આ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો ભારે, રાખજો સાવધાની નહીં તો થશે પરેશાની

શનિ પોતાની રાશિમાં અસ્ત થાય તો જ્યોતિષશાસ્ત્ર મુજબ ખૂબ અશુભ ગણાય છે અને કેટલીક રાશિવાળા લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તેથી શનિના ઉદય સુધી મેષ રાશિના જાતકોએ ખૂબ સંતર્ક રહેવુ પડશે.
મેષ રાશિનો સ્વામી મંગળ છે અને શનિ-મંગળ વચ્ચે શત્રુતા છે. એવામાં અસ્ત શનિ આ રાશિના લોકોને આગામી 1 મહિના સુધી ખાસ્સા પરેશાન કરી શકે છે. વર્કપ્લેસ પર પોતાની છબિને લઇને સાવધાન રહો. તણાવથી દૂર રહો.
કર્ક રાશિના જાતકો માટે અત્યારે આરોગ્ય અને કારકિર્દી પર મુશ્કેલી આવશે. ખાસ કરીને નોકરી કરનારા લોકો આ દરમ્યાન થોડુ સાવધ રહે. નહીંતર મુશ્કેલીનો સામનો કરવો પડશે.
મિથુન રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવુ અશુભ છે. કારણકે આ રાશિ પર અત્યારે શનિની સાડાસાતી ચાલી રહી છે. તેથી આ રાશિના જાતકોએ શનિ અસ્ત રહે તે દરમ્યાન થોડો સંભાળીને વ્યવહાર કરવો જોઈએ.
કન્યા રાશિના લોકોને આ સમયે કામમાં અવરોધ આવશે. વર્કપ્લેસ પર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મહેનતનું ફળ નહીં મળવાથી પરેશાન રહેશે. આરોગ્યનું પણ ધ્યાન રાખો.
તુલા રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવુ માનહાનિનું કારણ બની શકે છે. ખાસ કરીને વર્કપ્લેસ પર પોતાની ઈમેજને લઇને સંતર્ક રહો. પોતાનું કામ પૂર્ણ કરવા માટે તમારે વધુ પરિશ્રમ કરવો પડી શકે છે. પરિવારમાં મતભેદ પણ થઇ શકે છે.