Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ડેલ: ગ્રાહકોને ડાયરેક્ટ માલ વેચાણ પદ્ધતિના પ્રણેતા

સંઘર્ષથી સફળતા-ધનંજય દેસાઈકોઇ પણ માલ-પ્રોડ્કટ ઉત્પાદન સ્થળેથી અંતિમ ગ્રાહકને પહોંચતા વચ્ચે હોલસેલર, રીટેલર, ડિસ્ટ્રિબ્યુટર કે એજન્ટ એમ લાંબી ચેનલ હોવાથી માલ મોંઘો પડે છે. અમેરિકાના મિચેલ ડેલે વર્ષો પહેલા આ ચેનલ વિના ડેલ પર્સનલ કોમ્પ્યુટર સીધા વેચવાની પદ્ધતિ-આઇડિયા અમલમાં મૂક્યો હતો જે ક્લિક થયો હતો.

ડેલ કોમ્પ્યુટર ટૅકનોલૉજીથી આજની પેઢીએ ઘણું શીખવા જેવું છે. આના સ્થાપક કેવો સંઘર્ષ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે ક્રાંતિ લાવી તે વિશે જાણીએ.

સ્કૂલમાં ભણતા ડેલે હૉટેલમાં ડીશ ધોવાના કામથી લઇને શેરોમાં લે-વેચ, અખબારના લવાજમ ઉઘરાવવાનું કામ કરીને એટલી કમાણી કરી કે તેમના શિક્ષક કરતા વધુ આવક કરવા માંડી.

ડૉકટર બનાવવાની પિતાની ઇચ્છા વિરુદ્ધ જઇ તેમણે કૉલેજ ભણતા છોડીને યુવા વયે કોમ્પ્યુટર એસેસરીઝનો બિઝનેસ ફક્ત ૧૦૦૦ ડોલરથી શરૂ કર્યો ને આજે ૧૦૦ અબજ ડોલરની સંપત્તિ બનાવી.

કોમ્પ્યુટરના પાર્ટ્સ છૂટા પાડીને તેને અપગ્રેડ કરીને એસેમ્બલ કર્યા બાદ ગ્રાહકને સીધુ કોમ્પ્યુટર વેચાણ શરૂ કર્યુ. યુવા વયે સીઇઓ બનીને સૌથી વધુ સમય આ પદે રહેવાનો રેકોર્ડ કર્યો. રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટુ રોકાણ કર્યુ છે. વિશ્ર્વની ટોપ પાંચ કોમ્પ્યુટર કંપનીમાં ડેલનો સમાવેશ થાય છે.

મિચેલ ડેલનો જન્મ ૧૯૬૫ના ફેબ્રુઆરીમાં હ્યુસ્ટન-ટેક્સાસમાં જ્યુસીસ પરિવારમાં થયો હતો. સ્કૂલનુ બેઝિક શિક્ષણ લીધા બાદ આગળ ભણવામાં તેમને રસ નહોતો. માતા-પિતાને ખુશ કરવા તેઓ નામ પૂરતા કૉલેજમાં પ્રવેશ્યા હતા.

પિતા શેરદલાલ હતા તેથી શૅરબજારમાં લે-વેચનું કામ જલદીથી શીખી ગયા. સ્કૂલમાં ભણતા જ તેમણે નાના પાયે આવક શરૂ કરી દીધી. પાર્ટ-ટાઇમ જોબ કરીને ૧૨મા વર્ષે હૉટેલમાં ડીશ ધોવાનું કામ પણ કર્યુ. બીજી બાજુ શેરખરીદી અને અન્ય ધાતું સહિત બીજી કૉમોડિટીમાં રોકાણ કરવાનું શરૂ કર્યુ.

સ્કૂલમાં ભણતા જ અખબારના લવાજમ ઉઘરાવવાનું કામ કર્યુ. છૂટી છવાઇ એટલી આવક થવા માંડી કે સ્કૂલમાં ડેલના શિક્ષક કરતા તેમની કમાણી વધારે થઇ. અમૂક સાહસમાં નુકસાન પણ ખમવું પડ્યું.

આ બધુ કામ કરવા છતાં ડેલનું મન જૂદું જ વિચારતું હતું. ૮મા વર્ષે કોમ્પ્યુટર ખરીધ્યું તેની સાથે રમતા-ભણતાં કોમ્પ્યુટરમાં માસ્ટરી મેળવી લીધી. ડેલનું મન ક્રીયેટીવ હતું કંઇક નવું સર્જન કરવા પ્રયાસ કરતા રહ્યા.

૧૯૭૫ આસપાસ જે કોમ્પ્યુટર ઉપલબ્ધ હતા તે ખરીદવાનું શરૂ કર્યુ તે સમયે એપલ કોમ્પ્યુટર બજારમાં હતું તે ઘરે લઇ આવ્યા આજની પેઢીના બાળકોમાં કોઇપણ રમકડા-ઇલેક્ટ્રિક ટોયઝને રમતા-રમતા છૂટા પાડીને જોવાની ઉત્સુકતા હોય છે. મિચેલ ડેલ ૭૦ના દાયકામાં આવી વૃત્તિ ધરાવતા હતા. ૧૨ વર્ષની ઉંમરે તેમણે મેઇલ ઓર્ડર-ટ્રેડિંગ બિઝનેસ શરૂ કર્યો.

એપલ કોમ્પ્યુટર ઘરે લાવીને પહેલા તેને છૂટું પાડીને બધા પાર્ટ્સ અલગ કર્યા અને અભ્યાસ કરતા કે આ બધા પાર્ટ્સ એસેમ્બલ કેવી રીતે થાય છે. નાની ઉંમરથી જ નવું સર્જન કરવાના પ્રયાસ કરવા માંડયા.

ડેલના પિતા તેમને ડૉક્ટર બનાવવા ઇચ્છતા હતા. જોકે, દરેક મા-બાપની ઇચ્છા-અપેક્ષા હોય છે કે તેમનુ સંતાન ડૉક્ટર, વકીલ, સીએ, આર્કિટેક બને. વ્યવસાય કરતા હોય તો તે ઉદ્યોગમાં આગળ વધે તેવું ઇચ્છે છે. ડેલને ભણવામાં રૂચી ઓછી હતી, પરંતુ માઇંડ બિઝનેસનું હતું. તેઓ કોમ્પ્યુટર ક્ષેત્રે આગળ વધવા માગતા હતા.

ડેલના પિતા એક બાજુ ડૉક્ટર બનાવવાના સ્વપ્ન જોતા હતા.હકીકતમા ડેલ જૂદું જ વિચારતા હતા. ૧૯મા વર્ષે ડેલે કૉલેજ છોડી દીધી. ઘરમાં જાણ થતાં તેના પિતા અત્યંત ક્રોધિત થઇ ગયા અને ઘણો ઠપકો આપ્યો. ઘરમાં બધુ શાંત થતાં ડેલે કંપની રજિસ્ટર કરાવી અને ડેલ કોમ્પ્યુટર કોર્પોરેશનની સ્થાપના કરી. ટેકસાસ યુનિવર્સિટી બહાર કોમ્પ્યુટર વેચવાનું શરૂ કર્યુ. ૧૦૦૦ ડોલર પિતા પાસે લઇને કોમ્પ્યુટર એસેસરીઝનો બિઝનેસ શરૂ કર્યો.

લોકલ રીટેલરો પાસેથી આઉટ મૉડેલ (જૂના થયેલા) પર્સનલ કોમ્પ્યુટર ખરીદવા માંડયા તેના પાર્ટ્સ છૂટા પાડીને અપગ્રેડ કરવા માંડ્યા.

પાર્ટ્સને ફરીથી એસેમ્બલ કરીને વેચાણ કરવા માંડ્યા. તેમણે નવો આઇડિયા અમલમાં મૂક્યો જે ક્લિક થઇ ગયો.

પર્સનલ કોમ્પ્યુટર વેચાણમાં વચ્ચે કોઇ મિડલમેન રાખ્યા વિના સીધુ વેચાણ શરૂ કર્યુ. તેનાથી ગ્રાહકોને ઓછી કિંમતે પીસી મળતા થયા. વેચાણમાં ઉછાળો આવતા તેમનો ઉત્સાહ વધ્યો.

કોમ્પ્યુટર પાર્ટ્સ જાતે ખરીદીને પછી એસેમ્બલ કરવા માંડ્યા. વેબ ફોન પર જ વેચાણ કરવા માંડ્યું. ડેલ બ્રાન્ડ ઊભી કરવા તેમણે ૧૫ ટકા ડિસ્કાઉન્ટથી માલ ઓફર કયાર્. રીટેલ ચેનલના બદલે સીધું વેચાણના ઘણા ફાયદા થયા.

૨૭મા વર્ષે ડેલ કંપનીના સીઇઓ બની ગયા. યુવાવયે મોટો હોદ્દો મેળવ્યા બાદ લાંબો સમય સીઇઓ રહેવાનો રેકોર્ડ બનાવ્યો.

ફોર્ચ્યુનની યાદીમાં સૌથી નાની વયે નામ નોંધાવ્યું. આગળ જતા ફોર્બસની અમીર વ્યક્તિની યાદીમાં પણ આવી ગયા. ૩૧મા વર્ષે ડેલે પ્રથમ સર્વર મૂક્યું.

કોમ્પ્યુટર ક્ષેત્રે આગળ વધવાની સાથે તેમણે એમ.એસ.ડી.કેપિટલ કંપની શરૂ કરી જે રોકાણ, ઇક્વિટી કામકાજ અને રિયલ એસ્ટેટનું કામ સંભાળતી થઇ. પિતાને આ ક્ષેત્રમાં રસ હતો તેનો અનુભવ ડેલને કામ આવ્યો. વિશ્ર્વની લગભગ તમામ અમીર વ્યક્તિ મોટું ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કરીને ફક્ત પૈસા કમાવવામાં જ નથી માનતી, પરંતુ પરોપકારી-સામાજિક સેવામાં પણ અમીરી દર્શાવે છે.

૩૪ વર્ષની ઉંમરે ડેલ અને પત્નીએ મળીને મિચેલ ઍન્ડ સુશાન ડેલ ફાઉન્ડેશન સ્થાપ્યું હતું. ફાઉન્ડેશન ફક્ત અમેરિકામા જ નહી, પરંતુ ભારત સહિત અન્ય દેશોમાં શિક્ષણ, આરોગ્ય અને અન્ય સામાજિક સેવા માટે સહાય પૂરી પાડે છે.

બાળ આરોગ્ય સંબંધી અનેક સંગઠનને મદદ કરે છે. હેલ્થકેર રિસર્ચ ઇન્સ્ટીટયૂટ ઉપરાંત મેડિકલ સ્કૂલ ઊભી કરી છે. ભારતમાં નોન-પ્રોફિટ સામાજિક સંસ્થાઓને ડેલનું ફાઉન્ડેશન મદદ કરે છે.

૨૦૧૭માં હરીકેન વાવાઝોડાએ અમેરિકામા ભારે તારાજી કરી હતી તે સમયે રાહત કાર્ય માટે ૩૬૦ લાખ ડોલરની મદદ કરી હતી. વિજ્ઞાન ક્ષેત્રે મહત્ત્વના યોગદાન માટે તેમને ડૉક્ટરની પદવી એનાયત થઇ છે. ડેલ કોમ્પ્યુટર કંપની અમેરિકાની ટોપ પાંચ કંપનીમાં આવે છે. ડેલ એમની કંપનીમાં ઘણો સમય સીઇઓ રહ્યા છે. એક તબક્કે તેમણે સીઇઓ પદ છોડી દીધું હતું, પરંતુ ત્રણ વર્ષ બાદ બોર્ડની વિનંતીના કારણે તેઓ ફરી ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર બન્યા છે.

૨૦૧૮મા મિચેલ ડેલની સંપત્તિ ૧૦૦ અબજ ડોલરની થઇ છે. ડેલ ઇન્ફ.નો વૈશ્ર્વિક માર્કેટમાં ૧૨.૮ ટકાનો હિસ્સો હતો. ડેસ્કટોપ, નોટબુક, કોમ્પ્યુટર સર્વરની નિકાસ ૩૪ ટકાથી વધુ રહી છે. માઇક્રોસોફ્ટની મદદથી ડેલ ઇન્ક. પ્રાઇવેટ કંપની બનાવાય છે. આ કંપનીમાં મિચેલ ડેલનો ૭૫ ટકા હિસ્સો છે. સોફ્ટવેર કંપની ઇ.એમ.સી.ને ડેલે હસ્તગત કરી હતી. હાલ ડેલ.ઇન્ક. વિશ્ર્વની ટોપ પાંચ કોમ્પ્યુટર પૈકી એક છે.

ડેલની વિભિન્ન કંપનીમાં ૫૦ હજાર કર્મચારી સેવા આપી રહ્યા છે, જેમનું ધ્યાન અંગત રીતે તેઓ રાખે છે. તેમણે ભલે કૉલેજ છોડી દીધી, પરંતુ હાલ મોટી યુનિવર્સિટીમાં તેમના લેકચર ગોઠવાય છે.

મિચેલ ડેલે પોતાના અનુભવ પરથી કહ્યુ છે કે તમારે સફળ થવા માટે કૉલેજ ગ્રેજ્યુએટ થવું જરૂરી નથી. જોકે, તેમના વિચારથી મોટાભાગના સહમત થશે નહીં, કારણ કે શિક્ષણ આજના જમાનામાં ઘણું જરૂરી છે. જૂજ વ્યક્તિ ઓછા ભણતર સાથે સફળ થઇ શકે છે

ડેલનું એક ક્વોટ પણ વિચારતા કરી મૂકે એવું છે. તમારાથી ભૂલ થઇ છે અથવા કામ ઓછું કે વધારે પડતું થઇ ગયું છે તો તે માટે તમે પોતાને દોષી નહીં ગણો. કોઇ પણ બાબતમા લઘુતાગ્રંથિ નહીં રાખો.

ડેલે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ભારતમા મોદી સરકાર દ્વારા હાથ ધરાયેલ ડિજિટલ અભિયાન પ્રેરણાદાયી છે તેની પ્રશંસા કરી હતી. પેપરલેસ-કેશલેસ સર્વિસ માટે ભારત જે કરી રહ્યુ છે તેનાથી હું પ્રભાવિત છું.

તેમણે આજની પેઢીને શીખ આપતા કહ્યું હતું કે ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ ડાટાનો વધુ ઉપયોગ નવા જનરેશન માટે મહત્ત્વના છે. ડેલના પત્ની પણ સફળ બિઝનેસવુમન છે. તેમણે ત્રણ ફેશન બ્રાન્ડ શરૂ કરેલી છે. કોમ્પ્યુટર બિઝનેસમાં પણ સહભાગી છે

તેમણે સાઇકલ રેશમા ભાગ લીધેલો છે. એથ્લેટ પણ છે અને મેરેથોનમાં ભાગ લે છે. ડેલ અને તેમની પત્ની વચ્ચે કોઇ અફવા કે વિવાદ નથી, સુખી દંપત્તિ છે આમ મોટા લોકોની સાચી-ખોટી અફવા ફેલાતી રહે છે, પરંતુ તેમાં ડેલ પરિવાર બાકાત છે. સંતાનો સામાજિક સેવામાં સક્રિય છે.

ડેલ માનવ-મશીન પાર્ટનરશીપ માને છે. ડાટા તમારું બળતણ છે. તેના વિના તમારા માં ઊર્જા-શક્તિ આવે નહીં. સોફ્ટવેર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ સોફ્ટવેરની સાથે તમારી જાતને જોડો એમ તેઓ વારંવાર કહે છે. આમ તો નવી ટેક્નોલોજી સારું અને ખરાબ બંને સર્જન કરે છે. ડેલ કૉલેજમાં લેકચર આપતા રહે છે.

તમારી કારકિર્દીમાં પરફેક્ટ તક શોધવામાં કે રાહ જોવામાં એટલો બધો સમય લગાડશો નહીં કે સારી તક ગુમાવી દો એમ તેમણે સલાહ આપી છે, જે લોકો તમને કહે કે તમે કોઇ કામ નહીં કરી શકો તેવા લોકોને

અવગણો.

અન્ય સફળ બિઝનેસમેનની જેમ ડેલે પણ કહ્યુ છે કે નિષ્ફળતાથી ડરો નહીં તેમાંથી બહાર આવો અને તેમાથી શીખ મેળવો. તમારી અને અન્યની ભૂલમાંથી પણ શીખો. કોમ્પ્યુટર વિનાની જિંદગી કલ્પી નહીં શકો. કોમ્પ્યુટર લક્ઝરી આઇટમ નહીં રહેતા હવે અનિવાર્ય સાધન બની ગયું છે.

તેમના જણાવ્યા પ્રમાણે જિંદગીમાં લક્ષ્યાંક-સ્વપ્ન હંમેશાં ઊંચા રાખો. ડેલને પ્રોપર્ટી ખરીદવાનો શોખ કહો કે ક્રેઝ છે ન્યૂ યોર્ક જેવા શહેરમાં તેમણે સૌથી મોંઘું એવું પેન્ટહાઉસ વિક્રમી ઊંચા ભાવે ખરીદ્યું હતું જે એક રેકોર્ડ સોદો હતો. બોસ્ટન, ઓસ્ટિન, ટેક્સાસ, હવાઇમાં મોટી પ્રોપર્ટી ખરીદી હતી. રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ ધરાવે છે. પ્રોપર્ટીની બાજુમાં ખાલી જમીનના પ્લોટ હોય તે પણ ખરીદી લે છે. પ્રોપર્ટી ટૅક્સના જંગી બિલને તેમણે કોર્ટમાં પડકાર્યુ પણ છે.

ડેલ પોતાનું ખાનગી જેટ વિમાન, મોટી નૌકા(યાટ) પણ ધરાવે છે. તે ઉપરાંત તેમને અરેબિયન ઘોડા પાળવાનો શોખ છે. ડેલને રાજકારણમાં પણ ઘણો રસ છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશના અંગત મિત્ર

રહ્યા છે.

જ્યોર્જ બુશ જ્યારે અમેરિકન પ્રમુખની ચૂંટણી લડતા હતા ત્યારે તેમના મુખ્ય પ્રચારક રહ્યા હતા. બુશે તેમના સલાહકાર કાઉન્સિલમાં રાખ્યા હતા. રિપબ્લિક પક્ષના કારણે હાલના પ્રમુખ ટ્રમ્પ સાથે પણ સંબંધ સારા છે. તેમણે ડાયરેક્ટ ફ્રોમ ડેલ નામે પુસ્તક પણ લખ્યું છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

78300U14
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com