Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
રણબીરની કારકિર્દી ખીલી ઊઠી

ફોકસ-નીલમ પુજારા



રાજકુમાર હિરાણી રણબીર કપૂર સાથે બીજી ફિલ્મ પણ કરવાની

તૈયારીમાં છે એટલે રણબીરની કારકિર્દીમાં ચાર ચાંદ લાગી જશે

જકુમાર હિરાણી આજે બોલીવૂડના સફળ અને શ્રેષ્ઠ ડિરેક્ટરોમાંના એક છે. તેમની ફિલ્મો એટલે પરફેક્ટ પટકથા+કલાકારોનો ઉત્તમ અભિનય+અદ્ભુત માવજત એટલે ફિલ્મ સફળ ન થાય તો જ નવાઈ લાગે. સ્ટોરીમાં પણ વૈવિધ્યતા ચીલાચાલુ ફિલ્મ ન હોય. તાજેતરમાં તેમની રજૂ થયેલી ‘સંજુ’ ફિલ્મ પણ હંમેશાંની તેમની ફિલ્મોની જેમ દર્શકો અને વિવેચકો બંનેને બહુ ગમી છે. બોક્સ ઑફિસ પર પણ તે જબરજસ્ત જઈ રહી છે. રિલીઝના પ્રથમ હપ્તામાં જ તે રૂ. ર૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. હવે તે રૂ. ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થવાની નજીક છે. અત્યાર સુધીમાં તેણે રૂ. ર૭૧.૦૮ કરોડની કમાણી (મંગળવાર સુધીમાં) કરી લીધી છે.

આથી ફિલ્મનો હીરો ‘સંજુ’ ઉર્ફે રણબીર કપૂર પણ બહુ ઉત્સાહમાં આવી ગયો છે. તે ઘણા સમયથી એક હિટ ફિલ્મની રાહમાં હતો. હિરાણીએ તે સફળતા તેને અપાવી દીધી. જે રણબીરની ગાડી ફરી પાટા પર ચાલવા લાગશે. ખરું કહીએ તો છેલ્લા ઘણા સમયથી થોડે અંશે ખાસ કરીને કહીએ તો રણબીર રોમાંસમાં ‘સંજુ’ જેવો જ થઈ ગયો હતો. સંજુ જેમ પોતાનું કામ છોડીને અન્ય વાત અને પરિસ્થિતિમાં ફસાઈ ગયો હતો, તેમ તેટલો રણબીર પણ વંઠેલ યુવાનની જેમ તેની દરેક ફિલ્મની હિરોઈનના પ્રેમમાં પડી જાય છે. તેમ કહીએ તો ચાલે. પહેલા દીપિકા પદુકોણના પ્રેમમાં પડ્યો ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મની સફળતા પહેલા જ તેઓ ‘લવ ગેઈમ’ ખેલવા લાગ્યા હતા. પણ બંનેનો અફેર તૂટી ગયા પછી રણબીર ફરી કેટરીના કૈફના પ્રેમમાં પડ્યો અને પછી તો તે તેનામાં જ ડૂબી ગયો હોય તેમ નિષ્ફળતા તેની સામે આવવા લાગી. તે જ સમયે તેની ફિલ્મો નિષ્ફળ જવા લાગી અને તે કેટ પાછળ જ વધારે સમય આપતો હતો, પણ તે પ્રેમ પ્રકરણ પણ ઝડપથી પૂરું થઈ ગયું.

જોકે, તે પછી તે નવરો થઈ ગયો એટલે તેને ખબર પડી કે હવે મારે કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ. આથી ફરી તેને સારી ફિલ્મો મળવા લાગી. ગેમ પછીની પ્રથમ ફિલ્મ ‘સંજુ’એ તેને તારી દીધો. જોકે, તેના પિતા ઋષિ કપૂર તો ઈચ્છે છે કે રણબીર જલદી લગ્ન કરી લે. આથી તેમને રણબીરના આવા પ્રેમપ્રકરણોથી કોઈ અસર નથી થતી. હવે રણબીર ફરી આલિયા ભટ્ટના પ્રેમમાં પડ્યો છે. બંનેના કુટુંબોને તેમના સંબંધોનો વાંધો પણ નથી. આથી લગ્નના બૅન્ડવાજાં વાગે તો નવાઈ નહીં, પણ હવે ‘સંજુ’ પછી રણબીર ભલે એન્જોય પણ માણતો હોય, પણ ખરેખર કારકિર્દીમાં પણ રસ લેવા લાગ્યો છે. ‘સંજુ’ પછી તેને સારી ફિલ્મોની ઓફર મળવા લાગી છે. હિરાણી તેના દરેક હીરો સાથે બે ફિલ્મો તો કરે જ છે અને તે બધી જ બ્લોકબસ્ટર જાય છે. તેથી રણબીર પણ તેમની સાથે બીજી ફિલ્મ કરવા માગે છે. હિરાણી પણ રણબીર સાથે બીજી ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. ‘સંજુ’માં તેમણે રણબીર પાસેથી બેસ્ટ કામ લીધું છે. આથી હવે જો તેઓ તેની સાથે બીજી ફિલ્મ કરશે તો રણબીરના નસીબમાં ચાર ચાંદ લાગી જશે. અત્યારે તે આલિયા ભટ્ટ સાથે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ કરી રહ્યો છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6B35yd
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com