રાશિ અનુસાર રાખશો આ વસ્તુઓ તો નસીબ ઉઘડી જશે

દુનિયાનો દરેક માણસ સુખ-શાંતિ તથા આર્થિક રીતે સધ્ધર થાય એવી ઈચ્છા સેવે છે, જેના માટે તે તનતોડ મહેનત કરે છે, પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે સખત મહેનત કરવા છતાં સફળતા મળતી નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તથા રાશિ માટે એક વિશેષ બિંદુ હોય છે. આ જ બિંદુથી રાશિ તથા ગ્રહ નિયંત્રિત થાય છે. સાફ શબ્દોમાં સમજીએ તો આ બિંદુને એ રાશિનાં ભાગ્યની ચાવી કહેવામાં આવે છે. દરેક રાશિ માટે આ ચાવી કોઈને કોઈ વિશેષ વસ્તુ હોય છે, જેને જો તમે પોતાની પાસે રાખો છો તો આર્થિક સમસ્યાઓથી છૂટકારો થાય છે અને જીવનમાં આર્થિક તંગી પણ અનુભવાતી નથી. તો ચાલો જાણીએ જ્યોતિષશાસ્ત્રમાં કયા ગ્રહના લોકોને પોતાની સાથે કઈ વસ્તુ રાખવી જોઈએ, જેથી તેમના નસીબ ચમકી જાય.
મેષ (Aries): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે તાંબાનો સૂર્ય રાખવો જોઈએ.
વૃષભ (Taurus): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે સફેદ રંગનો શંખ રાખવો જોઈએ.
મિથુન (Taurus): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે લીલાં રંગના ગણેશજીની મૂર્તિ રાખવી જોઈએ.
કર્ક(Cancer): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે સફેદ રંગનો ક્રિસ્ટલ બોલ રાખવો જોઈએ.
સિંહ (Leo): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે લાલ કપડામાં તાંબાનાં સિક્કા બાંધીને રાખવા જેથી નિશ્ચિત લાભ થશે.
કન્યા (Virgo): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે કાંસાની મૂર્તિ રાખવી જોઈએ, એ જેની પણ હશે, ફળ તો શુભ જ મળશે.
તુલા(Libra): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે શ્રીયંત્ર રાખવું જોઈએ.
વૃશ્ચિત(Scorpio): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે નાનો કે મોટો તાંબાનો લોટો અથવા કળશ રાખવો જોઈએ.
ધનુ(Sagittarius): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે પીતળના સિક્કાઓ રાખવા જોઈએ. આ સિક્કાઓની સંખ્યા એક કે બે પણ હોઈ શકે છે.
મકર (Capricorn): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે ઘોડાની નાળ રાખવી જોઈએ.
કુંભ (Aquarius): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે સુગંધિત અથવા લાકડીની બનેલી અગરબત્તી રાખવી જોઈએ.
મીન(Pisces): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે કાચનાં પાત્રમાં થોડું ગંગાજળ ભરીને રાખવું જોઈએ.
સાવચેતી રાખવા જેવી બાબતો
આ વસ્તુઓને પોતાના કાર્યસ્થળ અથવા પૂજાસ્થળ પર રાખવી જોઈએ.
આ વસ્તુઓનાં પ્રયોગ પહેલાં તેને ગંગાજળથી શુદ્ધ કરવી જોઈએ.
આ વસ્તુઓનું સ્થાન વારંવાર બદલવું નહિ.
ભાગ્ય સુધારવાવાળી આ વસ્તુઓને એક થી બે વર્ષ પોતાની પાસે રાખો, ત્યાર બાદ તેને બદલી દો.