... આખરે કિંગ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ પણ છોડી

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી જીતવાનું ભારતનું સપનુ ચકનાચૂર થતાં વિરાટ કોહલીની મુશ્કેલીમાં વધારો થયો છે. ટી-20ની કેપ્ટનશિપ છોડી દીધા બાદ બીસીસીઆઈએ વિરાટ પાસેથી વનડેની કેપ્ટનશિપ લઈ લીધી હતી. ત્યારબાદ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. હવે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતની હાર થતાં વિરાટની ટેસ્ટ કેપ્ટનશિપ છોડી હોવાનું જાણવા મળ્યું હતું. વિરાટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગે ઈમોશનલ પોસ્ટ લખી હતી.
Cricketer Virat Kohli steps down as India Test captain pic.twitter.com/BM0Dfktg2B
— ANI (@ANI) January 15, 2022
નોંધનીય છે કે એક તરફ વિરાટ છેલ્લા બે વર્ષથી બેટથી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે ત્યારે હવે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવામાં પણ નિષ્ફળતા મળી છે. આ પદ માટે સૌથી મોટા દાવેદાર રોહિત શર્મા બની શકે છે, પરંતુ BCCI દરેક ફોર્મેટ માટે અલગ કેપ્ટન ઈચ્છે છે અને આવી સ્થિતિમાં વિરાટની જગ્યાએ 29 વર્ષીય કેએલ રાહુલને આગામી કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
રાહુલે હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું. રાહુલ મુશ્કેલીઓથી ડરતો નથી અને સાથે સાથે કેપ્ટન્સી પણ તેની બેટિંગ પર અસર કરતી નથી, એવું બીસીસીઆઈનું માનવું છે. મહત્વનુ છે કે ભારત આજ સુધી દક્ષિણ આફ્રિકાની ધરતી પર એક પણ ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી.
વિરાટની ગેરહાજરીમાં કેએલ રાહુલની કેપ્ટનશિપે બધાના દિલ જીતી લીધા હતા. રોહિતના ODI શ્રેણીમાંથી બહાર થયા પછી, BCCIએ કેએલ રાહુલને કેપ્ટન્સી સોંપી અને સ્પષ્ટ કર્યું કે તે પણ કેપ્ટનશિપ કરી શકે છે. કેપ્ટન્સી માટે બીજો દાવેદાર રોહિત પણ છે, પરંતુ રોહિત શર્માને કેપ્ટન્સી બીસીસીઆઇ સોંપશે નહી કારણ કે કારણ કે રોહિતની ઉંમર હાલ 34 વર્ષની છે. આ ઉંમર સુધીમાં, મોટાભાગના ખેલાડીઓ રમતમાંથી નિવૃત્તિ લેવાની યોજના બનાવે છે. આવી સ્થિતિમાં, રોહિત લાંબા સમય સુધી કેપ્ટનશીપ સંભાળી શકશે નહીં અને બોર્ડ તેને સોંપવાનું જોખમ લેવા માંગશે નહીં. જોકે, બીસીસીઆઈએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હવે બાકીના બોર્ડની જેમ અલગ ફોર્મેટનો એક અલગ કેપ્ટન ઈચ્છે છે.