જેકલીન ફર્નાન્ડિસનો લવ બાઇટવાળો પ્રાઇવેટ ફોટો થયો લીક, અભિનેત્રીએ કહ્યું...

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના તાજેતરના અફેરને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેની એક તસવીર પણ વાયરલ થઈ હતી, જેમાં સુકેશ ચંદ્રશેખર તેને કિસ કરી રહ્યો છે. આ તસવીરમાં જેકલીન ફર્નાન્ડિસના ગળા પર લવ બાઇટ પણ જોવા મળ્યાં હતા. હવે આને લઇને જેકલીને સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન જાહેર કર્યું છે.
જેકલીને ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું હતું કે 'આ દેશના લોકોએ હંમેશાં મને પ્રેમ અને આદર આપ્યો છે, તેમાં મારા મીડિયાના મિત્રો પણ શામેલ છે જેમની પાસેથી મેં ઘણું શીખ્યું છે. હું અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છું, તેથી હું મારા તમામ મીડિયા મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે તેઓ મારી કોઈ પણ તસવીર આ રીતે સકર્યુલેટ ન કરે, જે પ્રાઇવેટ છે અને મારી પ્રાઇવેસીમાં દખલ દે. તમે તમારા કોઈ પરિવાર અથવા નજીકના લોકો સાથે આવુ નહીં કરતા હોવ એટલે હું આશા રાખુ છું કે તમે મારી સાથે પણ આવુ નહીં કરો. આશા છે કે ન્યાય મળશે. આભાર.
વાસ્તવમાં ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીન સાથેની એક ખાનગી તસવીર લીક થઈ હતી. આ તસવીરમાં સુકેશ જેકલીનને કિસ કરતો જોવા મળ્યો હતો. સાથે જ જેકલીનના ગળા પર લવ બાઇટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. અભિનેત્રીએ તસવીરમાં પ્રિન્ટેડ ટોપ પહેર્યું હતું. આ પહેલા પણ જેકલીન અને સુકેશની તસવીર વાયરલ થઈ હતી. તસવીરમાં જેકલીન અને સુકેશ મિરર સેલ્ફી લેતા હતા. તસવીરમાં જેકલીન સુકેશને કિસ કરતી જોવા મળી હતી.