Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
દરિયાના સફાઈ કામદાર સી ગલ્સ

આપણા કલ્યાણ મિત્રા-ડૉ. અશોક એસ. કોઠારીઆપણે ત્યાં આવતા શિયાળું મહેમાનો વિષે આજે જાણીએ. આ આગંતુક પક્ષીઓ તે ધામેડા અથવા સી ગલ્સ, (ૠીહહત, જયફ ૠીહહત) લગભગ સફેદ રંગના હોય છે અને તેમાં કાળા, રાખોડી, કથ્થાઇ રંગની ભાત જોવા મળે. કદમાં કાગડા જેવા દેખાતા ધોમડાનો દરિયા કિનારે લાંગરેલાં વહાણો, માછીમારોનાં વસવાટ વગેરે ઠેકાણે પડાવ હોય છે. વહાણોમાંથી ફેંકાતો કચરો ખાઇ દરિયો સાફ રાખે છે. કોંકણ કિનારે સિંધુદુર્ગ, ટાકરલી પાસે નાના ટાપુઓમાં ધોમડાઓને લઇને સફેદ રંગની ચાદર પથરાઇ જાય છે. અમે મુંબઇ પાસે ટાકરલી પાસે દરિયામાં ડોલ્ફિન જોવા ગયા, પરંતુ નાના ટાપુઓ ઉપર ધોમડાનાં ટોળાં પથરાયેલાં જોયાં.

ઉડિપી પાસે સેંટ મેરીના ટાપુ ઉપર કાળા ખડકોએ ધોમડાઓની સફેદ ચાદર ઓઢેલી જોવા મળી. શિયાળામાં નળ સરોવર અને બીજાં સરોવરો સુધી ધામેડાંનાં ટોળાં પહોંચી જાય છે. ખાસ કરીને લદાખી ધામેડા (ભૂરા માથાવાળો ધોમડો, બ્રાઉન હેડેડ ગલ)અને શ્યામશિર ધોમડા (બ્લેક હેડેડ ગલ) અંદરનાં જળાશયો સુધી આવી ચડે ચે.

------------------------

લદાખી ધોમડો

આપણે ત્યાં આવતી છ જાતોમાં સૌથી વધુ આ ધોમડા દેખાય છે. ઉપરની બાજુ આછો રાખોડી અને નીચે સફેદ હોય છે. શિયાળામાં જ્યારે આપણે ત્યાં આવે છે ત્યારે માથું સફેદ અને કાન પાસે કાળા ટપકા જેવું નિશાન હોય છે. જાણે કે કોઇની નજર ન લાગી જાય. માર્ચ પછી માથું ઘેરા બદામી રંગનું થવા માંડે છે. પાંખના છેડા કાળા અને પગ તેમ જ ચાંચ લાલ હોય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આપણે ત્યાં આવવા માંડે છે. એપ્રિલમાં વિદાય લે છે. વહાણોનું અને મછવાઓનું બંદરમાં આગમન થાય છે ત્યારે સ્વાગત કરતા હોય તેમ આ ધોમડાઓનાં ટોળાં સાથે ઊડીને આવે છે તેમનાં પ્રજનન કેન્દ્રો લદાખ અને તિબેટમાં છે. માનસરોવર, રાક્ષસતાલ અને બીજાં તળાવોની આસપાસ જૂન-જુલાઇમાં પ્રજનન કરે છે.

----------------------

પીળા પગ ધોમડો

(યલો - લેગ્ડ ગલ, ઢયહહજ્ઞૂ-હયલલયમ ૠીહહ)

પુષ્ટ શરીર, ઘેરા રંગની પીઠ અને શિયાળામાં આછી બદામી રેખાઓ સભર સફેદ માથુ એકદમ સફેદ પેટાળ અને પીળા પગ ખાસ નિશાનીઓ છે. ચાંચ પીળી હોય છે, પરંતુ નીચેના જડબાના છેડા ઉપર લાલ રંગ હોય છે. આપણે ત્યાં શિયાળો ગાળી પોતાના વતન સાઇબેરિયા તરફ પાછા રવાના થાય છે. આપણે ત્યાં સફાઇ કામદારની જેમ દરિયાકાંઠાનો કચરો, મરેલી માછલી વગેરે સાફ કરે છે.

---------------------

કાળા માથાનો મોટો ધોમડો

(ૠયિફિં ઇહફભસ વયફમયમ લીહહ, ાીહહફત’ત ૠીહહ)

ધોમડાઓમાં કદમાં સૌથી મોટું હોય છે. ચાંચ પીળી, છેડેથી લાલ અને આગળ કાળો ઊભો પટ્ટો. શિયાળામાં ભૂખરા માથા ઉપર કથ્થાઇ રેખાઓની ભાત અને ફેબ્રુઆરી પછી ‘માથું’ કાળા રંગમાં પરિવર્તિત થાય છે. પગ પીળા રંગના હોય છે. પીઠ આછી રાખોડી રંગની અને નીચેનો ભાગ શ્ર્વેત હોય છે. પક્ષી એકલાં કે બે ત્રણની સંખ્યામાં ફરતા જોવા મળે છે. સાઇબીરિયા, મધ્ય એશિયામાં પ્રજનન કરે છે.

-----------------

શ્યામશિર ધોમડો

(કાળા માથાનો ધોમડો)

(બ્લેક હેડેડ ગલ, ઇહફભસ વયફમયમ લીહહ)

સાઇબીરિયા અને મધ્ય એશિયામાંથી શિયાળો ગાળવા અહીં આવે છે. કદમાં લડાખી ધોમડાથી થોડાં નાનાં હોય છે. માથું સફેદ હોય છે, પરંતુ માર્ચના અંતમાં સ્થળાંતર સમયે માથાનો ભાગ કાળો થવા માંડે છે. પાંખની કિનારીઓ કાળા રંગની હોય છે. ચાંચ અને પગ રાતા હોય છે. નર-માદા દેખાવે સરખાં જ લાગે છે.

---------------------

લિટલ ગલ: નાનકડા શરીરવાળો ધોમડો (લિટલ ગલ, કશિિંંહય ૠીહહ)

લદાખ કે કચ્છનાં મોટા રણમાં દેખાયાના દાખલા નોંધાયા છે. નાનું કદ, ઘેરી આંખો વગેરે ખાસ નિશાનીઓ છે.

--------------------

કાળી પીઠ ધોમડો

(ઇહફભસ-બફભસયમ ૠીહહ)

આ ધોમડાનું માથું, ડોક, પેટાળ વગેરે એકદમ સફેદ હોય છે. પીઠ કાળી લાગે તેવી ઘેરી રાખોડી. શિયાળામાં તેના માથા ઉપર બદામી રેખાઓ વધુ હોય છે. ચાંચ પીળી અને પગ નારંગી રંગની ઝાંયવાળા પીળા હોય છે. આ શિયાળુ મહેમાન ખાસ કરીને પશ્ર્ચિમકાંઠાના સમુદ્ર કાંઠા ઉપર દેખાય છે. તમિળનાડુનાં સમુદ્રકાંઠે પણ પહોંચી જાય છે. તળાવો પાસે પણ પડાવ નાખે છે. સમુહમાં રહેવાનું પસંદ કરે છે.

--------------------

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

04Lj6180
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com