પબના બાથરૂમમાં ઈન્ટીમેટ થવાનું ભારે પડ્યું! એક ભૂલને કારણે થયું મોટું નુકસાન

ઘણી વાર લોકો સાર્વજનિક સ્થળો પર તમામ હદો વટાવી દે છે, જેનું પરિણામ તેમને ભોગવવું પડે છે. આવી જ એક ઘટના અમેરિકાના ફ્લોરિડામાં બની હતી, જ્યાં એક મહિલાને પબના ટોઇલેટમાં સેક્સ માણવું ભારે પડ્યું હતું. દરમિયાન ત્યાં લાગેલી સિંક પણ તોડી નાખી હતી અને પબના માલિકને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી અને તેના પર લગભગ 40 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
ધરપકડ માટે આપવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે પબમાં આ પ્રકારનું કૃત્ય કર્યા પછી મહિલા અને તેના મિત્રને તરત જ બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમજ મહિલાએ પહેલા એવું બહાનું કાઢ્યું હતું કે બાથરૂમની સિંક અન્ય કોઈ કારણોસર તૂટી ગઈ હશે.
જોકે, બાદમાં પોલીસને આપેલા નિવેદનમાં મહિલાએ કબૂલાત કરી હતી કે બાથરૂમની અંદર તે તેના મિત્ર સાથે ઈન્ટીમેટ થઈ હતી અને આ દરમિયાન સિંક તૂટી ગયો હતો. મહિલાએ તેના મિત્ર વિશે વિગતો આપવાનો ઇનકાર કર્યો છે જે તેની સાથે બાથરૂમમાં સેક્સ માણી રહ્યો હતો. ફ્લોરિડાના લોકો ખૂબ જ રોમેન્ટિક માનવામાં આવે છે અને ત્યાં આવી ઘટનાઓ બનવી સામાન્ય મનાય છે. તાજેતરમાં જ એક કપલ પોલીસની વેનમાં સેક્સ માણતા ઝડપાયું હતું.