Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
મલ્લિકાને મળતી ફિલ્મોમાં દમ નથી હોતો

ગપસપ-ઈશાની પટેલ



હરિયાણાના હિસારથી હૉલીવૂડ સુધીની સફર પાર કરનારી અભિનેત્રી મલ્લિકા શેરાવત શરૂઆતથી જ તેની બોલ્ડનેસ તથા ખુલ્લા નિવેદનો કરવાને કારણે ચર્ચામાં રહી છે. અત્યારે મલ્લિકા ભારતમાં અમેરિકન શૉ ‘ગુડ વાઇફ’ને ભારતીય દર્શકો માટે બનાવવાની તૈયારી કરી રહી છે. અત્યારે તેને બૉલીવૂડમાં ગમતું કામ નથી મળી રહ્યું આથી તે ફિલ્મો હાથમાં નથી લેતી. અહીં તે તેની કારકિર્દી વિશે રસપ્રદ વાતો કરે છે.

ૄતું સાઇરલ ઑક્ઝનફેન્સ સાથે ડેટિંગ કરી રહી છે?

હાસ્ય વેરતા કહે છે, અંગત સવાલો જ શા માટે કરો છો?

ૄ તું સ્ટાર છે. તારા વિશે તારા ચાહકો જાણવા ન માગે?

ના. હું કદાચ બહુ મોટી સ્ટાર નથી. તમે મારા કામ વિશે વાત કરો તે બહુ મહત્ત્વનું છે. હું એક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર છું, જે મહિલાઓ માટે કામ કરે છે. ભારતમાં મહિલાઓની હાલત ખરાબ છે. તેને દરેક સમયે, દરેક જગ્યાએ અને હંમેશાં તેના નાના કપડાથી જજ કરવામાં આવે છે. લોકોને લાગે છે કે નાના કપડા પહેરીને મહિલાઓ બળાત્કારને નિમંત્રણ આપે છે. આ માનસિક્તા હંમેશાંથી છે અને આજે પણ છે.

ૄ તું હવે ફિલ્મો કેમ નથી કરતી?

કેમ કે હું જે પ્રકારની ફિલ્મો અને રોલ કરવા માગું છું મને એવું કામ નથી મળી રહ્યું. મારી પાસે એક જ પ્રકારના ગ્લેમર ગર્લના રોલ જ આવ્યા કરે છે. એવા રોલ બહુ થયા. એક સરખા રોલ કરીને હું ઉબાઇ ગઇ છું. મારી અંદર ગ્લેમર ગર્લ બનવા સિવાય પણ ખૂબીઓ અને સંભાવનાઓ છે. હું એવું નથી કહેતી કે મને લીડ રોલમાં જ લેવામાં આવે. સપોર્ટિંગ રોલ મળશે તો પણ કરીશ. પણ અર્થપૂર્ણ કેરેક્ટર હોવા જોઇએ. હવે મને અમેરિકન શૉ ‘ગુડ વાઇફ’ના રાઇટ્સ મળી ગયા છે અને અત્યારે તે શૉના નિર્માણની તૈયારીમાં લાગેલી છું. તેને હિન્દીમાં બનાવવા માટે ઘણી મહેનત કરી રહી છું. તેની પ્રોસેસ બહુ લાંબી હોય છે. હવે જોકે, બધું સેટ થઇ ગયું છે. હવે હું તેનું શૂટિંગ શરૂ કરીશ. હું તેની વૅબ સિરિઝ બનાવીને રિલીઝ કરીશ.

ૄ વૅબ સિરિઝ પર પણ જો સેન્સર આવી જાય તો તને ગમે?

શું સાચ્ચે જ એવું થવાનું છે? મને તો ખબર નથી. વૅબ મટિરિયલને કેવી રીતે સેન્સર કરી શકાય? મારા માટે તો આ સમાચાર છે. હું જોકે, વૅબ મટિરિયલ પર સેન્સર થાય તેના માટે સહમત નથી. મને લાગે છે કે ફિલ્મનિર્માણમાં નિર્દેશક અનેકલાકાર સેન્સરને કારણે પોતાને એક્સપોઝ નથી કરી શક્તા અને ઇન્ટરનેટ એવી જગ્યા છે જ્યાં તેમને પોતાની કલાકારી દેખાડવાની આઝાદી મળે છે. ઇન્ટરનેટ લોકોની માનસિક્તાને બદલવામાં બહુ જ સહાયક બને છે. મેંપોતે આ બદલાવ જોયો છે. જો સેન્સરની સિસ્ટમ ઇન્ટરનેટ પર પણ આવી જાય તો બહુ ખરાબ પરિસ્થિતિ થાય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6G60L357
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com