Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
લગ્ન કરવા જરૂરી નથી
કવર સ્ટોરી-અગસ્ત્ય પુજારા

બોલીવૂડ બેબી જૅકલિન ફર્નાન્ડિસની ફિલ્મો હવે સફળતાને વરવા લાગી છે અને ‘કિક’, ‘જુડવા ટૂ’ અને ‘હાઉસફૂલ થ્રી’ની સફળતા પછી તેની માગ વધી રહી છે. શૉ િુઝમા આ શ્રીલંકન બ્યુટી ક્વીન જામવા લાગી છે. સલમાન ખાન તેની પડખે છે. બાકી ફિલ્મ સર્જકો પણ તેને લેવા વિચારતા થયા છે. જોઈએ જૅક અહીં તેની સફળતા અને ફિલ્મો વિશે શું કહે છે.

ૄ સલમાન ખાન સાથેની જોડી.

અમારી કેમિસ્ટ્રી બહુ સારી જામે છે. સલમાન મને મારા બોલીવૂડના શરૂઆતના દિવસોથી જાણે છે. બધા લોકોને આની જાણ નથી. મેં ૨૦૦૯માં ‘અલાઉદ્દીન’ સાઈન કરી ત્યારે મને તેણે ક્યાંક જોઈ હતી. તેણે મને ‘લંડન ડ્રીમ્સ’ માટે મળવા બોલાવી હતી. તે પછી હું તેને પાર્ટીઓમાં મળતી હતી. ભૂતકાળમાં તેણે ડેવિડ ધવન, સાજિદ નડિયાદવાલા અને હવે રમેશ તૌરાનીને ‘રેસ થ્રી’ માટે મારા નામનું સૂચન કર્યું હતું અને તે વાતની મને ખબર પણ નથી.

ૄ મહિલા કેન્દ્રિત ફિલ્મોના દૌરમાં તું કમર્શિયલ ફિલ્મો જ કરે છે...

મને ગમે છે તે પ્રકારની ફિલ્મો હું કરું છું. બધા કરે તે પ્રકારની ફિલ્મો હું કરવા નથી માગતી. હું ફકત સારી ફિલ્મો કરવા માગું છું. કમર્શિયલ ફિલ્મો કરવી મને ગમે છે. દર્શકોને મારી ફિલ્મોમાંથી મનોરંજન મળે છે. મને ગમે તેવી જુદા પ્રકારની ફિલ્મ જો મળશે તો તે હું જરૂર કરીશ. હું જે ફિલ્મો કરું છું તે મને ગમે છે.

ૄ તું તારી કારકિર્દીથી ખુશ છે?

હું હંમેશાંથી જીવનમાં કંઈક કરવા માગતી હતી, વણ મેં વિચાર્યું નહોતું કે હું ભારત આવીશ. મારો અહીં પાંચ કે દસ વર્ષ રહેવાનો પ્લાન પણ નહોતો, મને થયું કે લાવ એકાદી ફિલ્મ કરી લઉં. મને ખબર પણ ના પડી કે કેટલો સમય વીતી ગયો. હું મારા કામ પર ધ્યાન આપતી ગઈ. હું ભવિષ્યનું દૂરનું વિચારતી ન હતી. હું ક્યારેય ભૂતકાળમાં પણ ડોકિયું નથી કરતી.

ૄ બોલીવૂડમાં આવીને તું શું શીખી?

તમારે કામ માટે ધીરજ રાખવી પડે. તમારામાં જો ધીરજ વધારે હોય તો તમે ધાર્યું મેળવી શકો છો. ધીરજ ના રાખો તો તમે ભૂલો કરી બેસો છો. તમારે કશું જતું ન કરવું જોઈએ. ફલોપ ફિલ્મોનો સામનો કરવો પડે તો મુશ્કેલી તો પડે જ. તમારી ટીકાઓ પણ સહેવી પડે, પણ તમને સફળતા મળે તો લોકો તમારી આજુબાજુ ઘેરાયેલા રહે છે.

ૄ આઉટસાઈડર તરીકે સફળતા મેળવતા સરળતા લાગી?

સંઘર્ષ તો દરેક જણે કરવો જ પડે. તમે ફિલ્મી કુટુંબના હોવ કે ના હોવ. અંતે તો તમારો ટીકાકાર કે પ્રશંસક તો દર્શક જ હોય છે. હું અહીં પહેલી વાર આવી ત્યારે મને અહીંની રીતરસમ વિશે કંઈ જ ખબર ન હતી. દરેક જણ મને સલાહ આપતું. દરેક જણ કહેતું કે અન્ય લોકો કહે છે તેનાથી વાત તદ્દન જુદી જ હોય છે આથી ઘણી બધી ભૂલો થઈ જાય છે. કોઈ માર્ગદર્શન આપવાવાળું હોય તો મુશ્કેલી નથી આવતી. તમારે જાતે જ બધું શીખવું પડે છે. દર્શકો એવું નથી જોતા કે તમે ફિલ્મી બૅકગ્રાઉન્ડ ધરાવો છો કે નહીં, તમે સારા કલાકાર હોવ તો તેઓ તમને સ્વીકારે છે.

ૄ તને કેવો મનનો માણીગર ગમે?

જરૂરી નથી કે તમારે પૂર્ણ થવા માટે કોઈની જરૂર પડે જ. લગ્ન કરવા શું જરૂરી છે? તમે તમારા મનના માલિક છો, શા માટે હંમેશાં પુરુષો માટે જ વિચારવું પડે? તમારા જીવનમાં કોઈ પુરુષ આવે તો તમે તેની સાથે ડેટિંગ કરો અને પછી લગ્ન કરો અને ન આવે તો પણ ઠીક છે, તેના માટે મોટી ઝંઝટ ન હોવી જોઈએ. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4f3O520
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com