પાલિકાની બેઠકો વધારવાના વિરોધમાં ભાજપના નગરસેવકોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા
નવી દિલ્હી: મુંબઈ મહાનગરપાલિકામાં વૉર્ડની સંખ્યામાં વધારો કરવાના રાજ્ય સરકારના નોટિફિકેશનને પડકારવા માટે મુંબઈ મનપાના બે નગરસેવકો શુક્રવારે સુપ્રીમ કોર્ટના શરણે ગયા હતા. માર્ચમાં મુદત પૂરી થઈ રહેલી મુંબઈ મનપામાં ઈલેક્ટોરલ વોર્ડની સંખ્યામાં નવ વોર્ડનો વધારો કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ એન. વી. રામન્ના સમક્ષ એડ. સિદ્ધાર્થ ભટનાગરે એવી રજૂઆત કરી હતી કે મુંબઈ મનપાની ચૂંટણી નજીક આવી ગઈ હોવાથી આ કેસની સુનાવણી તાકીદના ધોરણે કરવામાં આવે.
પહેલાં મને બધા બંડલો (કેસની ફાઈલો) જોઈ લેવા દો, એમ ચીફ જસ્ટિસે જણાવ્યું હતું. ત્યારે તેમની સાથે જસ્ટિસ એ. એસ. બોપન્ના અને હિમા કોહલીની ખંડપીઠ હતી.
આ સ્પેશ્યલ લીવ પિટિશન (એસએલપી) મુંબઈ હાઈ કોર્ટના ચુકાદા બાદ આવી છે, જેણે તમારી રીટ પિટિશનને ફગાવી દીધી હતી. આ રિટ પિટિશનમાં રાજ્ય સરકારના વટહુકમને પડકારવામાં આવ્યો હતો, જેમાં મુંબઈ મનપામાં બેઠકોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ પણ કોર્ટને જણાવવામાં આવ્યું હતું. વકીલો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફેબુ્રઆરીમાં મુંબઈ મનપાની ચૂંટણી અપેક્ષિત છે. જેને પગલે ચીફ જસ્ટિસે નોંધ્યું હતું કે આ પહેલાં ફાઈલોનો અભ્યાસ કરવો પડશે. મુંબઈ હાઈ કોર્ટે તાજેતરમાં જ નગરસેવકો અભિજીત સામંત અને રાજશ્રી શિરવાડકરની રાજ્ય સરકારના ૩૦મી નવેમ્બરના વટહુકમને પડકારતી અરજી ફગાવી દીધી હતી. (પીટીઆઈ)ઉ