17-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બોલો, હિંદી નથી દેશની રાષ્ટ્રભાષા!
સંવિધાનમાં રાષ્ટ્રભાષાનો ઉલ્લેખ જ નથીઃ ગૃહ મંત્રાલય - કેન્દ્રના ગૃહ મંત્રાલયને દેશના સત્તાવાર નામની જાણકારી નથી

શિવાંગી એસ.



મુંબઈઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું છે કે રાષ્ટ્રભાષા વિના રાષ્ટ્ર મૂંગું હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્વતંત્રતાના ૬૩ વર્ષ બાદ પણ ગાંધીજીનું આ રાષ્ટ્ર મૂંગું જ છે. માહિતી અધિકાર હેઠળ કેન્દ્રના ગૃહ વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર હિન્દી એ કેન્દ્રની સત્તાવાર ભાષા હોવા છતાંય દેશના સંવિધાનમાં રાષ્ટ્રભાષાનો કોઈ ઉલ્લેખ જ નથી. એટલું જ નહીં, ‘ભારત’, ‘ઈન્ડિયા’ અને ‘હિન્દુસ્તાન’ તરીકે ઓળખાતા આ દેશના સત્તાવાર નામ બાબતે પણ ગૃહ ખાતાને કશી જાણકારી ન હોવાનું બહાર આવ્યું છે. માહિતી અધિકાર, ૨૦૦૫ અંતર્ગત કાર્યકર્તા મનોરંજન રોયે કેન્દ્રના ગૃહ વિભાગને પ્રશ્ન કર્યો હતો કે, આ દેશની રાષ્ટ્રભાષા કઈ છે? હિન્દી-અંગ્રેજી અને સંસ્કૃતમાંથી દેશની સત્તાવાર ભાષા કઈ છે? આ પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રના ગૃહ ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર (પોલિસી) સરોજકુમાર ત્રિપાઠીએ જણાવ્યું છે કે સંવિધાનમાં રાષ્ટ્રભાષાનો કોઈ ઉલ્લેખ જ નથી. સંવિધાનની કલમ ૩૪૩ હેઠળ હિન્દી દેશની સત્તાવાર ભાષા છે. ભાષા પ્રમાણે દેશનું નામ પણ બદલાઈ જાય છે. અંગ્રેજીમાં ઈન્ડિયા, ઉર્દૂમાં હિન્દુસ્તાન અને અન્ય ભાષામાં ભારત તરીકે ઓળખાતા આ દેશનું સત્તાવાર નામ પણ રોયે સરકારને પૂછ્યું હતું. રોયને જણાવાયું છે કે દેશના સત્તાવાર નામ બાબતે ગૃહ વિભાગ પાસે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. આ બાબતે મનોરંજન રોય કહે છે કે ‘આશ્ચર્યની વાત છે કે વ્યક્તિના ભલે ગમે તેટલા ઉપનામ હોય, પરંતુ તેણે મૂળ નામ તો એક જ રાખવું પડે છે. જો મૂળ નામમાં કોઈ ફેરબદલ કરવું હોય તો લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એ જ દેશનું સત્તાવાર નામ શું છે? એની જાણ ખુદ ગૃહ મંત્રાલયને જ નથી.’ હવે તેઓ આ સવાલોના જવાબ શોધવા માટે હાઈ કોર્ટમાં પણ અરજી કરશે, એવું તેમણે ઉમેર્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

sdJ7vX
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com