ટીસીએસમાં ₹ ૪૫૦૦ના ભાવે બાયબેક
મુંબઇ: ટીસીએસે શેરદીઠ રૂ. ૪,૫૦૦ના ભાવે રૂ. ૧૮,૦૦૦ કરોડના બાયબેકની જાહેરાત કરી છે. એ જ સાથે કંપનીએ શેરદીઠ રૂ. ૭નું ડિવિડંડ પણ જાહેર કર્યું છે. ડિસેમ્બર ક્વાર્ટરના નાણાકીય પરિણામમાં ડોલરના ધોરણે કંપનીએ રેવન્યૂ ૨૫ અબજ ડોલરની રેવેન્યુ નોંધાવી છે. કંપનીએ ૧૦૦ મિલિયન ડોલરની કેટેગરીમાં ૫૮ ક્લાયન્ટ અને ૫૦ મિલિયન ડોલર કેટેગરીમાં ૧૧૮ ક્લાયન્ટનો ઉમેરો કર્યો છે.
ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામમાં ૧૬.૩ ટકાના વધારા સાથે રૂ. ૪૮,૮૮૫ કરોડની રેવેન્યૂ અને ૨૦ ટકાના નેટ માર્જિન સાથે રૂ. ૯૭૬૯ કરોડના ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે વાર્ષિક તુલનાત્મક સમયગાળામાં ૧૨.૩ ટકાનો વધારો દર્શાવ્યો છે.