નાકથી રસીનો બૂસ્ટર ડૉઝ આપવા ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી
નવી દિલ્હી અને હૈદરાબાદ: દેશમાંના દવાના નિયામક - ડ્રગ્સ ક્ધટ્રૉલર જનરલ ઑફ ઇન્ડિયાએ જે લોકોને સિવિયર ઍક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રૉમ કોરોનાવાઇરસ - ટૂની અગાઉ રસી અપાઇ હોય તેઓને નાકથી રસીનો બૂસ્ટર ડૉઝ આપવા માટેની ત્રીજા તબક્કાની ટ્રાયલ (પરીક્ષણ) કરવા ભારત બાયોટેકને મંજૂરી આપી હતી.
ભારતે હૈદરાબાદની આ કંપની દ્વારા વિકસાવાયેલી કોવિડ-૧૯ની નાક દ્વારા આપવા માટેની રસી ‘બીબીવી૧૫૪’ના ઉપયોગને મંજૂરી નથી આપી. જે લોકોએ ૨૦૧૯ના ન્યૂ ડ્રગ્સ ઍન્ડ ક્લિનિકલ ટ્રાયલ્સ રુલ્સ હેઠળ મંજૂર કરાયેલી કોવિડ-૧૯ની રસી લીધી હોય, તેઓને નાકથી રસીનો બૂસ્ટર ડૉઝ આપવા માટેની
ત્રીજા તબક્કાની ટ્રાયલ (પરીક્ષણ) કરવા ડ્રગ્સ ક્ધટ્રૉલર જનરલ ઑફ ઇન્ડિયાએ ૨૭ જાન્યુઆરીએ ભારત બાયોટેકને મંજૂરી આપી હતી.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ પરીક્ષણ દિલ્હીના એઇમ્સ સહિત પાંચ સ્થળે કરાશે.
ભારત બાયોટેકના અધ્યક્ષ કૃષ્ણ ઇલ્લાએ જણાવ્યું હતું કે નાક દ્વારા રસી આપવાનું સરળ છે અને તેના માટે સોય તેમ જ સિરિન્જની જરૂર નથી પડતી. તેને લીધે રસીકરણનો સરેરાશ ખર્ચ પણ ઘટી શકે છે. (એજન્સી)