દીઓમાં મોટા પ્રમાણમાં ફેંફસાંમાં કોઇ અસર જોવા મળી નહોતી, એવું એક ડોક્ટરે જણાવ્યું હતું. સૌથી વધુ એચઆરસીટી સ્કેન સ્કોર ૨૫માંથી ૫ અથવા ૬નો હતો. થોડા દિવસો અથવા કેટલીક અંતર્ગત સહ-રોગી પરિસ્થિતિઓ હતી, એવું ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું. મોટા ભાગના ફેંફસાના જખમ ટૂંક સમયમાં અને ભારે હસ્તક્ષેપ વિના ઉકેલાઈ જાય છે.
શું ચિકિત્સકો લક્ષણો જોઈને કહી શકે છે કે દર્દીને ડેલ્ટા અથવા ઓમાઈક્રોન વેરિયન્ટ છે? ના, તે અસંભવિત છે. આ રોગ સામાન્ય રીતે ગળાના દુખાવા અથવા તાવથી શરૂ થાય છે, પછી શરીરના દુખાવામાં આગળ વધે છે. તાવ ઓછો થવાનું શરૂ થાય તે પહેલાં સામાન્ય રીતે ૨-૩ દિવસ સુધી વધે છે, એવું અન્ય એક ડોક્ટરે કહ્યું હતું.
હોસ્પિટલમાં ૧૨૫ પુષ્ટિ થયેલા કેસોમાંથી ૧૧૯ને રજા આપવામાં આવી હતી અને છને ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કેસો હવે ઓમાઈક્રોન અથવા ડેલ્ટા તરીકે અલગ નથી અને લક્ષણોની રીતે સારવાર કરવામાં આવે છે.
જો કે, આમાંના મોટા ભાગના દર્દીઓને સંપૂર્ણ અથવા આંશિક રીતે રસી આપવામાં આવી હતી. ડેટા દર્શાવે છે કે ૭૪ ટકાને બંને ડોઝ સાથે રસી આપવામાં આવી હતી, જેમાં આઠ દર્દીઓનો સમાવેશ થાય છે જેમણે બુસ્ટર શોટ લીધા હતા, ૧૩ ટકાને આંશિક રીતે રસી આપવામાં આવી હતી અને લગભગ ૧૨ ટકા બિન-રસી કરવામાં આવી હતી. છ દર્દીઓની રસીકરણની સ્થિતિ અજાણ હતી.