ટીમના તમામ 20 બેટ્સમેન મેચમાં કેચ આઉટઃ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં વિચિત્ર રેકોર્ડ કરનાર ભારત પ્રથમ દેશ

ટેસ્ટ ક્રિકેટના લાંબા ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ટીમના તમામ 20 બેટ્સમેન મેચમાં કેચ આઉટ થયા હોય.
દ. આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતની બીજી ઇનિંગ્સનો અંત આવ્યો ત્યારે આ વિચિત્ર રેકોર્ડ બન્યો હતો. આ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ભારતની એક પણ વિકેટ એલબીડબલ્યુ કે બોલ્ડમાં પડી ન હતી. બંને ઇનિંગ્સમાં દરેક બેટ્સમેન કેચ આઉટ થયા હતા. ભારતે 57/2 પર તેમનો દાવ ફરી શરૂ કરતા પંતની અણનમ સદી સાથે 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
અગાઉ 19 બેટ્સમેન કેચ આઉટ થયાની પાંચ ઘટનાઓ બની છે. આવું પહેલીવાર 1982/83માં બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડ સામે થયું હતું. પાકિસ્તાનના 2009/10ના પ્રવાસ દરમિયાન સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં પાકના 19 બેટ્સમેન કેચ આઉટ થયા હતા. જ્યારે ઇંગ્લેન્ડની બ્રિસ્બેન ખાતેની 2013/14ની ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ દરમિયાન 19 બેટ્સમેન કેચ આઉટ થયા હતા. દક્ષિણ આફ્રિકાના 19 બેટ્સમેનો પણ 2019/20 માં કેપટાઉનમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં કેચ આઉટ થયા હતા. ભારતના 2010/11ના દ. આફ્રિકાના પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની 19 વિકેટ કેચ આઉટ થવાથી પડી હતી.