Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
રિતિકને શું થયું છે?

ફિલ્મી બાતેં-આશકા શાહ



પુલિમુરુગન એક મલયાલમ એકશન-એડવેન્ચર ફિલ્મ છે, જેમાં એક યોદ્ધો શિકારી તેના ગામના લોકોને ખાઇ જતા એક ભયંકર ચિત્તાના ક્રોધથી બચાવે છે. તેમાંલીડ રોલમાં હતા એક્ટર મોહનલાલ. હવે બૉલીવૂડમાં પણ આ ફિલ્મની રીમેક બનાવવાની તૈયારી ચાલી રહી છે અને આ તૈયારી કરી રહ્યા છે દિગ્ગજ ફિલ્મસર્જક સંજય લીલા ભણસાલી. સંજય લીલા ભણસાલી તેમની અનોખી ફિલ્મો માટે જાણીતા છે. તેમની ફિલ્મો બહુ ભવ્ય હોય છે. હવે તેઓ આ મલયાલમ ફિલ્મની હિન્દી રીમેક બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આથી કંઇક તો નવા પ્રકારનું ફિલ્મમાં જોવા મળશે. એક એવી ખબર હતી કે તેમાં લીડ રોલ માટે સંજય લીલા ભણસાલીએ રિતિક રોશનની પસંદગી કરી હતી, પણ કહેવાય છે કે રિતિકે સંજયને ફિલ્મ કરવાની ના પાડી દીધી છે.

ભણસાલીની ફિલ્મને ના પાડવા માટે ખરેખર હિંમત જોઇએ. એવું શા માટે થયું તે જોકે, ખબર નથી.

વાસ્તવમાં ભણસાલી ઇચ્છતા હતા કે રિતિક રોશન આ ફિલ્મમાં મોહનલાલે નિભાવેલો રોલ ભજવે અને ફિલ્મ માટે પણ તેમણે રિતિકનો સંપર્ક કર્યો હતો. પણ રિતિકે ના પાડી દીધી. આશ્ર્ચર્યની વાત એ છે કે તેના માટે રિતિકે કોઇ કારણ પણ નથી જણાવ્યું. ભણસાલીને પણ સમજમાં નથી આવતું કે આખરે રિતિકે ના કેમ પાડી. જોકે, હવે તે પોતાની ફિલ્મ માટે બીજો કોઇ હીરો શોધી રહ્યા છે. સલમાન અત્યારે ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે. શાહરુખ પણ ‘ઝીરો’ની તૈયારીમાં લાગેલો છે. આમિર ખાન તેની ‘મહાભારત’ માટે કોઇ ફિલ્મ સાઇન નથી કરી રહ્યો. જોકે, તે હવે કરણ જોહર સાથે એક ફિલ્મ કરવાનો છે ‘ઑશો’. એવામાં એ જોવું દિલચસ્પ બની રહેશે કે આખરે કોણ ફિલ્મમાં લીડ રોલ નિભાવશે? સાથે જ ફિલ્મના નિર્દેશક કોણ હશે તે પણ નક્કી નથી. આમ કરીને જોકે, રિતિકે એક સારી અને સફળ ફિલ્મ ગુમાવી છે. ભણસાલીએ જેમ રણવીરને તાર્યો છે તેમ રિતિકને પણ સારી ફિલ્મની જરૂર છે. જો તે આ ફિલ્મ કરેત તો તેની સફળતાનો સૂર પાછો રેલાઇ જાત. જોકે, તેની પાસે અત્યારે બીજી ફિલ્મો છે, જે તેને સફળતા અપાવશે અને તેની ગાડી ચાલુ રાખશે, પણ ભણસાલીની ફિલ્મ કરવા હીરો તરસતા હોય છે ત્યારે રિતિકે તેમને ના પાડીને એક સારી તક ગુમાવી છે.

રિતિક રોશન બહુ ઓછી ફિલ્મો કરે છે અને તેને ગમે તેવી જ ફિલ્મો કરે છે, ભલે તે પછી હિટ જાય કે ફ્લોપ. આગામી તેની ફિલ્મ છે ‘સુપર થર્ટી’. તેમાં તે ગણિતશાસ્ત્રી આનંદ કુમારનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ આનંદકુમારની બાયોપિક છે. તેમાં રિતિકનું લૂક લોકોને બહુ ગમી રહ્યું છે. આ ફિલ્મમાં રિતિકનો જરા હટકે રોલ છે એટલે દર્શકોને અને ખાસ કરીને યુવા દર્શકોને તે વધારે ગમશે.

તેમાંતેની સાથે હિરોઇન છે ટીવી અભિનેત્રી મૃણાલ ઠાકુર. મૃણાલ તેમાં કથ્થક ડાન્સરનો રોલ કરી રહી છે. તેનામાટે તે બિરજુ મહારાજના શિષ્ય પાસે તાલીમ લઇ રહી છે. ફિલ્મનું ૭૦ ટકા શૂટિંગ પૂરું થઇ ગયું છે. હવે થોડુંક જ શૂટિંગ બાકી છે. જુલાઇના અંતમાં કે ઑગસ્ટની શરૂઆતમાં કેટલાક દૃશ્યો અને એક ગીતના શૂટિંગ સાથે ફિલ્મ પૂરી થઇ જશે.

વિકાસ બહેલ દિગ્દર્શિત આ ફિલ્મ આગામી વર્ષે ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે. તે પછી રિતિક ‘ક્રિષ ફોર’ અને અન્ય ફિલ્મો કરશે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7r752q
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com