Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ક્લાઉડ કમ્પ્યુટિંગ: નવા સમયની નવી કારકિર્દી

પ્રાસંગિક-નરેન્દ્ર કુમારનયેઝમાને કી નઇ ફસલની જેમ આજે વિશ્ર્વમાં રોજ નવી નવી ટેક્નોલોજી વિકસતી જાય છે. ઇન્ટરનેટની શરૂઆત થયા પછી તેમાં નવી નવી ટેક્નોલોજીનો ઉદ્ભવ થતો જાય છે. તેનો ઉપયોગ બહુ સરળ અને લાભદાયક હોય છે અને સમગ્ર વિશ્ર્વ તેનાથી એકબીજાની નજીક આવી રહ્યું છે. અત્યારે એક નવી ટેક્નોલોજી ક્લાઉડ કમ્પ્યુટિંગ આવી છે તેની બહુ માગ છે. તેના વિશે જાણીએ.

ક્લાઉડ કમ્પ્યુટિંગમાં ડેટા સંઘરી રાખવાની તેમ જ સુરક્ષિત રાખવાની ગજબની ક્ષમતા છે. તેને ઇન્ટરનેટ દ્વારા ક્યાંયથી અને કોઇપણ સમયે એક્સેસ કરી શકાય છે. આ જ કારણ છે કે આ ટેકનોલૉજીને મોટી સંખ્યામાં કંપનીઓ અપનાવી રહી છે. પરિણામે ક્લાઉડ કમ્પ્યુટિંગ શીખેલા પ્રોફેશનલોની માગ પણ ઝડપથી વધતી જાય છે. આજે ક્લાઉડ કમ્પ્યુટિંગ સહુથી વધુ લોભામણો ઉદ્યોગ છે. આ ક્ષેત્રે અનેક વિકલ્પો છે જેમાં વ્યક્તિને રોજગારની તકો મળી શકે છે, જે સંબંધિત વ્યક્તિની રુચિ અને યોગ્યતા પર નિર્ભર કરે છે. તેમાંથી કેટલાક વિકલ્પ નિમ્ન પ્રકારે છે.

એડમિનિસ્ટ્રેશન (વહીવટ)

ક્લાઉડ એડમિનિસ્ટ્રેશન મુખ્ય ફંક્શન (કાર્ય) છે, જેમાં ક્લાઉડ નેટવર્ક, તેના ઓપરેશન્સ, કોન્ફીગ્યુરેશન્સ, મેનેજમેન્ટ અને મોનિટરિંગની જબરદસ્ત જાણકારીની આવશ્યકતા છે. અનેક કંપનીઓ ડેવઓપ્સ મોડેલનો પ્રયોગ પણ કરે છે. જેમાં એવા વ્યવસાયિકોની જરૂર પડે છે જે તેના કોન્સેપ્ટ્સ અને ટૂલસેટ્સ સંબંધી સારી જાણકારી રાખતા હોય.

આર્કિટેક્ચર

આમાં એન્ટરપ્રાઇઝની વિસ્તૃત ક્લાઉડ કોમ્પ્યુટિંગ યોજના, તેનું પ્લાનિંગ, એપ્લિકેશન ડિઝાઇન, ઇમ્પ્લીમેન્ટેશન અને મેનેજમેન્ટનું નિરીક્ષણ કરવાનું હોય છે. આ ક્ષેત્રે કામ કરનારને બધી લેટેસ્ટ ટેકનોલોજી અને ટ્રેન્ડ્સની જાણકારી હોવી જોઇએ. કંપનીની ક્લાઉડ યોજનામાં શું ચીજો એકદમ ફીટ બેસશે તેની સમીક્ષા કરવાની ક્ષમતા પણ તેનામાં હોવી જોઇએ.

સિક્યોરિટી

સાયબર ગુનાઓના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને કંપનીઓ પોતાના ક્લાઉડ નેટવર્કની સુરક્ષા તેમ જ સલામતીને અધિક મહત્ત્વ આપે છે. આ ક્ષેત્રે કામ કરનારાઓ માટે સારી ટેકનિકલ સ્કિલ્સની સાથે સાથે સલામતીના નિયમોની પણ સારી એવી જાણકારી હોવી જોઇએ. ક્લાઉડ સિક્યોરિટીના નિષ્ણાત બનવા માટે ઔપચારિક ટ્રેનિંગ અને સર્ટિફિકેટ લેવું પડે છે, જેમ કે સર્ટિફાઇડ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ સિક્યોરિટી પ્રોફેશનલ.

એપ્લિકેશન ડેવલપમેન્ટ

આમાં સિક્યોર ક્લાઉડ એપ્લિકેશન્સની ડિઝાઇન્સ ડેવલપ કરવાની હોય છે.

એવા વ્યાવસાયિકોની માગ વધતી જાય છે જે એવી ઍપ્સ બનાવી શકે જે ક્લાઉડમાં રહી શકે.

શૈક્ષણિક યોગ્યતા

ક્લાઉડ કમ્પ્યુટિંગમાં કારકિર્દી બનાવવા માટે એવી શિક્ષાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે જેનાથી ક્લાઉડ કમ્પ્યુટિંગના જ્ઞાનનો પાયો મજબૂત થાય. કેટલીક યોગ્યતા આ ક્ષેત્રમાં જરૂરી છે તેછે બી.ઇ. (આઇ.ટી), કમ્પ્યુટર સાયન્સ, બી.સી.એ., બી.એસ.સી. કે એમ.એસ.સી.

સર્ટિફિકેશન્સ

માત્ર સારી શૈક્ષણિક ડિગ્રી હોવી પૂરતી નથી. ક્લાઉડ કમ્પ્યુટિંગમાં આદર્શ કારકિર્દી હાંસલ કરવા તેને લગતા સર્ટિફિકેટ્સ મેળવવા જરૂરી છે, જેમ કે - એ.ડબ્લ્યુ.એસ સર્ટિફિકેશન્સ, માઇક્રોસોફ્ટ અજૂર સર્ટિફિકેશન, ગૂગલ ક્લાઉડ, પ્લેટફોર્મ ક્લાઉડ એકેડમી, આઇ.બી. એમ. સર્ટિફાઇડ સોલ્યુશન એડવાઇઝર, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, આર્કિટેક્ચર, આઇ.બી.એમ. સર્ટિફાઇડ સોલ્યુશન આર્કિટેક્ટ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વી.એમ.વેયર સર્ટિફાઇડ પ્રોફેશનલ, સર્ટિફાઇડ ક્લાઉડ પ્રોફેશનલ વિગેરે.

વર્ક પ્રોફાઇલ

આ ક્ષેત્રમાં તમેક્લાઉડ આર્કિટેક્ટ, ક્લાઉડ સોફ્ટવૅર એન્જિનિયર, ક્લાઉડ સિક્યોરિટી એક્સપર્ટ, ક્લાઉડ ક્ધસલ્ટન્ટ વિગેરે બની શકો છો.

ક્લાઉડ કમ્પ્યુટિંગનું ભવિષ્ય

એમાં કોઇ બેમત નથી કે ક્લાઉડ કમ્પ્યુટિંગના ક્ષેત્રમાં ભવિષ્ય બહેતર છે, કારણ કે આનો ઉપયોગ આવનારા દિવસોમાં વધતો જ રહેવાનો છે. વધુમાં વધુ કંપનીઓ એ તરફ આગળ વધી રહી છે. એક અનુમાન છે કે ભારતમાં લગભગ ત્રણ લાખ ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્રોફેશનલોની આવશ્યકતા રહેશે. જે યુવાનો આ ક્ષેત્રમાં જવા માગતા હોય તેમના માટે ક્લાઉડ કમ્પ્યુટિંગમાં જવા માટે આ યોગ્ય સમય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3obvKH
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com