Home Remedies! આવી રીતે ઘરે જ બનાવો હેર રિમુવલ ક્રીમ

છોકરા હોય કે છોકરીઓ બંને શરીર પરના અનિચ્છીત વાળ હટાવવા ભાતભાતની ટ્રીટમેન્ટ કરાવે છે. હાથ, પગ, મોઢું, પેટ, કમર સહિત શરીરના તમામ ભાગોમાંથી વાળ દૂર કરવા ખૂબ મુશ્કેલ અને પીડાદાયક હોય છે. આ માટે પાર્લરમાં અનેક ખર્ચાઓ કરીને અને મોંઘા પ્રોડક્ટ્સ વાપરીને લોકો આવા વાળથી છૂટકારો મેળવચતા હોય છે. મોટા ભાગે લોકો વેક્સિંગ અને થ્રેડિંગની મદદ લે છે, જે પીડાદાયક હોય છે. ઘણી વખત આ અનવોન્ટેડ હેર રિમૂવલ ટ્રીટમેન્ટને કારણે ત્વચા પર બળતરા અને રેશિસ થવા લાગે છે, જે સ્કીન માટે નુકસાનકારક સાબિત થાય છે. ઘરે બેઠા સરળતાથી હેર રિમુવલ ટ્રીટમેન્ટ તમે કરી શકો છો. જી હા, અમે એક ઘરેલું ઉપાય જણાવીશું, જેને લીધે તમને ફાયદો થશે.
હેર રિમૂવલ ક્રીમ બનાવવાની રીત
ચણાનો લોટ – 2 ચમચી
દૂધ – 4થી 5 ચમચી
સફેદ ટૂથપેસ્ટ – 1 ચમચી
સૌ પ્રથમ ચણાનો લોટ અને સફેટ ટૂથપેસ્ટને આપેલા પ્રમાણમાં મિક્સ કરો. હવે તેમાં દૂધ ભેળવી પેસ્ટ તૈયાર કરી લો. જો પેસ્ટ વધુ કઠણ બને તો તેમાં થોડું વધુ દૂધ મિક્સ કરી શકો છો.
ઘરે બનાવેલી હેર રીમૂવલ ક્રીમને તમારે જે ભાગમાંથી વાળ દૂર કરવા છે તે ભાગ પર લગાવો અને તેને સૂકાવા દો. ત્યાર બાદ રૂની મદદથી વાળને વિરુદ્ધ દિશામાં ઘસો. રબિંગ હળવા હાથેથી કરવી અને સામાન્ય પાણીથી સાફ કરી લો. ત્યારબાદ ત્વચા પર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.