Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
જન્મ દિન મુબારક હો

આદિત્ય ચોપરા

આદિત્ય ચોપરા

યશરાજ ફિલ્મ્સના કર્તાહર્તા એટલે કે આદિત્ય ચોપરા. પિતા યશ ચોપરાના અવસાન બાદ આદિત્ય આખો કારોબાર સંભાળી રહ્યો છે. દિગ્દર્શક, નિર્માતા, ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટરની સાથે પિતા, પતિ અને પુત્રની ભૂમિકા પણ સારી રીતે ભજવી રહ્યો છે. ૨૧મી તારીખે તેનો ૪૮મો જન્મદિન આવી રહ્યો છે અને તે પોતાના પરિવાર સાથે વધુ સમય ફાળવવાનો છે તેવું ફિલ્મી કાનાફૂસી દ્વારા જાણવા મળ્યું હતું.

જન્મતારીખ: ૨૧ મે ૧૯૭૧ (૪૮ વર્ષ)

જન્મસ્થળ: મુંબઇ

હુલામણું નામ: આદિ

માતા-પિતા: પામેલા-યશ ચોપરા

ભાઇબહેન: ઉદય

પત્ની: રાની મુખર્જી

સંતાન: અદિરા

હાલ રહેવાનું સ્થળ: અંધેરી, મુંબઇ

ભણતર: ગ્રેજ્યુએટ

વ્યવસાય: ફિલ્મકાર, સ્ક્રીન રાઇટર, ડિસ્ટ્રિબ્યુટર, નિર્માતા, દિગ્દર્શક. પહેલી દિગ્દર્શન કરેલી ફિલ્મ: દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (૧૯૯૫)

અજાણી વાતો

* કરણ જોહર, અભિષેક કપૂર અને આદિત્ય ચોપરા એક જ સ્કૂલમાં અને એક જ ક્લાસમાં ભણ્યા છે. * પાંચ વર્ષના અનુભવ બાદ આદિત્યએ દિગ્દર્શક તરીકે પહેલી વાર ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મમાં કામ કર્યું હતું અને સિનેમાઘરોમાં સુપરહિટ સાબિત થઇ હતી. * આદિત્યનું ૨૧ના આંકડા સાથે ગાઢ કનેક્શન છે. તેની જન્મતારીખ અને તેની પત્ની રાનીની જન્મ તારીખ ૨૧ જ છે અને ૨૧મી એપ્રિલના દિવસે જ તેઓ લગ્નબંધને બંધાયાં હતાં.

--------------------------

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

સિક્યોરિટી ગાર્ડની નોકરી કરીને પોતાનું રળી ખાતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાની મહેનત અને પ્રતિભાથી બૉલીવૂડમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યંુ છે. નવ ભાઇબહેનમાં સૌથી મોટા નવાઝે ઘણી મોટી ફિલ્મોમાં નાના પાત્રો ભજવીને સફળ કલાકાર બની શક્યો છે. ૧૯મી તારીખે તે ૪૫ વર્ષનો થવા જઇ રહ્યો છે અને તેની પાસે હાલની તારીખમાં પણ ફિલ્મોનું કામ હોવાથી નવાઝનો જન્મદિન પણ વ્યસ્ત જ રહેશે.

જન્મતારીખ: ૧૯ મે ૧૯૭૪ (૪૫ વર્ષ)

જન્મસ્થળ: મુઝફ્ફર નગર, ઉત્તર પ્રદેશ

હુલામણું નામ: નવાઝ

માતા-પિતા: મહેરુનીસા-નવાબુદ્દીન સિદ્દીકી

ભાઇબહેન: શમાસ, આયાઝુદ્દીન અને વધુ ચાર ભાઇઓ અને બે બહેન

ભણતર: બેચલર્સ ઓફ સાયન્સ ઇન કેમિસ્ટ્રી

પત્ની: અંજલિે

સંતાન: યાની, શોરા

હાલ રહેવાનું: વર્સોવા, મુંબઇ

મનપસંદ અભિનેત્રી: શ્રીદેવી

મનપસંદ અભિનેતા: અમિતાભ બચ્ચન

મનપસંદ ફરવાનું સ્થળ: જૈસલમેર, રાજસ્થાન

પહેલી ફિલ્મ: સરફરોશ (૧૯૯૯)

વેબ સિરીઝ: સેક્રેડ ગેમ્સ

પ્રખ્યાત ફિલ્મો: ફોટોગ્રાફ, ઠાકરે, ગૅંગ્સ ઓફ વાસેપુર, મોનસૂન શૂટઆઉટ, રામન રાઘવ ૨.૦, મુન્ના માઇકલ, બ્લૅક ફ્રાઇડે, પીપલી લાઇવ, ડેવ ડી, કહાની, પાનસિંહ તોમર, તલાશ, કિક, બદલાપુર, બજરંગી ભાઇજાન, માઝી-ધ માઉન્ટનમેન, ફ્રિકી અલી, હરામખોર, રઇસ, મોમ, બાબુમોશાઇ બંદૂકબાઝ, મન્ટો, મુક્કેબાઝ, જીનીયસ

-------------------------

વીર દાસ (અભિનેતા): ૧૯ મે, ૧૯૭૯

(૩૮ વર્ષ)

-------------------------

અલી ઝફર (અભિનેતા): ૧૮ મે,૧૯૮૦(૩૯ વર્ષ)





આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

H5O0W0P
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com