ધંધુકામાં યુવાનની હત્યાના વિરોધમાં બોટાદ, રાણપુર બંધ: મુખ્ય સૂત્રધારની અટકાયત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જિલ્લાના ધંધુકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખસોએ કરેલી હત્યાની ઘટનાના પડઘા બોટાદ અને રાણપુરમાં પણ પડ્યા હતા. બોટાદ અને રાણપુરમાં વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કર્યો હતો. ઘટનાને પગલે જિલ્લા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
જ્યારે પોલીસે આ કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીને ઝડપી લીધા હોવાનું ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આજે પિડીત પરીવારની મુલાકાત લીધી હતી અને ઝડપી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ફાયરિંગ વીથ મર્ડર કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ તપાસમાં મૌલાનાની મદદથી બાઇક પર આવીને ફાયરિંગ કરનાર આરોપીઓની તસવીર સામે આવતા ખળભળાટ મચ્યો હતો. જેમાં અમદાવાદ અને મુંબઇના બે મૌલવીઓની પણ સંડોવણી બહાર આવતા પોલીસે બાઇક પર સામે આવેલી તસવીરના બંન્ને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. મૌલાનાના ઈશારે જ કિશન ભરવાડની હત્યા થઈ તેનો પણ ખુલાસો થયો છે. તેમાં મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા હતા. ગઈકાલે પોલીસે બે શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે. જેમણે યુવક પર ફાયરિંગ કરીને હત્યાને અંજામ અપાયો હતો. મુંબઈથી અમદાવાદ દોરી સંચાર થતો હોવાનો ખુલાસો થતાં ખળભળાટ મચ્યો છે.