Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ઐ ઝિંદગી ગલે લગા લે...

વરણાગી રાજા-દિવ્યાશા દોશીહજી ત્રણ દિવસ પહેલાં મુંબઈકરને આઘાત લાગે તેવા સમાચાર મળ્યા. ભૂતપૂર્વ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના વડા હિમાંશુ રોયએ રિવોલ્વરની ગોળીથી પોતાની જાતને વીંધી નાખી. તેમને ન મળ્યા હોય તે લોકો પણ જાણે છે કે ફિલ્મી હીરોની જેમ બોડી બિલ્ડ કરીને તન-મનથી ફિટ રહેતા. આ સતર્ક પોલીસ ઓફિસરથી ગુનેગારો ડરતા હોય અને ગુનાઓ પુરવાર થતા હોય તે પોલીસ ઓફિસર ૫૪ વરસની ઉંમરે ડિપ્રેશનનો શિકાર બની પોતાને ખતમ કરી નાખે તે માનવું અઘરું લાગે. હિમાંશુ રોયને ૨૦૦૦ની સાલમાં કેન્સર થયું હતું તેને માત આપી તેઓ ફરી કામ પર લાગી ગયા હતા અને આઈપીએલ બુકી જેવા કેસ સોલ્વ કર્યા હતા. ૨૦૧૬ની સાલમાં ફરી કેન્સરે દેખા દીધી તેને બે વરસથી હરાવવાની ઝુંબેશ ચાલુ જ હતી. બધું સુધારા પર હતું ને અચાનક ... કોઈના પણ માન્યામાં ન આવ્યું.

ભલભલા ગુનાઓને ક્રેક કરી શકનાર જાંબાઝ પોલીસમેન પોતાના ડિપ્રેશનને માત ન કરી શક્યો. પહેલી નજરે આ માનવું અઘરું લાગે પણ આવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. મોત આસાન હો ગઈ હોગી તેવું કહી શકાય, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોનો ૨૦૧૫ની સાલનો અભ્યાસ સૂચવે છે કે દરરોજ લગભગ ૬૨ લોકો બીમારીથી કંટાળીને આપઘાત કરે છે. વરસના કુલ આત્મહત્યાના કેસમાંથી ૨૨૦૦૦ આત્મહત્યાઓ બીમારીને લીધે આપઘાત કરનારાઓના હોય છે. પારિવારિક સમસ્યા અને બિઝનેસની સમસ્યા પછી બીજા નંબરે આવે છે બીમારી કે જેની સામે પુરુષો હથિયાર હેઠાં મૂકી દે છે. કોઈને પણ ખ્યાલ આવે એ પહેલાં તો જીવનની બાજી સમેટાઈ જતી હોય છે.

પિસ્તાલીસ વરસ બાદ પ્રૌઢાવસ્થાના અણસારે મિડલાઈફ ક્રાઈસીસ શરૂ થાય. આ દરેક તબક્કે સ્ટ્રેસ એ ડિપ્રેશન તરફનો ધોરી માર્ગ છે. કિશોરાવસ્થા, યુવાવસ્થાના ફેઈલ્યર, ફ્રસ્ટ્રેશન પ્રૌઢાવસ્થામાં તમને તોડી નાખે છે. એટલે મોટાભાગે સ્યુસાઈડ આ અવસ્થામાં વધુ જોવા મળે છે. દુનિયાભરમાં મિડલાઈફ ક્રાઈસીસ દરમિયાન આપઘાત કરનાર પુરુષોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.

બે વરસ પહેલાં એક જર્મન પાઈલટ ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હતી. એ કિસ્સો એટલે યાદ આવે કે તેણે ૧૫૦ વ્યક્તિઓની સાથે પ્લેનને ક્રેશ કર્યું હતું. ડિપ્રેશનની સારવાર હોવા છતાં તેને નાથવું હજી પણ અઘરું છે.

મિડલાઈફ ક્રાઈસીસ ક્યારેક તો ચાલીસમા વરસથી જ કેટલાક પુરુષો અનુભવે છે. પચાસમા વરસે સફળ પુરુષને ડિપ્રેશન નથી આવતું પણ નિષ્ફળતાનો અહેસાસ કે આત્મવિશ્ર્વાસની ઊણપ પુરુષને મિડલાઈફ ક્રાઈસીસમાંથી ડિપ્રેશન તરફ દોરી જઈ શકે છે. સ્ત્રીને સંબંધોની સ્થિરતા સંતોષ આપે છે તો પુરુષને દરેક ક્ષેત્રે સફળતાનો અહેસાસ સંતોષ આપે છે. પછી તેમાં જો ક્યાંક નોકરી જતી રહે કે ધંધામાં ખોટ જાય કે શારીરિક ક્ષમતા ઓછી થઈ જાય કે કોઈપણ જાતની નબળાઈ પણ તે સહન કરી શકતો નથી. પુરુષને દરેક તબક્કે સફળતાનો અહેસાસ કરવો હોય. પોતાના હોવાનું વજૂદ તેને એક જ બાબતમાં લાગે છે કે તે સમાજના ધારાધોરણ મુજબ સફળતાની કસોટી પર પાર ઊતર્યો છે.

ફેઈલ્યોરિટીનો અહેસાસ પુરુષને કોઈપણ તબક્કે તોડી નાખવા સમર્થ છે. ખાસ કરીને પત્ની કે કુટુંબીઓ પણ તેને ફેઈલ્યોર છે, નકામા છે એવાં મહેણાં મારે ત્યારે પરિસ્થિતિ ગંભીર બનતી હોય છે. જોકે હિમાંશુ રોયના જીવનમાં દેખીતી રીતે કેન્સરથી વધુ કશું જ નહોતું. તેઓ છેલ્લા એક વરસથી સીક લીવ પર હતા. શક્ય છે કે એક્ટિવ કોપ માટે કામ વગર બેસી રહેવું અઘરું હોય, અને તેમાં પાછું કેન્સર જેવી બીમારી માટે લેવાતી ટ્રીટમેન્ટ અને દવાઓ પણ મગજને ચકરાવે ચડાવી દેવા માટે કારણભૂત હોઈ શકે. ડૉકટર એ માટે પણ કાઉન્સેલિંગ કરતા હોય છે.

સ્ત્રીઓ સૌથી વધુ આપઘાતના પ્રયત્નો કરતી હોવા છતાં આપઘાતમાં મૃત્યુ પામનાર પુરુષોની સંખ્યા વધુ છે. તેનું કારણ છે કે પુરુષો આપઘાતના વિચાર આવે તો પણ કોઈની સાથે વાતચીત કરવાનું કે જણાવવાનું ટાળે છે અને સીધો આપઘાત કરવાનો પ્રયત્ન જ કરે છે. તેમના પ્રયત્નો પણ હિંસક હશે જેમકે રિવોલ્વરનો ઉપયોગ કરવો કે જ્યાંથી કોઈ બચાવી ન શકે તેવા સ્થળે જઈને કૂદકો મારવો. મોટેભાગે વાતચીતની શક્યતા રહે જ નહીં તે રીતે તેઓ પોતાના મનના બારણાં બંધ રાખે છે. જર્મન એરલાઈન્સના પાઈલટે પણ કેટલીય વિનંતી છતાં કોકપીટનું બારણું ન જ ખોલ્યું ને આપઘાત કર્યો. શક્ય છે કે તે એટલી માનસિક પીડા અનુભવતો હોય કે સારઅસારનું ભાન પણ ભૂલી જ ગયો. માનસિક પીડાઓ પણ ખતરનાક હોઈ શકે છે તે વાત સાચી જ છે.

તાજેતરમાં ઇન્ડસ્ટ્રી એસોસિએશન એસોચેમ દ્વારા થયેલ સંશોધન પ્રમાણે ભારતમાં ૪૨ ટકા ખાનગી કંપનીમાં કામ કરતાં નોકરિયાતો ડિપ્રેશન અથવા તાણને લીધે ઉદ્ભવતા રોગોથી પીડાતા હોય છે. તેનું કારણ છે સ્ટ્રેસનું ઊંચું પ્રમાણ, પોતાની જાતને પુરવાર કરવાની સ્પર્ધાનો ભાર. વરસો પહેલાં શહેર વિશે લખાયેલ ગમનની ગઝલ યાદ આવી ગઈ. સીને મેં જલન, આંખો મેં તુફાન સા ક્યું હૈ.... ઈસ શહરમેં હર શખ્સ પરેશાન ક્યું હૈ... ક્યારેય આપણે શાંતિથી વિચારીએ છે કે આપણે શું કામ દોડી રહ્યા છીએ? રેટ રેસમાં આપણે કશું ય મેળવી રહ્યા છીએ કે બસ ખોઈ રહ્યા છીએ ?! દુર્ઘટનાઓ બને ત્યારે થોડી ચર્ચાઓ કરીએ પણ પછી વળી જીવનની ઘટમાળમાં ખોવાઈ જઈએ. ભૂલી જઈએ જ્યાં સુધી બીજી ઘટના ન બને. આ સંશોધનમાં દિલ્હી પહેલા નંબરે છે તે પછી બેંગલોર, મુંબઈ, અમદાવાદ ચોથા નંબરે પહોંચી ગયું છે. સરકારી ઓફિસોમાં કામ કરતાં લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ નહીંવત્ છે કારણ કે તેમના પર કામનું પ્રેશર એટલું નથી હોતું.

એસોચેમ હેલ્થ કમિટી કાઉન્સિલના ચેરમેન ડૉ. બી.કે રાવનું કહેવું છે કે આત્મવિશ્ર્વાસનો અભાવ, અવાસ્તવિક અપેક્ષાઓ, પોષક આહારની ઊણપને કારણે માનસિક તાણ અનુભવાય છે. વર્કપ્રેશર પણ કિલર બની શકે છે જો તેને યોગ્ય રીતે હેન્ડલ ન કરવામાં આવે.

જે વ્યક્તિ પોતાનો જીવ લેતી હોય છે તે તેના સ્વજનો અને મિત્રોને પારાવાર પીડા જરૂર આપી જાય છે. સ્વજનોને તેને ગુમાવવાનું અને તેને સમજી ન શક્યાની લાગણી જીવનભર પીડતી રહે છે. અને જો કોઈ આર્થિક સમસ્યા હોય તો એનો સામનો પરિવારે એકલે હાથે કરવો પડે છે. વળી પોતાની વ્યક્તિ ગુમાવવાની બેવડી પીડાઓ ભોગવવી પડતી હોય છે તેનો ખ્યાલ આપઘાત કરનાર પુરુષ ક્યારેય વિચારતો નથી, કારણ કે તેની માનસિક સહનશીલતા લગભગ ખતમ થઈ ચૂકી હોય છે. જોકે અમેરિકન કાઉન્સેલિંગ એસોસિયેશન સાથે સંકળાયેલા ડૉ. ડેવિડ કાપ્લન કહે છે કે દુખ લાગવું અને ડિપ્રેશન એ બે એક જ બાબત નથી. દુખ થવું તે લાગણીનો પ્રકાર છે જ્યારે ડિપ્રેશન એ ક્લિનિકલ ટર્મ છે. લોકો હંમેશાં વધુ દુખ લાગવાને ડિપ્રેશન સમજી બેસે છે. તે પણ યોગ્ય નથી. ડિપ્રેશન વ્યક્તિ માટે નાનામાં નાનું કામ પણ જેમ કે પથારીમાંથી ઊભા થવું કે નહાવું સુધ્ધાં પણ પીડાદાયક હોઈ શકે. ડિપ્રેશનમાં વ્યક્તિને જીવનની કોઈપણ ક્રિયામાંથી આનંદ અનુભવાતો નથી એટલે દરેક કાર્ય તેને માટે પીડાદાયક બની રહે છે. એની સારવાર શક્ય છે અને દરેક વ્યક્તિની સમસ્યાઓ જુદી હોઈ શકે. સંબંધો, નોકરી , બીમારી અને પોતાની ક્ષમતા વિશે શંકા વગેરે અનેક કારણો સાથે માન્યતાઓ જોડાયેલી પણ હોઈ શકે. વળી ડિપ્રેશનમાં વ્યક્તિ એટલી નકારાત્મક થઈ જતી હોય છે કે તે બીજા તેને સમજી શકશે તે વિશ્ર્વાસ પણ રાખી નથી શકતી. ડિપ્રેશ પુરુષોની સંખ્યા દિનબદિન વધી રહી છે, આપઘાત વધી રહ્યા છે ત્યારે આપણી આસપાસના પુરુષોની લાગણીઓ સમજી શકવાનો પ્રયત્ન કરીએ. હિમાંશુ રોયએ કોઈની સાથે વાત ન કરી કે કદાચ તેને પણ ડિપ્રેશન હરાવી જશે એની ખબર નહીં હોય. પણ બીજા કેટલાક લોકો ડિપ્રેશનની સારવાર લેતા હોય છે. અથવા વાત કરવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ મોટેભાગે બીજાની હાંસીના પાત્ર બનવું પડતું હોય છે. પુરુષ થઈને બીજા પુરુષની અક્ષમતા કે લાગણીઓની હાંસી ન ઉડાવીએ. તેનાથી પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન તો જરૂર થઈ શકે.

ફેઈલ્યોરિટીનો અહેસાસ પુરુષને કોઈપણ તબક્કે તોડી નાખવા સમર્થ છે. ખાસ કરીને પત્ની કે કુટુંબીઓ પણ તેને ફેઈલ્યોર છે, નકામા છે એવાં મહેણાં મારે ત્યારે પરિસ્થિતિ ગંભીર બનતી

હોય છે.

આપણો મિત્ર કે સ્વજન જો કોઈ રીતે બદલાય તો તેને સમજવાનો પ્રયત્ન કરો. સૌપ્રથમ તેને નકારાત્મક અભિગમમાંથી બહાર કાઢો. સલાહ-સૂચન કે ટીકા નહીં પણ સમજણ અને લાગણીનો અહેસાસ ડિપ્રેશનને અટકાવી શકે છે. બીજાને ઉતારી પાડવું કે ટીકા કરવી સહેલી છે પરંતુ , તેની સાથે સંવેદનાપૂર્વક વર્તવું મુશ્કેલ છે. જીવનને દરેક તબક્કે માણવાનો અવકાશ આપો, તે માટે પૈસાની જરૂર નથી હોતી. પૈસાદાર વ્યક્તિઓને અને વર્કોહોલિક વ્યક્તિઓને પણ ડિપ્રેશન આવે છે. થોડા

થોડા સમયે થોભો અને જીવનને જુઓ, સમજો, માણો. કુદરતી સ્થળોએ એકાંતમાં સમય વિતાવો. જાત સાથે એકાંતમાં થોડો સમય ગાળવાની આદત રાખો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8o7q6w
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com