Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
શું તમે જેન્ટલમેન છો

વરણાગી રાજા-દિવ્યાશા દોશીઅ લયક્ષહિંયળફક્ષ શત તજ્ઞળયજ્ઞક્ષય ૂવજ્ઞ મજ્ઞયત ક્ષજ્ઞિં ૂવફિં વય ૂફક્ષતિં જ્ઞિં મજ્ઞ, બીિં ૂવફિં વય તવજ્ઞીહમ મજ્ઞ.નઇંફિીસશ ખીફિસફળશ

- ગજ્ઞિૂયલશફક્ષ ઠજ્ઞજ્ઞમ

અર્થાત્ પોતે શું કરવા માગે છે એ જ કરે એ જેન્ટલમેન નહીં પણ શું કરવું જોઈએ એ સમજે તે. - પ્રસિદ્ધ લેખક હારુકિ મુરાકામીના નોર્વેઈન વુડ નામના તેના પુસ્તકમાં જેન્ટલમેનનો અર્થ લખે છે. આ વાક્ય યાદ આવે છે. હાલમાં જ રજૂ થયેલી ફિલ્મ કરીબ કરીબ સિંગલ જોતાં. બોલીવૂડમાં આજકાલ સ્ત્રી પ્રધાનતા દર્શાવતી ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ છે. તેની સામે કેટલીક ફિલ્મો પુરુષપ્રધાન પણ બની રહી છે. તે છતાં એ ફિલ્મો પિતૃસત્તાક માનસિકતાને રજૂ નથી કરતી.

હાલમાં જ રજૂ થયેલી આ ફિલ્મ ચાલશે નહીં, કારણ કે એ ફિલ્મનો નાયક પૌરુષિયની સો કોલ્ડ વાખ્યામાં બંધ બેસતો નથી. નથી તે દેખાવડો કે મસલ્સ ધરાવતો. સામાન્ય વ્યક્તિ જેવો દેખાતો એ પુરુષ પૈસાદાર હોવા છતાં સામાન્ય ગરીબ વ્યક્તિઓને આદર આપે છે. સ્ત્રીના સૌંદર્યની સરાહના કરી શકે પણ તેની મરજી વિરુદ્ધ સ્પર્શ પણ ન કરે. સ્ત્રીને તેની સ્પેસ આપી શકે. જો કે આ ફિલ્મમાં ઈન્ટરનેટ દ્વારા જે રીતે યોગ્ય પુરુષ મળે છે તે પણ એપ્રોપિયેટ છે, કારણ કે હવે ઓનલાઈન સંપર્કમાં આવતા પુરુષો બધા જ ખરાબ હોય તેવી માન્યતા પ્રવર્તી રહી છે. તેમાં ય એકાદ બે ટકા પુરુષો જેન્ટલમેન હોઈ શકે.

કેટલાકને યાદ હશે ગોપી ફિલ્મનું જેન્ટલમેન જેન્ટલમેએએએન... આ ગીત દિલીપકુમાર અને સાયરાબાનુ પર ફિલ્માવવામાં આવ્યું હતું. અને તેનો અર્થ હતો કે ભારતીય ધોતી નહીં પણ શર્ટ પેન્ટ પહેરીને દિલીપકુમાર જેન્ટલમેન બની ગયો છે. બાહ્ય દેખાવથી કોઈ જેન્ટલમેન નથી બની શકતું. પુરુષોને જેમ સ્ત્રીના બાહ્ય દેખાવનું આકર્ષણ હોય છે તેમ જ પોતાનાય બાહ્ય દેખાવને મહત્ત્વ આપે છે. હજી આજે પણ એ જ માન્યતામાં પુરુષ રાચી રહ્યો છે, એટલે જ પુરુષોના બાહ્ય દેખાવને મહત્ત્વ આપતી જાહેરાતો વધી રહી છે. જેન્ટલમેનનો ડિક્શનરી અર્થ છે નમ્ર સ્વભાવનો, સંસ્કારી પુરુષ, સ્ત્રી દાક્ષિણ્યવાળો સદગૃહસ્થ.

સતત અમારા શરીરને ભોંકાતી નજરો. ભીડમાં અણગમતા સ્પર્શો. તો વળી ક્યારેક ઓળખીતા પુરુષ દ્વારા જાતીય સતામણી. તમે કહેશો અમને ખબર છે અને દરેક પુરુષ એવા નથી હોતા. પણ દરેક પુરુષ બળાત્કારી બની શકવાની શક્યતાને નકારી નથી શકાતી. હમણાં એક સરસ લેખ વાંચવા મળ્યો.

ઝેરોમ બુમેટ દ્વારા એક પુરુષે લેખ લખ્યો છે રેપ કલ્ચર પર. એ વાંચીને વિચાર આવ્યો કે મારી આસપાસ અનેક પુરુષો એવા છે કે જેમની હાજરીમાં મને ક્યારેય ભય નથી લાગ્યો. કદાચ તેમની સાથે હોઉં ત્યારે સુરક્ષિત હોવાનો ભાવ પણ થયો છે. ખરી રીતે તો એવું કહેવું જોઈએ કે સ્ત્રી હોવાનો ભાર ન અનુભવ્યો હોય તેવું ય બન્યું હશે. આવા પુરુષો ખરા અર્થમાં જેન્ટલમેન હોય છે. ઝેરોમે લખ્યું છે કે એક પુરુષ તરીકે મને કોઇ કહે કે હું બળાત્કારી પણ બની શકું તો ચોક્કસ જ મને ખરાબ લાગે. પણ આવું જ્યારે સ્ત્રી વિચારતી હોય તો મને સ્ત્રીની સાયકોલોજીમાંથી પસાર થવાનું મન થાય. ઝેરોમે લખ્યું કે સ્ત્રીની સાયકોલોજીનો વિચાર કરીને જેન્ટલમેન કેવી રીતે વર્તે કે પુરુષે સ્ત્રીની હાજરીમાં કેવી રીતે વર્તવું જોઇએ કે જેથી સ્ત્રીને જરાય ભય ન લાગે.

એ વાત સાચી છે કે દરેક સ્ત્રીને જાણીતા અજાણ્યા પુરુષ માટે એક ભય કે શંકા રહે જ. ક્યારે એ પુરુષ હવસી બનીને તેના પર મૂકેલા વિશ્ર્વાસને તોડી નાખશે. તેમાં પણ કોઇ પોતાનું સ્વજન કે જાણીતો પુરુષ સ્ત્રીના સ્ત્રીત્વ પર હુમલો કરે છે તો સૌ પ્રથમ સ્ત્રી ડરી જાય છે. તેને પોતાના શરીર માટે, સ્ત્રીત્વ માટે એક જાતની ઘૃણા પેદા થાય છે. સ્ત્રી હોવું એટલે શું તે દરેક પુરુષે વિચારવું જોઇએ. બહુ જ સરસ મુદ્દાઓ ઝેરોમે પોતાના લેખમાં આલેખ્યા છે.

વિચાર કરી જુઓ કે એક પુરુષ તરીકે તમારા પર એવાં બંધનો હોય કે તમે ક્યારેય એકલા રાત્રે નીકળી ન શકો. એવો એક પણ દિવસ ન જાય કે તમને ટીકીટીકીને અસભ્ય રીતે જોવામાં ન આવે. તમારું અસ્તિત્વ ફક્ત તમારું શરીર હોય. અને તક મળે દરેક જણ તેને ભોગવવા માટે તૈયાર હોય. તમારી મરજી હોય કે ન હોય, સ્વતંત્રતાનો વિચાર ક્યારેય તમને આવે જ નહીં.

આ માનસિકતા સાથે જીવવાનું હોય તો કોઇ સ્ત્રીને જો ચોઇસ મળે તો તે સ્ત્રી તરીકે જન્મે જ નહીં. તે છતાં અમે એમ નથી કહેતાં કે દરેક પુરુષ ખરાબ જ હોય છે. પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખીને એવા સમાજનું નિર્માણ ન કરી શકાય કે સ્ત્રીઓ પણ એક વ્યક્તિ તરીકે સહજતાથી જીવે. તેને પુરુષનો ભય ન લાગે. હા , દરેકની માનસિકતા ન બદલી શકાય પણ નિર્ભય સમાજ ઊભો કરવામાં પુરુષત્વ અનેક રીતે કામ કરી શકે છે.

જેન્ટલમેન એ છે કે જે નાની મોટી દરેક વ્યક્તિને આદર આપે. તેનામાં આત્મવિશ્ર્વાસ હોય છે પણ અહંકાર નથી હોતો.

તમારી આસપાસ સ્ત્રીને ક્યારેય અસહજતા ન લાગે તેનો ખ્યાલ રાખો. લિફ્ટમાં જતાં આવતાં કામના સ્થળે કે પછી સામાજિક મેળાવડામાં. સ્ત્રીને તાકીને ન જુઓ. તેણે ગમે તેવા કપડાં કેમ ન પહેર્યા હોય. તમે કહેશો કે અરે સ્ત્રીઓ કપડાં અમને બતાવવા માટે જ પહેરે છે. ના એવું નથી હોતું. સ્ત્રીને પોતાને જે કપડાં પહેરવાનું મન થાય તે કપડાં પહેરે છે. સ્ત્રીએ અમુક રીતે વર્તવું ને ન વર્તવું તે નક્કી કરવા કરતાં તમારે અમુક વર્તન ન કરવું એ નક્કી કરી શકાય. પણ હા, સ્ત્રી પોતે જ ઇચ્છા પ્રદર્શિત કરે તો વાત જુદી છે. સંબંધ બાંધવાની એ ભાષા દરેક સ્ત્રી પુરુષને સમજાતી હોય છે. તમે ખોટા બહાના ન જ કાઢી શકો.

કોઇપણ સ્ત્રીઓ માટે અસભ્ય કોમેન્ટ ન કરો. તમારી હાજરીમાં તમારા મિત્રો કે સાથે કામ કરતા કર્મચારીઓ હોય તો તેમને વારો. સ્ત્રીને ઉતારી પાડતી ગાળો પણ ન બોલો. ફક્ત સ્ત્રી હોવાને કારણે તેના વિશે ગમે તેવાં વિધાનો ન કરો. સ્ત્રીના અસ્તિત્વનો આદર કરો. આદર જળવાય તેવું વાતાવરણ પણ ઊભું કરી શકાય છે. પુરુષત્વ એમાં જ છે જેની હાજરીમાં સ્ત્રીને સુરક્ષાનો અનુભવ થાય. એકલી જતી સ્ત્રીઓ સાથે જ અણછાજતું વર્તન નથી થતું. પુરુષો સાથે જતી સ્ત્રીઓની છેડતી થાય છે અને બળાત્કાર પણ થતા હોય છે. સ્ત્રીનો આદર કરવાની વૃત્તિ હશે તેને બંધનમાં કે ભોગ્ય માનવાની વૃત્તિ ન હોય તો આવી ઘટનાઓ ટાળી શકાય છે. સ્ત્રીઓને માનવ તરીકે સ્વીકારો છો તેનો અહેસાસ પણ કરાવતા શીખો. સ્ત્રીને સ્પેસ આપો તેની પોતાની. તમે કહેશો સ્ત્રીઓને છેડછાડ ગમતી હોય છે. પુરુષત્વ એટલે જ આક્રમકતા....પણ એવું નથી. પુરુષત્વની ગરિમા જાળવતા પુરુષો સ્ત્રીઓને વધુ ગમે છે. આક્રમકતા પ્રેમમાં હોય જબરદસ્તીમાં ન હોય. સ્ત્રીની ઇચ્છા ન ઇચ્છા સમજાતી હોય જ છે. ન સમજી શક્યાનો ડોળ કરી શકાય કે પોતાની ગરિમાને નીચી પાડવા માટે બીજાને દોષિત પણ ઠેરવી શકાય છે પણ હકિકત બદલાતી નથી.

લશ્કરના વડા હોય કે રિક્ષાવાળો હોય કે પછી નેતા કે પોલીસ દરેક પુરુષો સ્ત્રીને વ્યક્તિત્વની ગરિમા આપી શકે છે. પણ દરેક સ્ત્રીનાં કપડાં, આયટમ સોન્ગ અને વર્તનને જવાબદાર ઠેરવતાં હોય છે. એ યોગ્ય નથી. એ ખરું કે દરેક પુરુષ ખરાબ નથી હોતો તેમ દરેક સ્ત્રી સારી નથી હોતી. એ કબૂલ પણ તેનો અર્થ એ નહીં કે તમે દરેક સ્ત્રીને એ જ દ્રષ્ટિએ જુઓ. પુરુષત્વ તમારું પોતાનાપણું જાળવી રાખવામાં હોય છે. સ્ત્રીની હા સાંભળ્યા-સમજ્યા સિવાય કોઇપણ સંજોગોમાં કદમ આગળ ન વધારો. ફેટલ એટ્રેકશન જેવા કિસ્સાઓ પણ બનતા હોય છે જેમાં સ્ત્રી પુરુષને પામવા માટે કોઇપણ હદને પાર કરી શકે છે. તેને બરબાદ પણ કરી શકે છે, પરંતુ એવા કિસ્સાઓ ઘણા જ ઓછા હોય છે. જો કે તે યોગ્ય નથી જ.

હાઇવે ફિલ્મમાં નાયિકાનું પાત્ર ઘર કરતાં ય બહાર પોતાને કિડનેપ કરનાર પુરુષ સાથે પોતાને વધારે સુરક્ષિત મહેસૂસ કરે છે. આ ભેદ દર્શાવીને ફિલ્મકાર ઇમ્તિયાઝે કમાલ કરી છે. આવા પુરુષોની સમાજને જરૂર છે. પુરુષ ગરીબ હોય કે શ્રીમંત. અભણ હોય કે એજ્યુકેટેડ, ગામમાં હોય કે શહેરમાં પણ જો તેની હાજરીમાં સ્ત્રી ભય કે સંકોચ ન અનુભવે તો એ જેન્ટલમેન છે નક્કી. તમારે જેન્ટલમેન બનવું છે કે નહીં તે તમારે જ નક્કી કરવાનું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

265d0f0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com