Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ટીવીના બદલે આવી રાઈફલ

આજકાલની ફાસ્ટ જીવનશૈલીમાં બધાને બધું જ ફાસ્ટ જોઈએ છે અને સમયની બચત કરવી છે. આવી જ રીતે ઘરે બેઠા ઓનલાઈન શોપિંગ કરીને પૈસા અને સમય બચાવવાનું એક ગ્રાહકને ભારે પડી ગયું હતું. અવારનવાર આપણે ઓનલાઈન ફોન મંગાવનાર ગ્રાહકોને સાબુના ગોટા કે પથ્થર ડિલિવરી કરવામાં આવ્યા હોય એવા કિસ્સા તો સાંભળતા જ હોઈએ છીએ. પરંતુ જરા વિચારો કે તમે ઓનલાઈન ટીવી ઑર્ડર કર્યું હોય અને રાઈફલ આવે તો? વાંચીને થયુંને કે ભાઈ ગપ્પા હાંકવાની પણ એક લિમિટ હોય. પરંતુ આવું થયું છે. વૉશિંગ્ટન ડીસીમાં રહેનારા એક મ્યુઝિશિયને ઓનલાઈન ફ્લેટ ટીવી ઑર્ડર કર્યું હતું અને જ્યારે તેને ઓર્ડરની ડિલિવરી મળી અને તેણે બૉક્સ ખોલીને જોયું તો તેના હોશ ઉડી ગયા. બૉક્સમાં ટીવીને બદલે રાઈફલ ડિલિવર કરવામાં આવી હતી. સેઠ હૉર્વિટ્સ નામના મ્યુઝિશિયને ઓનલાઈન વૅબ પોર્ટલ પરથી ટીવી ઑર્ડર કર્યું હતું અને તેને ભૂલથી રાઈફલ ડિલિવર કરી દેવામાં આવી હતી. જે રાઈફલ હૉર્વિટ્સને ડિલિવર કરવામાં આવી હતી એ રાઈફલ અમેરિકન સૈનિકો ઉપયોગમાં લેતા હતા અને આ રાઈફલ એક જ મિનિટમાં સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારી દેવા માટે સક્ષમ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1yEc17
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com